પોર્નોગ્રાફી કેસ/ રાજ કુંદ્રાને બોમ્બે હાઇકોર્ટ તરફથી મળી મોટી રાહત, 25 ઓગસ્ટે જામીન અરજી પર થશે સુનાવણી

રાજ કુંદ્રાને સાયબર સંબંધિત પોર્નોગ્રાફી કેસમાં બોમ્બે હાઈકોર્ટમાંથી રાહત મળી છે. મુંબઈ હાઈકોર્ટે શિલ્પાના પતિ રાજ કુંદ્રાને વચગાળાની રાહત આપી

Top Stories Entertainment

બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને ઉદ્યોગપતિ રાજ કુંદ્રાને સાયબર સંબંધિત પોર્નોગ્રાફી કેસમાં બોમ્બે હાઈકોર્ટમાંથી રાહત મળી છે. મુંબઈ હાઈકોર્ટે શિલ્પાના પતિ રાજ કુંદ્રાને વચગાળાની રાહત આપી છે અને 25 ઓગસ્ટ સુધી તેના જામીનની સુનાવણી અનામત રાખી છે.

આ પણ વાંચો :ગેલ ગેડોટ કામ દરમિયાન બેબીને બ્રેસ્ટ ફીડ કરાવતી મળી જોવા, ચાહકો બોલ્યા – સુપર મોમ

જણાવી દઈએ કે વર્ષ 2020 માં રાજ કુંદ્રાએ સાયબર પોલીસ દ્વારા નોંધાયેલા કેસમાં જામીન મેળવવા માટે બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. છેલ્લી વખત સેશન્સ કોર્ટે તેની જામીન અરજી ફગાવી દીધી હતી, જેના નિર્ણય સામે રાજ કુંદ્રાએ હાઇકોર્ટમાંથી રાહતની અપીલ કરી હતી. હવે કોર્ટે તેને વચગાળાની રાહત આપી છે અને તેની જામીન અરજી પર 25 ઓગસ્ટે સુનાવણી થશે.

રાજ કુંદ્રાના વકીલ પ્રશાંત પાટીલે કોર્ટમાં જણાવ્યુ કે આ કેસમાં રાજની સાથે જે વ્યક્તિને આરોપી માનવામાં આવ્યા છે તે પહેલાથી જ જામીન લઇને બહાર નીકળી ગયા છે. તેમણે આગળ કહ્યુ કે રાજ પર લાગેલા આરોપોની સજા 7 વર્ષથી ઓછી છે જેના કારણે તેમને જામીન આપી શકાય છે.

આ પણ વાંચો :સ્પાઈડર વુમન બની બિગ બોસના ઘરે પહોંચી રાખી સાવંત, જુઓ ડ્રામા ક્વીનનો આ અંદાજ

25 ઓગસ્ટ સુધી લાગી ધરપકડ પર રોક

રાજ કુંદ્રા કેસમાં જસ્ટીસ સંદીપ શિંદેએ 25 ઓગસ્ટ સુધી રાજ કુન્દ્રાને આ કેસમાં અંતરિમ જામીન આપ્યા છે. કારણ કે આ કેસમાં આગામી સુનાવણી 25 ઓગસ્ટના રોજ થશે.

રાજ કુંદ્રાએ  જામીન અરજીમાં જણાવ્યું હતું કે, ગયા વર્ષે સાયબર પોલીસે નોંધાવેલી એફઆઈઆરમાં તેનું નામ સામેલ નહોતું. સાથોસાથ કુંદ્રાએ એમ પણ કહ્યું કે તેણે પોલીસને પોતાનું નિવેદન પણ આપ્યું હતું અને તપાસમાં મદદ કરવા માટે અનેક વખત તપાસ ઓફિસની મુલાકાત પણ લીધી હતી. કુંદ્રાએ કહ્યું કે તેમણે અધિકારીને તમામ જરૂરી દસ્તાવેજો પૂરા પાડ્યા છે અને ફરિયાદી સાક્ષીઓના નિવેદન પણ નોંધવામાં આવ્યા છે.

આ પણ વાંચો :ફરી રાનુ મંડળ આવી મેદાનમાં, બચપન કા પ્યાર ગાતો વીડિયો થયો વાયરલ, જુઓ

રાજ કુંદ્રા પોર્ન ફિલ્મો બનાવવા અને તેને એપ પર અપલોડ કરવા બદલ જેલમાં છે. તેના વિશે અત્યાર સુધી ઘણા મોટા ખુલાસા થયા છે. હમણાં માટે કુંદ્રાને થોડી રાહત મળી છે. હવે જોવાનું રહેશે કે 25 ઓગસ્ટે આ કેસમાં કોર્ટનો શું નિર્ણય આવે છે.

રાજની ધરપકડ બાદ કેટલીક વોટ્સએપ ચેટ્સ સામે આવી હતી જેમાં બિઝનેસનો ખુલાસો થયો હતો કે રાજ પોર્ન મુવીઝ બનાવવાનો કારોબાર કરી સારી કમાણી કરે છે. પોલીસ સૂત્રો અનુસાર, રાજ આ ફિલ્મોથી દરરોજ આશરે આઠ કમાણી કરી લેતો હતો. રાજ કુંદ્રા વિરુદ્ધ ભારતીય દંડ સહિતા અને આઈટી એક્ટની કલમો હેઠળ કેસ કરાયો છે.

આ પણ વાંચો : રામ ગોપાલ વર્માએ અફઘાનિસ્તાનનું વાસ્તવિક ચિત્ર બતાવ્યું,તાલિબાનીઓનો વીડિયો શેર કર્યો અને…

આ પણ વાંચો :અનિલ કપૂરની લાડકી તેના લગ્નના આઉટફિટને લઈને થઈ ટ્રોલ, જાણો લોકોએ શું કરી કોમેન્ટ