Entertainment News/ રશ્મિકા મંદાનાનો નવો રેકોર્ડ: ‘માયસા’ ફિલ્મ માટે પાણીની અંદર એક્શન સીનને આપ્યો અંજામ

અભિનેત્રી રશ્મિકા મંદાના (Rashmika Mandanna) એ તેની આગામી ફિલ્મ ‘માયસા’ માટે પાણીની અંદર ૨૦ કલાક સુધી રહીને ફાઈટ સીનનું શૂટિંગ પૂરું કર્યું છે. ડુપ્લિકેટ વગર આવો અંડરવોટર સ્ટન્ટ કરનારી તે ભારતની પ્રથમ અભિનેત્રી બની છે.

Entertainment
Rashmika Mandanna's daring underwater stunts

સાઉથ અને બોલિવૂડ સિનેમાની લોકપ્રિય અભિનેત્રી રશ્મિકા મંદાના (Rashmika Mandanna)એ પોતાની આગામી એક્શન-ડ્રામા ફિલ્મ ‘માયસા’ (Mysa) માટે એક અદ્ભુત સિદ્ધિ હાંસલ કરી છે. ફિલ્મના શૂટિંગ દરમિયાન તેણે અંડરવોટર (પાણીની અંદર) ફાઈટ સિક્વન્સનું શૂટિંગ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. ભારતીય સિનેમાના ઈતિહાસમાં આ પહેલી એવી ફિલ્મ બનવા જઈ રહી છે જેમાં કોઈ ફિમેલ લીડ એક્ટ્રેસે પાણીની ઊંડાઈમાં જઈને જાતે જ ફાઈટ સીન શૂટ કર્યા હોય. સૌથી આશ્ચર્યની વાત એ છે કે, રશ્મિકાએ આ જોખમી સ્ટન્ટ્સ માટે કોઈપણ બોડી ડબલ કે ડુપ્લિકેટ કલાકારની મદદ લીધી નથી. તેણે સતત બે દિવસ સુધી અંદાજે 20 કલાક જેટલો સમય પાણીની અંદર વિતાવીને આ દ્રશ્યો આપ્યા છે. આ સાથે જ તે પાણીની અંદર આવી જબરદસ્ત એક્શન કરનારી દેશની પ્રથમ અભિનેત્રી બની ગઈ છે. પ્રોડક્શન હાઉસે સોશિયલ મીડિયા પર આ રોમાંચક શૂટિંગના કેટલાક ફોટોગ્રાફ્સ અને મેકિંગની ઝલક શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

પ્રેક્ષકોને મળશે એક તદ્દન અનોખો અને અદભુત સિનેમેટિક એક્સપિરિયન્સ

ફિલ્મના નિર્માતાઓએ દાવો કર્યો છે કે મોટા પડદા પર આ દ્રશ્યો દર્શકો માટે એક વિઝ્યુઅલ ટ્રીટ સમાન સાબિત થશે અને આવો નજારો અગાઉ ક્યારેય ભારતીય સ્ક્રીન પર જોવા મળ્યો નથી.

આદિવાસી બેકગ્રાઉન્ડ પર આધારિત હશે ફિલ્મની વાર્તા

ડાયરેક્ટર રવિન્દ્ર પુલ્લેના નિર્દેશનમાં બની રહેલી ‘માયસા’ એક ભાવનાત્મક વાર્તા પર આધારિત એક્શન થ્રિલર ફિલ્મ છે. આ ફિલ્મનું કથાનક મુખ્યત્વે આદિવાસી વિસ્તારોની પૃષ્ઠભૂમિ અને ત્યાંના સંઘર્ષની આસપાસ વણાયેલું છે. ફિલ્મમાં રશ્મિકા મંદાનાનો એક તદ્દન અલગ જ અવતાર જોવા મળશે, જેમાં ઈમોશન્સની સાથે હાઈ-વોલ્ટેજ એક્શનનો ડબલ ડોઝ હશે.


આ પણ વાંચો :‘ફૌજી’ના સેટ પર અભિનેતા રાજેશ શર્માને જીવજંતુનો ડંખ

આ પણ વાંચો :શેખર સુમનના ભાગીદાર ધર્મેશ સાંગાણીના ત્યા ED ના દરોડા, પુરાવાનો નાશ કરવા માટે 13મા માળેથી ફોન ફેંક્યો

આ પણ વાંચો :વર્ષો જૂની અફવાઓનો અંત: બોબી દેઓલ સાથેના સંબંધો પર ફરાહ અલી ખાનનો મોટો ખુલ્લાસો