Ahmedabad News/ અમદાવાદમાં રથયાત્રા પૂર્વે મુસ્લિમ સમાજે અર્પણ કર્યો એકતા રથ, ભાઈચારાનો આપ્યો સંદેશ

Ahmedabad Rathayatra:

Gujrat Top Stories
Ahmedabad Rathayatra પૂર્વે મુસ્લિમ સમાજે અર્પણ કર્યો એકતા રથ

Ahmedabad News : અમદાવાદમાં 149મી જગન્નાથ રથયાત્રા (Ahmedabad Rathayatra) પૂર્વે કોમી એકતા અને ભાઈચારાનો અનોખો સંદેશ જોવા મળ્યો, જ્યાં મુસ્લિમ સમાજ દ્વારા તૈયાર કરાયેલ વિશેષ એકતા રથ જગન્નાથ મંદિરને અર્પણ કરવામાં આવ્યો.

Ahmedabad RathYatra:  કોમી એકતા અને સૌહાર્દનું અનોખું દૃશ્ય

અમદાવાદમાં 149મી(Rath Yatra 2026) જગન્નાથ રથયાત્રા (Ahmedabad Rathayatra) પૂર્વે અમદાવાદમાં કોમી એકતા અને સૌહાર્દનું અનોખું દૃશ્ય જોવા મળ્યું. મુસ્લિમ સમાજ દ્વારા પરંપરા મુજબ વિશેષ એકતા રથ તૈયાર કરીને જગન્નાથ મંદિરના મહંતને વિધિવત અર્પણ કરવામાં આવ્યો.

149મી રથયાત્રાને લઈને મંદિર પ્રશાસન સજ્જ

અમદાવાદની (Ahmedabad Rath Yatra 2026) ઐતિહાસિક ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટે શહેરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વર્ષે 16 જુલાઈ, ગુરુવારે યોજાનારી 149મી રથયાત્રાને લઈને મંદિર પ્રશાસન, રાજ્ય સરકાર અને પોલીસ વિભાગ દ્વારા તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.પરંપરા મુજબ રથયાત્રા (Ahmedabad Rathayatra)ની શરૂઆત પહેલા ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના રથનું વિશેષ પૂજન કરવામાં આવશે. ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પહિંદ વિધિ સંપન્ન કરવામાં આવશે અને ભગવાનના રથને પ્રસ્થાન કરાવવામાં આવશે.

રથયાત્રામાં જોવા મળશે ભવ્ય ઝાંખીઓ

AHMEDABAD RATHYATRA

આ વર્ષની રથયાત્રા (Ahmedabad Rathayatra)ને વધુ આકર્ષક બનાવવા માટે વિવિધ આયોજન કરવામાં આવ્યા છે. યાત્રામાં શણગારેલા 18 ગજરાજો મુખ્ય આકર્ષણ બનશે. તેમની સાથે ભારતીય સંસ્કૃતિ, ધાર્મિક પરંપરા અને વિવિધ સામાજિક સંદેશાઓને દર્શાવતા 101 થીમ આધારિત ટ્રકો પણ સામેલ થશે.રથયાત્રાના માર્ગ પર વિવિધ અખાડાઓ દ્વારા પરંપરાગત કસરત અને શૌર્ય પ્રદર્શન રજૂ કરવામાં આવશે. કુલ 30 અખાડાઓના સાધકો પોતાની કળાનું પ્રદર્શન કરશે. આ ઉપરાંત ભજન મંડળીઓ અને બેન્ડના તાલ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જશે.ભગવાન જગન્નાથજીના રથને ખેંચવાની સેવા માટે મોટી સંખ્યામાં ખલાસી ભાઈઓ જોડાશે. અંદાજે 1000થી 1200 ખલાસી ભાઈઓ રથ ખેંચવાની જવાબદારી સંભાળશે.

સુરક્ષા અને વ્યવસ્થાઓ પર વિશેષ ધ્યાન

લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડતા આ મહોત્સવને ધ્યાનમાં રાખીને પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક મેનેજમેન્ટ અને અન્ય જરૂરી આયોજન કરવામાં આવ્યા છે.અમદાવાદની જગન્નાથ રથયાત્રા માત્ર ધાર્મિક આસ્થા સાથે જ નહીં પરંતુ શહેરની પરંપરા, સંસ્કૃતિ અને એકતાનું પણ પ્રતીક બની રહી છે.


આ પણ વાંચો: અમદાવાદ રથયાત્રા 2026: CM ભૂપેન્દ્ર પટેલે સુરક્ષા તૈયારીઓની સમીક્ષા કરી

આ પણ વાંચો: અમદાવાદ રથયાત્રા પહેલાં સુરક્ષા કડક, 200થી વધુ શંકાસ્પદોની પૂછપરછ

આ પણ વાંચો: અમદાવાદના ચાંદખેડામાં દારૂના અડ્ડાનો વિરોધ કરનાર રહીશો પર બુટલેગરોનો હુમલો, મહિલાઓને પણ માર માર્યાનો આરોપ