Entertainment News/ ફુટબોલ વિશ્વકપ વચ્ચે અમિતાભ બચ્ચનની પોસ્ટ પર કેમ મચ્યો હોબાળો? યૂઝર્સે લગાવ્યો નસ્લવાદનો આરોપ

ફુટબોલ વિશ્વકપ 2026 વચ્ચે અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) ને ફ્રાન્સના ખેલાડીઓને લઈને કરેલી એક પોસ્ટથી વિવાદ સર્જાયો છે. સોશિયલ મીડિયા યુઝર્સ બિગ બી પર રંગભેદનો આરોપ લગાવી ટ્રોલ કરી રહ્યા છે.

Trending Entertainment
Amitabh bachchan

દુનિયાભરમાં હાલમાં ફુટબોલ વિશ્વકપ 2026નો જબરદસ્ત રોમાંચ જોવા મળી રહ્યો છે. ભારતમાં પણ આ મેગા સ્પોર્ટ્સ ઇવેન્ટને લઈને ભારે ક્રેઝ છે અને બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh bachchan) પણ આ મેચોનો ભરપૂર આનંદ માણી રહ્યા છે. જોકે, ફ્રાન્સની ફૂટબોલ ટીમ પર બિગ બીએ કરેલી એક સોશિયલ મીડિયા પોસ્ટને કારણે મોટો વિવાદ ઊભો થયો છે. આ વિવાદાસ્પદ નિવેદન બાદ નેટીઝન્સ તેમને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરી રહ્યા છે.

બિગ બીએ ફ્રાન્સની ટીમ અંગે શું લખ્યું?

શનિવારે રમાયેલા રાઉન્ડ ઓફ 16 ના રોમાંચક મુકાબલામાં ફ્રાન્સે પેરાગ્વેને 1-0 થી માત આપીને ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન પાકું કરી લીધું છે. આ શાનદાર જીત બાદ જ્યારે આખી દુનિયા કિલિયન એમ્બાપ્પે અને તેની ટીમની રમતની પ્રશંસા કરી રહી હતી, ત્યારે અમિતાભ બચ્ચને સોમવાર, 6 જુલાઈએ પોતાના ઓફિશિયલ ‘X’ (ટ્વિટર) એકાઉન્ટ પર એક અલગ જ અવલોકન શેર કર્યું. તેમણે લખ્યું, “હવે કહો. ફ્રાન્સ વિશ્વકપ 2026 ફુટબોલ ટીમ, ટીમમાં 11 ખેલાડી…..10 અશ્વેત… 1 શ્વેત? કાળા રંગની તાકાત.”

યુઝર્સે લગાવ્યો નસ્લવાદનો આરોપ

અમિતાભ બચ્ચનની આ પોસ્ટ સામે આવતાની સાથે જ લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે તેમના પર નસ્લવાદી (Racist) ટિપ્પણી કરવાનો આરોપ લગાવ્યો છે. એક ચાહકે નારાજગી વ્યક્ત કરતા કમેન્ટ કરી કે, “અમિત સર, મેદાન પર જ્યારે પરસેવો વહે છે ત્યારે તેનો કોઈ રંગ હોતો નથી, ત્યાં માત્ર જીતનો જ રંગ દેખાય છે.” મહાનાયક જેવી ગરિમા ધરાવતી વ્યક્તિ પાસેથી આવી ટિપ્પણીની આશા નહોતી તેમ કહીને લોકો પોતાનો રોષ ઠાલવી રહ્યા છે.

ક્વાર્ટર ફાઇનલમાં ફ્રાન્સ અને મોરક્કો વચ્ચે મહામુકાબલો

આ વિવાદો વચ્ચે ફ્રાન્સની ટીમ આગામી મહત્વની મેચ માટે સજ્જ થઈ રહી છે. ક્વાર્ટર ફાઇનલમાં હવે ફ્રાન્સનો સામનો મોરક્કોની મજબૂત ટીમ સામે થવાનો છે. આ હાઈ-વોલ્ટેજ મેચ 10 જુલાઈએ ભારતીય સમય અનુસાર મોડી રાત્રે 1:30 વાગ્યે રમાશે. ફ્રાન્સનો સ્ટાર ખેલાડી અને કેપ્ટન કિલિયન એમ્બાપ્પે હાલમાં પ્રચંડ ફોર્મમાં ચાલી રહ્યો છે અને ટૂર્નામેન્ટમાં 7 ગોલ કરી ચૂક્યો છે. આ સાથે જ ગોલ્ડન બૂટની રેસમાં તે લિઓનેલ મેસ્સી અને નોર્વેના દિગ્ગજ ખેલાડી હાલેન્ડ સાથે બરાબરી પર છે.


આ પણ વાંચો:FIFAના આ પ્રસ્તાવને વિશ્વના ફુટબોલરોએ નકાર્યો,હવે ફુટબોલ વર્લ્ડ કપ આટલા વર્ષે રમાશે

આ પણ વાંચો:માન્ચેસ્ટર યુનાઈટેડના સ્ટાર ફુટબોલર પોલ પોગ્બાએ હિજાબ મામલે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો વીડિયો

આ પણ વાંચો:ભારતીય ફુટબોલ ટીમે નેપાળને હરાવીને આઠમીવાર સૈફ કપ જીત્યું