ગંગટોક,
હાલમાં મુખ્યત્વે દેશના ઉત્તર અને પૂર્વ ભાગમાં મેઘરાજાએ માજા મૂકી છે, ત્યારે ઘણા રાજ્યો ભારે વરસાદના કારણે પુર જેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે.
આ રાજ્યોમાં ઉત્તરપ્રદેશ, હરિયાણાનું ગુરુગ્રામ હોય કે પૂર્વોત્તરના રાજ્યોમાં આસામ કે સિક્કિમ હોય, કે જ્યાં ભારે વરસાદના કારણે ઘણા બરી બ્રીજ વહી જવાની ઘટનાઓ સામે આવતી રહી છે, ત્યારે શુક્રવારે સિક્કિમના ગંગટોકમાં પત્તાની જેમ વહી ગયેલા એક પુલનો એક વીડિયો સામે આવ્યો છે.
#WATCH: A bridge collapses in Sikkim's Mangan following heavy rainfall in the area, earlier today. This bridge connects Mangan with Gangtok. pic.twitter.com/FUy6i6l8Vs
— ANI (@ANI) September 14, 2018
તમે વીડિયોમાં જોઈ શકો છો કે, આ પુલની ઈંટની ઈંટ પત્તાની જેમ માત્ર ગણતરીની સેકન્ડોમાં પાણીની ધારમાં કેવી રીતે વહી રહ્યો છે.
મળતી માહિતી મુજબ, આ પુલ સિક્કિમના મંગન અને ગંગટોકને જોડે છે.
