Not Set/ 27 સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવી રહ્યો છે વર્લ્ડ ટુરિઝમ ડે, શું છે તેનો ઈતિહાસ

સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ પર્યટન સંગઠનની શરૂઆત આજના દિવસે વર્ષ 1980માં કરવામાં આવી હતી. વર્ષ 1970માં સૌથી પહેલા વિશ્વ પર્યટન દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી.

Entertainment
વિશ્વ પર્યટન દિવસન

સખત વ્યસ્ત શિડયુઅલ અને ભાગમભાગી વાળી જિંદગીની વચ્ચે માત્ર બે ત્રણ દિવસની ટ્રીપ માનવીને ખુશ કરી દે છે અને એક નવી તાજગીનો અનુભવ કરાવે છે. 27 સપ્ટેમ્બરના રોજ દુનિયાભરમાં વિશ્વ પર્યટન દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણી કરવા હેઠળ પાછળનો મુખ્ય ઉદ્દેશ પર્યટન ક્ષેત્રમાં વધારો કરવાનો છે. સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ પર્યટન સંગઠનની શરૂઆત આજના દિવસે વર્ષ 1980માં કરવામાં આવી હતી. વર્ષ 1970માં સૌથી પહેલા વિશ્વ પર્યટન દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી.

ભારત સહિત દુનિયામાં અલગ અલગ લોકો વિશ્વના ખૂણે ખૂણે પ્રવાસ ખેડતા હોય છે અને દુનિયાને પોતાની આંખથી અલગ નજારો જોઇને ધન્યતા અનુભવતા હોય છે અને એ પળની પણ મજ્જા લેતા હોય છે.

વિશ્વ પર્યટન સંસ્થા દ્વારા વર્ષ 1970માં વિશ્વ પર્યટન દિવસની શરૂઆત કરવામાં આવી હતી. 27 સપ્ટેમ્બર,1970માં પહેલીવાર વિશ્વ પર્યટન દિવસ મનાવવામાં આવ્યો હતો અને ત્યારથી આજના દિવસને વિશ્વ પર્યટન દિવસ જાહેર કરી દેવામાં આવ્યો છે. UNWTOની 12મી મહાસભાએ ઈસ્તમબુલમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો કે, WTD (વર્લ્ડ ટુરિઝમ ડે) મનાવવા માટે એક સહયોગી રાખવામાં આવશે. અને ત્યારથી જ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દર વર્ષે આજના દિવસે કોઈ વસ્તુ અને થીમ પ્રમાણે કાર્યક્રમનું આયોજન કરતી હોય છે.

  • 2006- યુરોપ
  • 2007 – દક્ષિણ એશિયા
  • 2008- અમેરિકા
  • 2009 – આફ્રિકા
  • 2011 – મધ્ય પૂર્વી ક્ષેત્રના દેશોમાં મનાવવામાં આવ્યો.

દરવર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વ પર્યટન દિવસની થીમ બનાવવામાં આવી છે અને “સમાવેશી વિકાસ માટે પર્યટન” તે આ વર્ષની થીમ છે. આ થીમની મદદથી પર્યટન સાથે જોડાયેલા દરેક વ્યક્તિને મદદ મળી રહે તે અંગે પર્યટન સાથે સંકળાયેલા દરેક લોકોને શક્ય હોય તેટલી મદદ મળે તેવા પ્રયત્નો કરવામાં આઈ રહ્યા છે.