દુઃખદ/ પ્રખ્યાત સંગીતકાર શ્રવણનું મુંબઈમાં નિધન, આશિકી-સાજન-સડક ફિલ્મોમાં સંગીત દ્વારા મળી હતી ખ્યાતી 

નદીમ સાથે મળીને તેમણે 90 ના દાયકામાં ઘણી ફિલ્મોમાં સુંદર સંગીત આપ્યું. પરંતુ 1997 માં ગુલશન કુમારની હત્યા કેસમાં નામ આવ્યા બાદ નદીમ લંડન ભાગી ગયો હતો. અને પછી નિર્માતાઓએ આ જોડીથી અંતર બનાવી લીધું હતું. શ્રવણે પણ તેનો ભોગ બનવું પડ્યું. જે બાદ તેની કારકિર્દીની ખરી ઉંચાઈ પર તે કદાપી પહોચી શક્યા નાં હતા. 

Trending Entertainment
corona 8 પ્રખ્યાત સંગીતકાર શ્રવણનું મુંબઈમાં નિધન, આશિકી-સાજન-સડક ફિલ્મોમાં સંગીત દ્વારા મળી હતી ખ્યાતી 

90 ના દાયકાના સૌથી પ્રખ્યાત સંગીતકાર જોડી નદીમ-શ્રવણ માંથી શ્રવણ રાઠોડ નું આજે મુંબઈમાં અવસાન થયું.  અહીં એસ.એલ. રહેજા હોસ્પિટલમાં તેમની કોરોનાની સારવાર ચાલી રહી હતી.

નદીમ સાથે મળીને તેમણે 90 ના દાયકામાં ઘણી ફિલ્મોમાં સુંદર સંગીત આપ્યું. પરંતુ 1997 માં ગુલશન કુમારની હત્યા કેસમાં નામ આવ્યા બાદ નદીમ લંડન ભાગી ગયો હતો. અને પછી નિર્માતાઓએ આ જોડીથી અંતર બનાવી લીધું હતું. શ્રવણે પણ તેનો ભોગ બનવું પડ્યું. જે બાદ તેની કારકિર્દીની ખરી ઉંચાઈ પર તે કદાપી પહોચી શક્યા નાં હતા.

અનેક રોગોથી પીડિત હતા. 
શ્રાવણને કોરોના માટે સારવાર આપતા ડોક્ટરોએ કહ્યું હતું કે તે અન્ય ઘણી બીમારીઓથી પણ પીડાઈ રહ્યો હતો.  ત્યારબાદ તેના સ્વાસ્થ્ય અંગે ઘણી ચિંતા ઉભી થઈ હતી. ખૂબ ગંભીર પરિસ્થિતિઓને કારણે, તેની કોરોનાની સારવારમાં સમસ્યા આવી. આજે તેની તબિયત દિવસ દરમિયાન બગડી હતી, ત્યારબાદ તેમનું અવસાન થયું હતું.  શ્રવણનો જન્મ 13 નવેમ્બર 1954 માં થયો હતો.

આશિકીથી ખ્યાતિ મળી
1990 ના દાયકામાં નદીમ-શ્રવણ જોડીનું સંગીત બોલીવુડ પર પ્રભુત્વ ધરાવતું હતું.  નદીમ સૈફીએ તેના જોડીદાર શ્રવણ રાઠોડ સાથે મળીને ઘણી  ફિલ્મોમાં સંગીત આપ્યું છે. આશિકી ફિલ્મમાં તેના રોમેન્ટિક ગીતોની ધૂન અત્યંત લોકપ્રિય બની હતી. ગુલશન કુમારની હત્યા બાદ  આ જોડી તૂટી ગઈ.

પ્રખ્યાત મૂવીઝ
નદીમ-શ્રવણની  જોડીએ ‘આશિકી’, ‘સાજન’, ‘સડક’, ‘દિલ હૈ કી માનતા નહીં’, ‘સાથી’, ‘દીવાના’, ‘ફૂલ ઓર કાંટે ‘, ‘રાજા હિન્દુસ્તાની’, ‘જાન’ તેરે નામ,  ‘રંગ’, ‘રાજા’, ‘ધડક’, ‘પરદેસ’, ‘દિલવાલે’, ‘રાજ’ જેવી ફિલ્મોમાં સંગીત આપીને ચાહકોને દિવાના બનાવ્યા હતા. આજે પણ આ જોડીના ગીતો લોકોને ગમી રહ્યા છે.