Not Set/ કેમ ‘કસાબ બ્રિજ’ તરીકે ઓળખાય છે CST ફૂટઓવર બ્રીજ,અહીં જાણો

મુંબઇ, મુંબઇના છત્રપતિ શિવાજી ટર્મિનસના નજીક ફુટ ઓવરબ્રીજ અકસ્માતમાં 6 લોકોના મોત થઇ ચુક્યા છે અને 30 થી વધુ લોકો ઘાયલ થયા છે. 26/11 થયેલ આતંકી હુમલાના સમયે આ ફુટ ઓવરબ્રીજ ચર્ચામાં આવ્યો હતો. ત્યારે આ બ્રીજનો ઉપયોગ આતંકી અજમલ આમીર કસાબ અને ઈસ્માઈલ ખાનને કર્યો હતો. મુંબઈ હુમલા પછી કેટલાક લોકો આ બ્રીજને ‘કસાબ […]

Top Stories India Trending
ppl 7 કેમ 'કસાબ બ્રિજ' તરીકે ઓળખાય છે CST ફૂટઓવર બ્રીજ,અહીં જાણો

મુંબઇ,

મુંબઇના છત્રપતિ શિવાજી ટર્મિનસના નજીક ફુટ ઓવરબ્રીજ અકસ્માતમાં 6 લોકોના મોત થઇ ચુક્યા છે અને 30 થી વધુ લોકો ઘાયલ થયા છે. 26/11 થયેલ આતંકી હુમલાના સમયે આ ફુટ ઓવરબ્રીજ ચર્ચામાં આવ્યો હતો. ત્યારે આ બ્રીજનો ઉપયોગ આતંકી અજમલ આમીર કસાબ અને ઈસ્માઈલ ખાનને કર્યો હતો. મુંબઈ હુમલા પછી કેટલાક લોકો આ બ્રીજને ‘કસાબ બ્રીજ’ પણ કહેવા લાગ્યા હતા.

26 નવેમ્બરે 2008માં આ જ બ્રીજથી થઈને બંને આતંકીઓ સીએસટી ટર્મિનસના પેસેન્જર હોલમાં એન્ટર થયા હતા અને ત્યાં પર અંધાધૂધ ફાયરિંગ કર્યું હતું. આ ઉપરાંત તેમણે ભીડ પર ગ્રેનેડ પણ ફેક્યા હતા. જેમાં 58 લોકો માર્યા ગયા અને 104 અન્ય લોકો ઘાયલ થયા હતા. અજમલ કસાબ જ્યારે આ ફૂટ ઓવરબ્રીજનો ઉપયોગ કરતો હતો, ત્યારે મુંબઈના ફોટો પત્રકાર સેબેસ્ટિયન ડિસુજાએ તેનો ફોટો ખેંચ્યો હતો, જે પછી તેને સજા અપાવવામાં મદદરૂપ સાબિત થયો હતો.ગઈકાલે થયેલા આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા અને 30 લોકો ઘાયલ થયા. સાક્ષીઓએ જણાવ્યું હતું કે ઓવરબ્રિજનો ઉપયોગ ચાલતા લોકો દ્રારા કરવામાં આવતો હતો અનેે હાલ તેનું સ્માર કામ ચાલી રહ્યું હતું.

ppl 6 કેમ 'કસાબ બ્રિજ' તરીકે ઓળખાય છે CST ફૂટઓવર બ્રીજ,અહીં જાણો
ફાઈલ ફોટો

પીએમ મોદી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવન્દ્ર ફડણવીસ પણ ફુટ ઓવર બ્રીજ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકો પ્રતિ સંવેદના વ્યક્ત કરી. પીએમ મોદીએ ટ્વિટ કર્યું, ‘મુંબઈમાં ફૂટઓવર બ્રીજ અકસ્માતમાં લોકોના જીવ જવાથી ભારે દુઃખ થયું છે. મારી સંવેદનાઓ અને શૉક કુટુંબીઓ સાથે છે. ઘાયલોની જલ્દી જ  સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.

તો, દેવન્દ્ર ફડણવીસે કહ્યું, ‘મુંબઈમાં ટીઓઆઇ બિલ્ડિંગની પાસે ફુટઓવર અકસ્માતની સમાચાર સાંભળીને દુખી છું. બીએમસી કમિશન્સર અને મુંબઈ પોલીસ અધિકારીઓએ વાત કરી હતી અને તેમને રેલ મંત્રાલયના અધિકારીઓ સાથે મળીને ઝડપી રાહત કાર્ય ચલાવવાનું નિર્દેશ આપવામાં આવ્યું હતું. ‘