karnataka news/ નેહાના હત્યારાના પિતાએ રડતા રડતા કહ્યું સખત સજા મળવી જોઈએ

કર્ણાટકમાં નેહા હિરેમઠની હત્યાના મામલામાં રાજકારણ ગરમાયું

Top Stories India
Beginners guide to 2024 04 21T173332.405 નેહાના હત્યારાના પિતાએ રડતા રડતા કહ્યું સખત સજા મળવી જોઈએ

Karnataka News : કર્ણાટકના હુબલી જીલ્લામાં નેગા હિરેમઠ મર્ડર કેસમાં એક તરફ લોકો ગુનેગાર ફૈયાઢને સખત સજાની માંગમી કરે છે તો બીજીતરફ રાજકારણ પણ ગરમાયું છે. સત્તારૂઢ કોંગ્રેસ વિરૂધ્ધ વિપક્ષ ભાજપે જોરદાર હૂમલો કર્યો છે. બીજીતરફ હત્યારા ફૈયાઢના પિતાએ નેહાના પરિવારજનોની માફી માંગતાપોતાના પુત્રને વધુમાં વધુ સજા મેળે તેવી માંગણી કરી છે.

23 વર્ષીય ફૈયાઝ કોંડીકોપ્પાના પિતાબાબા સાહેબ સુબાની સ્કૂલ ટીટર છે. તેમણે કહ્યું કે આ જધન્ય હત્યાકાંડ બાબતે તેમને ગુરૂવારે સાઝે ખબર પડી હતી. આ બનાવથી તેઓ તૂટૂ ગયા છે અને દિકરીના હરકતથી ખૂબ હેરાન થઈ ગયા છે.

તેમણે આંખમાં આંસુ સાથે કહ્યું કે તેને (ફૈયાઝ) એવી સજા આપવી જોઈએ કે ભવિષ્યમાં કોઈ આવી હિંમત ન કરી શકે. હું હાથ જોડીને નેહાના પરિવાર પાસે માફી માંગુ છું. તે મારી દિકરી જેવી હતી.

બાબા સુબાનીએ કહ્યું કે તે અને તેમની પત્ની છેલ્લા છ વર્ષથી જુદા રહે છે. ફૈયાઝ તેની માતા સાથે રહેતો હતો. તેને જ્યારે પણ પૈસાની જરૂર પડતી હતી ત્યારે તે તેમની પાસેથી માંગી લેતો હતો. તેમણે છેલ્લે પોતાના દિકરા સાથે લગભગ ત્રણ મહિના પહેલા વાત કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે અંદાજે 8 મહિના પહેલા નેહા હિરેમઠના પરિવારજનોએ તેમને ફોન કરીને જણાવ્યું હતું કે તેમનો દિકરો તેમની દિકરીને પરેશાન કરી રહ્યો છે. ફૈયાઝ અને નેહા એકબીજાને પ્રેમ કરતા હતા અને રિલેશનશીપમાં હતા.

તમણે હાથ જોડીને કહ્યું રડતા રડતા કહ્યું કે ફૈયાઝે મને કહ્યું હતું કે તે નેહા સાથે લગ્ન કરવા માંગતો હતો. પરંતુ મેં હાથ જોડીને ઈન્કાર કરી દીધો હતો. હું કર્ણાટકના લોકોને મને માફ કરવાનો અનુરોધ કરૂ છું. મારા દિકરાએ ખોટું કર્યું છે. તેને દેશના કાનૂન દ્વારા દંડ આપવો જોઈએ. દું તેનું સમર્થન કરૂ છું.

ફૈયાઝના હોમટાઉન મુનવલ્લીના લોકો મને માફ કરે. તમે મને મોટો કર્યો છે. કૃપા કરીને મને માફ કરો. તેમણે દિકરાની નિંદા કરતા કહ્યું કે કોઈ પણ કોઈ પણ મહિલા સાથે આવો અત્યાચાર ન કરવો જોઈએ. પિડીત પરિવારની માંગણી છે કે આરોપીને ફાંસી આપવામાં આવે. ત્યારે જ તેમની દિકરીના આત્માને શાંતિ મળશે. નેહાના પિતા નિરંદન હિરેમઠે કહ્યું કે તેમની દિકરી ફૈયાઝ સાથે રીલેશનશીપમાં ન હતી.તેણે તેને પ્રપોઝ કર્યું હતું, પરંતુ જ્યારે નેહાએ ઈન્કાર કરી દીધો તો ગુસ્સામાં ફૈયાઝે તેને ચાકૂ મારી દીધું.

એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ ફૈયાઝે નેહા પર ચાકૂના અનેક વાર કર્યા હતા. પુછપરછમાં તેણે દાવો કર્યો હતો કે તે નેહા સાથે સંબંધમાં હતો. પરંતુ નેહા કેટલાક સમયથી તેનાથી દુંર જઈ રહી હતી. તેને કારણે તે પરેશાન રહેતો હતો. તેની પુષ્ટિ અને સત્યતા જાણવાની જરૂર છે. જોકે તાત્કાલિક તેની ધરપકડ કરવામાં આવી હતી. બીજીતરફ આરોપીની માતાએ લવ જેહાદનો ઈન્કાર કર્યો હતો. તેમનું કહેવું છે કે નેહા અને ફૈયાઝ એકબીજાને પ્રેમ કરતા હતા.

ફૈયાઝની માતા મુમતાઝે કહ્યું કે તે તેમના દિકરા તરફથી કર્ણાયકના તમામ લોક પાસે માફી માંગુ છું. હું યુવતીના માતાપિતાની પણ માફી માંગુ છું. તે મારી દિકરી જેવી હતી. મારા જિકરાએ જે કર્યું તે ખોટું છે.તેના માટે તેને સજા મળવી જોઈએ. તેણે અમારૂ માથુ શરમથી ઝુકાવી દીધું છે. વધુમાં તેમમે કહ્યું કે નેહા અને ફૈયાઝ ફક્ત સારા મિત્રો હતા. જોકે એકબીજાને પ્રેમ પણ કરતા હતા. આ વાત મને છેલ્લા એક વર્ષથી ખબર હતી. આ એકતરફી પ્રેમ ન હતો. ફૈયાઝ તેની સાતે લગ્ન કરવા તૈયાર હતો. જોકે મે તેને કહ્યું હતું કે તુ તારા કેરિયર પર ધ્યાન આપ. તે ભણવામાં ખૂબ હોંશિયાર હતો. નેહા પણ સમજદાર હતી. હું ઈચ્છતી હતી કે બન્ને આઈએએસની તૈયારી કરે. જોકે તેમે અમારૂ માથું શરમથી ઝુકાવી દીધું છે.

18 એપ્રિલના રોજ સાંજે પોણા પાંચ વાગ્યે એમસીએની વિદ્યાર્થીની નેહા હિરેમઠ પોતાની પરીક્ષા માટે પહેલીવાર કોલેજ આવી હતી. તેણે પરીક્ષા આપી હતી અને બહાર નીકળીને ફોન પર તેની માતા સાથે વાત પણ કરી હતી. જોકે ફોન મુક્યા બાદ પાંચ મિનીટની અંદર એવું થયું કે હુબલી જ નહી સમગ્ર કર્ણાટક હચમચી ગયું.

આ ઘટના કોલેજના સીસીટીવીમાં કેમેરામાં કેદ થઈ ગઈ હતી. નેહા એક્ઝામ સેન્ચટરથી બહાર આવી ત્યારે એક યુવક તેની સામે આવે છે અને તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરે છે. જોકે શાયદ નેહા વાત કરવા તૈયાર ન હતી. તે પાછળ હટી રહી હતી. જોકે આ અસમંજસ અને ઈન્કાર વચ્ચે યુવકે તેના ગજવામાંથી ચાકૂ કાઢ્યું હતું અને નેહા પર તૂટી પડ્યો હતો. એક તો 24 વર્ષની દુબલી પાતળી નેહા અને હાલમાં જ ટાઈફોડમાંથી ઉભી થયેલી નેહાની કમજોરીએ તેને સંભાળી શકે તેવો મોકો જ ન આપ્યો.

નેહા જમીન પર પડતા જ હુમલાખોરે તેના ગળા પર ચાકૂના તાબડતોડ વાર શરૂ કર્યા. નેહા જેટલો બચવાનો પ્રયા કરતી હતી આરોપી એટલા જ વાર કરતો હતો. તેણે નેહા પર ચાકૂથી અંદાજે સાતથી આઠ વાર કર્યા. જોકે ત્યાં હાજર અન્ય વિદ્યાર્થીઓ કંઈ રિએક્ટ કરે તે પહેલા આરોપી ત્યાંતી ભાગી ગયો. જોકે કોલેજના કેટલાક યુવકોએ તેનો પીછો કરીને તેને ઝડપી લીધો અને પોલીસને સોંપી દીધો. આ હુમલાખોર નેહા સાથે બીસીએમાં ક્લાસમેટ રહેલો ફૈયાઝ કોંડીકોપ્પા હતો.

બીજીતરફ નેહાને હોસ્પિટલ લઈ જવાતી હતી ત્યારે રસ્તામાં જ તેનું મોત નીપજ્યુ.

નેહાના પિતા નિરંજન હિરેમઠ હુબલી થારવાડ નગર નિગમમાં કોંગ્રેસના કોર્પોરેટર છે. તે તેમના વિસ્તારમાં એક્ટિવ છે. ફૈયાઝ તેમની દિકરીને છેલ્લા ઘણા સમયથી પરેશાન કરી રહ્યો હતો. તે નેહા સાથે દોસ્તી કરવા માંગતો હતો પણ નેહા તૈયાર ન હતી.તેણે સ્પષ્ટ ના કહી દીધી હતી. પાંચ છ મહિના પહેલા નેહાના ઘરવાળાઓએ ફૈયાઝને નેહાથી દૂર રહેવાની ચેતવણી પણ આપી હતી. તેમની દિકરીને તે મુકવા અને છોડવા પણ તે જાતે જતા હતા. પણ તેમને ક્યાં ખબર હતી કે ફૈયાઝ તેમની દિકરી પર કોલેજમાં જ હૂમલો કરી દેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:‘4 સેકન્ડમાં 4ના મોત’, દીવાલ ધરાશાઈ થતાં સર્જાઈ દુર્ઘટના

આ પણ વાંચો:રાજસ્થાનના ઝાલાવાડમાં ગમખ્વાર અકસ્માત, ઘટનાસ્થળે 9 લોકોના મોત

આ પણ વાંચો:‘કેજરીવાલને જેલમાં સ્લો પોઈઝન આપવામાં આવી રહ્યું છે’, AAPએ કહ્યું, CMને જીવનું જોખમ છે

આ પણ વાંચો:બિહારના મુખ્યમંત્રી નિતીશ કુમારનો લાલુ પરિવાર પર આકરો કટાક્ષ