Bihar News : બિહારના મુખ્યમંત્રી નિતીશ કુમારે પૂર્ણીયાના બનમનખીમાં એનડીએ ઉમેદવાર માટે પ્રચાર કરતા લાલુ પરિવાર પર અપ્રત્યક્ષ રૂપે કટાક્ષ કર્યો હતો. તેમની વિવાદિત ટિપ્પણીથી વિપક્ષ મારાજ થઈ ગયો હતો.
નિતીશ કુમારે ચૂંટણી પ્રચાર દરમિયાન ભાઈ-ભત્રીજાવાદ અને ભ્રષ્ટાચારના આધાર પર લાલુ પરિવાર પર જોરદાર હુલો કર્યો હતો. તેમણે શનિવારે કહ્યું કે ભ્રષ્ટાચારના મામલાને કારણે તેમને (લાલુ પ્રસાદ યાદવ)ને ગાડી છોડવી પડી, ત્યારબાદ તેમણે પોતાની પત્નીને મુખ્યમંત્રી બનાવી.
હવે તેમના બાળકોને આગળ કરી રહ્યા છે. નિતીશે કહ્યું કે તેમણે કેટલાય બાળકો પેદા કર્યા છે, શું કોઈને આટલા બાળ-બચ્ચા પેદા કરવાની જરૂર છે ? લાલુ પરિવાર પર પોતાનો હુમલો ચાલુ રાખતા નિતીશે કહ્યું કે તેમની બે દિકરી અને બે દિકરા પહેલેથી જ સક્રિય રાજકારણમાં છે. તે વાસ્તવમાં શું કરે છે ? તે પોતાની સનસનાટીભરી ટિપ્પણીઓથી વાહ વાહ મેળવતા રહ્યા હતા.
નિતીશના રસ્તે જદયુ પ્રવક્તા પરિમલ કુમારે ભાઈ-ભત્રીજાવાદ અને ભ્રષ્ટાચાર માટે રાજદની આલોચના કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે બન્ને બુરાઈઓ રાજદની પર્યાય બની ગઈ છે. તેમણે કહ્યું કે રાજદ ભારતીય લોકતંત્ર માટે સ્પષ્ટ ખતરો છે.
પૂર્વ મંત્રી અને સારણ સાંસદ રાજીવ પ્રતાપ રૂડીએ દાવો કર્યો કે મહાગઠબંધનના ઉમેદવાર મુખૌટા સિવાય કંઈ નથી. તેમણે કહ્યું કે અસલી લડાઈ તો લાલુ પ્રસાદ યાદવથી છે. લાલુ પાસે ઉમેદવારોની કમીને કારણે આમ ચુનાવમાં તેમને પોતાના પરિવારના સભ્યોને મેદાનમાં ઉતારવા પડે છે.
આ મામલે મીસા ભારતીએ કહ્યું કે સમજમાં નથી આવતું કે શું બોલું તેની પર. બિહારની જનતા સમજશે. બિહાર પ્રદેશના મુખ્યમંત્રી સું કહેવા ઈચ્છે છે. જ્યારે અમારી સાથે હતા ત્યારે તેમને નહોતી ખબર. હવે મોદીજીએ બંધ કરી દીધું છે તો ચાચાજીએ પરિવારવાદ પર બોલવાનું શરૂ કર્યું છે.
આ ગે રાજદના પ્રવક્તા એજાજ અહેમદે લાલુ પરિવાર પર કરાયેલી ટિપ્પણી સંદર્ભે નિતીશ કુમારની આલોચના કરી હતી. તેમણે કહ્યું કે નિતીશનું નિવેદન અશોભનીય છે.
કોંગ્રેસના પ્રવક્તા તજ્ઞાન રંજને દાવો કર્યો હતો કે લાલુ પરિવાર પર નિતીશની વ્યક્તિગત ટિપ્પણી સ્પષ્ટ કરે છે કે નિતીશ પાસે રાજ્યના વર્તમાન અને ભવિષ્ય સંદર્ભે પોતાના દ્રષ્ટિકોણ બાબતે બોલવા માટે કશું નથી. તેમણે કહ્યું કે નિતીશે જમીની સ્તર પર આકર્ષણ ખોઈ દીધું છે અને હવે તે બાંડ બિહારના રાદજૂત નથી.
આ પણ વાંચો:પૂર્વમાં ટીડીઓના મેળાપીપણામાં ગેરકાયદે બાંધકામોનો રાફડો
આ પણ વાંચો:બેંક મેનેજરે બેંક સાથે કરી છેતરપિંડી, 15 કરોડનો દંડ અને સાત વર્ષની કેદ
આ પણ વાંચો:ક્રાઇમ કેપિટલ સુરતમાં ઓનલાઇન ટાસ્કના નામે 12 લાખનો ફ્રોડ