Accident/ રાજસ્થાનના ઝાલાવાડમાં ગમખ્વાર અકસ્માત, ઘટનાસ્થળે 9 લોકોના મોત

ઝાલાવાડમાં નેશનલ હાઈવે (NH 52) પર અકલેરા નજીક પહોંચ્યા ત્યારે આ ભયાનક અકસ્માત થયો………….

India Top Stories
Image 58 રાજસ્થાનના ઝાલાવાડમાં ગમખ્વાર અકસ્માત, ઘટનાસ્થળે 9 લોકોના મોત

Rajasthan: રાજસ્થાનના ઝાલાવાડમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. વાન અને ટ્રક વચ્ચે ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો. જેમાં 9 લોકોએ જીવ ગુમાવ્યા છે. અકસ્માત બાદ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. અકસ્માતની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ઘટનાની માહિતી મેળવી હતી. પોલીસનું કહેવું છે કે અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકો મધ્યપ્રદેશથી આવી રહ્યા હતા. હાલ મૃતદેહોને કબ્જે કરીને પોસ્ટમોર્ટમમાં રાખવામાં આવ્યા છે. આ ઘટના અંગે મૃતકના પરિવારજનોને જાણ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ એસપી રિચા તોમરે જણાવ્યું કે આ દુખદ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ છે. અહીં પૂરઝડપે મારુતિ વાન અને ટ્રક-ટ્રોલી વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે અકસ્માતનો ભોગ બનેલા લોકો મધ્યપ્રદેશથી લગ્ન સમારોહમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા. જ્યારે આ લોકો ઝાલાવાડમાં નેશનલ હાઈવે (NH 52) પર અકલેરા નજીક પહોંચ્યા ત્યારે આ ભયાનક અકસ્માત થયો.

शादी समारोह से लौट रही वैन की ट्रक से भीषण टक्कर, राजस्थान में 9 लोगों की मौत

વાન અને ટ્રક-ટ્રોલી વચ્ચે અથડાયા બાદ કારના ભુક્કા થઈ ગયા હતા. અકસ્માતની તસવીરો પરથી અંદાજ લગાવી શકાય છે કે ઘટના કેટલી ભયાનક હતી. જ્યારે આસપાસના લોકોએ તેને જોયો ત્યારે તેઓ તાત્કાલિક મદદ માટે સ્થળ પર દોડી આવ્યા હતા અને સ્થાનિક પોલીસને જાણ કરી હતી. પીડિતોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ત્યાં સુધીમાં તેઓ મૃત્યુ પામ્યા હતા. અકલેરા પોલીસ આ મામલે વધુ કાર્યવાહી કરી રહી છે. આ ઘટના અંગે મૃતકના પરિવારજનોને જાણ કરવામાં આવી છે. પરિવારજનો ઘટનાસ્થળે પહોંચ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:‘પ્રસાર’ ભારતી નહીં, ‘પ્રચાર’ ભારતી થઈ ગયું છે, વિપક્ષ ભડક્યું DDના નવા ફેરફારથી

આ પણ વાંચો:મતદાનના દિવસે તમારો જન્મદિવસ આવ્યો તો તમને સરપ્રાઈઝ ગિફ્ટ મળશે!

આ પણ વાંચો:EDનો આક્ષેપ ‘તબીબી આધાર પર જેલમાંથી છૂટવા કેજરીવાલ ખાઈ રહ્યા છે કેરી અને મીઠાઈ’

આ પણ વાંચો:અશ્લીલ સામગ્રીમાં બાળકોનો ઉપયોગ કરવો એ ગુનો અને ગંભીર ચિંતાનો વિષય