Loksabha Election 2024/ સુરતમાં હાઇ વોલ્ટેજ ડ્રામા, કોંગ્રસ સ્તબ્ધ, કુંભાણીનું ફોર્મ રદ

સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ઉમેદવારીપત્રકનો મામલો રંગ પકડી રહ્યો છે. તેના ત્રણ ટેકેદારો ગાયબ છે. નિલેશ કુંભાણીએ ગાયબ ટેકેદારોના મામલે હાઇકોર્ટમાં હેબિયસ કોર્પસ કરી છે અને તેની સાથે કલેક્ટરમાં ઉમેદવારીપત્ર રદ કરવાના વિરોધમાં ત્રણ અરજી આપી છે.

Top Stories Gujarat Surat Trending Breaking News
Beginners guide to 2024 04 21T115656.932 સુરતમાં હાઇ વોલ્ટેજ ડ્રામા, કોંગ્રસ સ્તબ્ધ, કુંભાણીનું ફોર્મ રદ

સુરતઃ સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલશ કુંભાણીુંના હાઇવોલ્ટેજ ડ્રામા પછી તેમનું ફોર્મ રદ થઈ ગયું છે. આના પગલે કોંગ્રેસ સ્તબ્ધ થઈ ગઈ છે. તેની સાથે હાઇકોર્ટ સહિતના વિકલ્પો ચકાસી રહી છે.  કોંગ્રેસના આંતરિક સૂત્રોનું કહેવું છે કે નિલેેશ કુંભાણીને પરિવારવાદ નડી ગયો છે. ફક્ત નિલેશ કુંભાણી જ નહી કોંગ્રેસના ડમી ઉમેદવારનું ફોર્મ પણ રદ થવાની પૂરેપૂરી શક્યતા હોવાનું સૂત્રએ જણાવ્યું છે. સુરતની કલેક્ટર કચેરીમાં ભાજપ અને કોંગ્રેસ બંનેની રજૂઆત કલેક્ટર કચેરીએ સંભાળી લીધી છે. આશ્ચર્યની વાત તો એ છે કે સુરતના ઉમેદવાર નિલેશ કુંભાણી સામે શંકા કોંગ્રેસના જ નેતા અસલમ સાઇકલવાલાએ વ્યક્ત કરી છે. તેમણે રીતસર હાથ ખંખેરતા હોય તેમ જણાવ્યું હતું કે કુંભાણીએ ટેકેદારોને રાખવામાં તેમનો પાવર વાપર્યો હતો. તેમણે ટેકેદારોમાં તેમના જ સંબંધી રાખ્યા હતા. કોંગ્રેસના કાર્યકરોને ત્યાં કોઈ સ્થાન ન હતુ. તેથી હવે જે પણ થાય તેની જવાબદારી નિલેશ કુંભાણીની જ રહેશે. આમ કોંગ્રેસમાં પણ આ મુદ્દે જે પણ થાય તેની જવાબદારી નિલેશ કુંભાણી પર ઢોળવાનો તખ્તો ગોઠવાઈ ગયો છે.

કુંભાણી ટેકેદારોને હાજર રાખવામાં નિષ્ફળ જતાં ચૂંટણી અધિકારીએ તેમનું ફોર્મ રદ કરી દીધું હતું. કલેક્ટરે તેમને ટેકેદારોને ગાયબ કરી દેવામાં આવ્યાની વાતને સ્વીકારી ન હતી. હવે નિલેશ કુંભાણી અને તેમના સમર્થકોનું નીચાજોણું થયું છે. તેની સાથે કોંગ્રેસના કુંભાણીના સમર્થકોના કેમ્પમાં પણ સોંપો પાડી દેવાયો છે. જ્યારે કુંભાણીને ટિકિટ આપવાનો વિરોધ કરનારા કોંગ્રેસના કાર્યકરો ગેલમાં આવી ગયા છે. તેઓનું કહેવું હતું કે તેઓ પહેલેથી જ કહેતા હતા કે કુંભાણીને ટિકિટ ન આપવી જોઈએ. કમસેકમ લોકસભા ટિકિટ માટે તે દાવેદાર નથી.

સુંરતમાં નિલેશ કુંભાણીના ટેકેદારો ગાયબ થવા અંગે તેમના એડવોકેટ બાબુભાઈ માંગુકિયાએ પત્રકાર પરિષદ ભરીને જણાવ્યું હતું કે ફોર્મમાં સિગ્નેચરની તપાસ તો થવી જ જોઈએ,પરંતુ એફિડેવિટ કરનારની પણ તપાસ થવી જોઈએ. આ સિવાય આ એફિડેવિટ શા માટે છેલ્લી ઘડીએ કરવામાં આવી તે પણ જોવું જોઈએ. અમારા ચાર ટેકેદારોનું અપહરણ થયું છે. તે મળે નહીં ત્યાં સુધી કોઈ ચુકાદો ન આપવો જોઈએ. હેન્ડ રાઇટિંગને એફએસએલમાં મોકલી આપવા જોઈએ અને સહી સાચી છે કે ખોટી તેની તપાસ કરવી જોઈએ. તેઓએ જણાવ્યું છે કે ટેકેદારની સહી ખોટી છે. તેઓએ જણાવ્યું હતું કે ટેકેદારોનું ભાજપ દ્વારા અપહરણ કરાયું છે. વિડીયો ફૂટેજ કરીને તપાસ કરવામાં આવે. પોલીસને અરજી આપી તેમા કોઈ કાર્યવાહી થઈ નથી.

સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ઉમેદવારીપત્રકનો મામલો રંગ પકડી રહ્યો છે. તેના ત્રણ ટેકેદારો ગાયબ છે. નિલેશ કુંભાણીએ ગાયબ ટેકેદારોના મામલે હાઇકોર્ટમાં હેબિયસ કોર્પસ કરી છે અને તેની સાથે કલેક્ટરમાં ઉમેદવારીપત્ર રદ કરવાના વિરોધમાં ત્રણ અરજી આપી છે. તેની સુનાવણી આવતીકાલે સવારે નવ વાગ્યે કલેક્ટર સામે થશે. કોંગ્રેસના ડમી ઉમેદવારનો ટેકેદાર પણ ગાયબ છે. નિલેશ કુંભાણીએ સ્પષ્ટ જણાવ્યું છે કે અમારા ટેકેદારોને ઉઠાવીને ગાયબ કરી દેવાય છે. જો તેમની સહી ન હોય તો તે બધાની સામે આવીને કહે, પણ તે નથી. પણ અમે તેઓની સાથે ટૂંક સમયમાં સંપર્ક સ્થાપિત કરીશું તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

સુરતના કોંગ્રેસના ઉમેદવાર નિલેષ કુંભાણીના ફોર્મ સંદર્ભે ભાજપ તરફથી વાંધો ઉઠાવાયો છે. કુંભાણીના ત્રણ ટેકેદારોએ એફિડેવિટ કરીને અમારી સહી નથી, એમ કહ્યું હતું. જેને પગલે ભાજપના ઉમેદવારના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ વાંધો ઉઠાવ્યો હતો. જેને કારણે નિલેશ કુંભાણીના ફોર્મ સામે સવાલ ઉભો થયો છે.

આ બાબતે નૈષધ દેસાઈએ કહ્યું હતું કે નિલેશ કુંભાણીના ફોર્મ રદ્ થવા સંદર્ભે કોંગ્રેસને મૌખિક જાણ કરરવામાં આવી છે.  હવે તેઓ હાઈકોર્ટમાં તાત્કાલિક સુનાવણી માટે પિટીશન દાખલ કરશે. બીજીતરફ નિલેશ કુંભાણીનું કહેવું છે કે ઉમેદવારનું ફોર્મ રદ્દ થવાની જાહેરાત આજે નહી થાય.

નિલેષ કુંભાણીનું કહેવું છે કે તેમના ત્રણ ટેકેદારો જગદીશ નાનજીભાઈ સાવલીયા, ધ્રુવિન ધીરૂભાઈ ધામેલિયા અને રમેશભાઈ બાવચંદભાઈ પોલરાના અપહરણ થયા છે. રાત સુધીમાં તેમનો સંપર્ક થઈ જશે અને તેમને કલેક્ટર કચેરીએ તેમને હાજર કરીશું.

કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા નૈષધ દેસાઈએ કહ્યું હતું કે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ત્રણ ટેકેદારોનું કહેવું છે કે આ અમારી સહી નથી. તે સિવાય ડમી ઉમેદવારે ભરેલા ફોર્મમાં પણ એક ટેકેદારનુ કહેવું છે કે આ અમારી સહી નથી. અમે હાઈકોર્ટમાં અપીલ કરીશું. હાઈકોર્ટ તાત્કાલિક સુનાવણી કરે અને રાત સુધીમાં ર્આડર આપે તેની પ્રાથના. નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ થયાની મૌખિક સુચના મળી છે, લેખિત મળ્યું નથી.

સુરતના ભાજપના ઉમેદવારના ચૂંટણી એજન્ટ અને પૂર્વ ડેપ્યુટી મેયર દિનેશ જોધાણીએ આ અંગે ઈલેક્શન કમિશનમાં ફરિયાદ કરી છે. કુંભાણીના ડમી ઉમેદવાર સુરેશભાઈ પડસાળાએ ફોર્મ ભર્યું છે અને જો કુંભાણીનું ફોર્મ રદ્દ થાય તો ડમી ઉમેદવાર સુરત બેઠક પરથી કોંગ્રેસ તરફથી લડી શકે છે. સુરત બેઠક પરથી કુલ 24 ફોર્મ ભરાયા છે. તેમાં ભાજપ, કોગ્રેસ સાથે બહુજન સમાજ પાર્ટી, સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી, અખિલ ભારત હિન્દુ મહાસભા, ગ્લોબલ રિપબ્લિકન પાર્ટી, લોગ પાર્ટી, બહુજન રિપબ્લિકન સોશિયલિસ્ટ પાર્ટી તથા ચાર અપક્ષમાંથી ફોર્મ ભરાયા છે.

કોંગ્રેસે આ વખતે મૂળ સૌરા।ટ્રના અમરેલીના નિલેશ કુંભાણી પર પસંદગી ઉતારી છે. બાંધકામ વ્યવસાય સાથે સંકલાયેલા કુંભાણી કોંગ્રેસમાં અજાત શત્રુ ગણાય છે. તેમછતા તેમની ટિકીટ કાપવા માટે કેટલાક લોકોએ પ્રયાસ કર્યા હતા. કુંભાણી જૂના અને કસાયેલા કોંગ્રેસી છે. પાટીદાર આંદોલનમાં તે ખૂબ સક્રિય હતા. તે સિવાય 2015 થી 2020 સુધીના સમયગાળા દરમિયાન ભાજપના કોર્પોરેટરોના ઉમેદવારોને હરાવી કોંગ્રેસમાંથી કોર્પોરેટર બન્યા હતા. વિધાનસભાની ચૂંટણીમાં કામરેજ બેઠક પરથી તેમનો પરાજય થયો હતો. જોકે સુરતના વરાછા અને કતારગામ વિસ્તારમાં તું નામ જાણીતું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઓરેવા ફરીથી સાણસામાંઃ ગુજરાત હાઇકોર્ટે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટિસ ફટકારી

આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન જ સાબરમતીને કરે છે ગંદી, પછી બીજાની ક્યાં વાત કરવી

આ પણ વાંચો: પાલનપુરમાં 17 લાખ રૂપિયાનું 2,700 કિલો બનાવટી ઘી પકડાયું

આ પણ વાંચો:રાજકોટમાં 13 વર્ષના બાળકનું ક્રિકેટ રમતા-રમતા મોત