રક્ષક-ભક્ષક/ ‘પહેલા તું મને મસાજ આપ, પછી તારો પ્રોબ્લેમ કહે’ એક પોલીસ અધિકારીના શબ્દો : જાણો શું છે આખો મામલો

બિહાર સહરસામાં એક ઈન્સ્પેક્ટર પોલીસ સ્ટેશનમાં બોડી-મસાજ કરાવતા હોય એવો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં તે અર્ધનગ્ન દેખાય છે અને એક મહિલા

Top Stories India
પોલીસ

તાજેતરમાં એક પોલીસ અધિકારીનો વિડીયો વાયરલ થયો હતો જેમાં તે એક મહિલા પાસે બોડી મસાજ કરાવી રહ્યા હતા. ઈન્સ્પેક્ટરનું નામ શશિભૂષણ સિન્હા છે. તે નવહટ્ટા પોલીસ સ્ટેશનમાં ડ્યૂટી પર હતા. વીડિયો સામે આવ્યા પછી ગુરુવારે જ તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. આ ઘટના બિહારની છે.

મળતી વિગત અનુસાર બિહાર સહરસામાં એક ઈન્સ્પેક્ટર પોલીસ સ્ટેશનમાં બોડી-મસાજ કરાવતા હોય એવો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં તે અર્ધનગ્ન દેખાય છે અને એક મહિલા તેને માલિશ કરી રહી છે. બીજી મહિલા તેની સામે ખુરશી પર બેઠી છે. ઈન્સપેક્ટર મસાજ કરાવતા કરાવતા કોઈની સાથે ફોન પર વાત કરી રહ્યા છે અને મહિલાને મદદનો વિશ્વાસ આપી રહ્યા છે. આ દરમિયાન રુમમાં એક દોરી ઉપર તેનો યુનિફોર્મ પણ લટકતો દેખાય છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ વીડિયો અંદાજે 2 મહિના પહેલાંનો છે. વીડિયોમાં દેખાતી મહિલા બુકનિયાની દેવકલા દેવી છે. થોડા મહિલા પહેલાં દેવકલા દેવીનો ભાઈ બકુનિયા આવ્યો હતો. ત્યાં તે કોઈ યુવતી સાથે અશ્લીલ સ્થિતિમાં પકડાયો હતો. ત્યારપછી તેના વિરુદ્ધમાં ડરહાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. આ જ કેસ પાછો ખેંચાઈ જાય અથવા ભીનું સંકેલાઈ જાય તેવું આ મહિલા ઈચ્છતી હતી. અને તે વિશે જ આજીજી કરવા તે પોલીસ ઈન્સ્પેક્ટરને મળવા આવી હતી.

ભાસ્કરે શશિ ભૂષણ સિન્હાનો મોબાઈલ પર સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો જેથી તેમનો પક્ષ પણ જાણી શકાય. પરંતુ ઈન્સપેક્ટરે ફોન રિસીવ કર્યો નહતો.મહિલા કેસ ખતમ કરાવવા માટે વારંવાર પોલીસ સ્ટેશન આવતી હતી. તેથી ઈન્સ્પેક્ટરે તેની મજબૂરીનો ફાયદો ઉઠાવવાનું શરૂ કર્યું હતું. સ્થાનિક લોકોએ જણાવ્યું કે, ઈન્સ્પેક્ટર મહિલાને ઘણી વાર તેના ઘરે પણ બોલાવતો હતો. ઘરે તે મહિલા પાસે તેલ માલિશ કરાવતો હતો. આ કિસ્સમાં એક કોન્સ્ટેબલની ભૂમિકા પણ શંકાસ્પદ છે.આ સંપૂર્ણ માહિતી ઈન્સ્પેક્ટર શશિભૂષણ સિન્હાના પોલીસ સ્ટેશનમાં કામ કરતાં પોલીસકર્મીએ જ નામ ના આપવાની શરતે જણાવી હતી. તેમણે જણાવ્યું કે, અહીં અપોઈન્ટ થયા પછીથી જ શશિભૂષણે અય્યાશી શરૂ કરી દીધીહતી. તેના કારણે અન્ય પોલીસકર્મીઓ પણ પરેશાન થઈ ગયા હતા. પરંતુ તે પોલીસ ઈન્સ્પેક્ટર હોવાથી કોઈ તેને કશું કહેતા નથી. એ ઉપરાંત તેના પર કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે.

વીડિયો સામે આવ્યા પછી શશિ ભૂષણ સિન્હા કેસની તપાસ કરાવવામાં આવી હતી. તપાસ રિપોર્ટના આધારે તેને તુરંત સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત વિભાગીય કાર્યવાહીનો પણ આદેશ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો : મેવાણી કેસમાં ખોટી FIR કરનાર વ્યક્તિને શોધવા માટે CBI તપાસ કરાવો: ચિદમ્બરમનો કટાક્ષ