ઈતિહાસ/ 12 માર્ચ 1930 જ્યારે ગાંધીજીએ દાંડીયાત્રા શરૂ કરીને અંગ્રેજોની સત્તા હલાવી દીધી

મહાત્માગાંધીએ દેશના સામાન્ય નાગરિકોને એક મંચ પર લાવીને અંગ્રીજી સત્તાની સામે પડકાર ઉભો કરી દીધો હતો.

Top Stories Trending
am 18 12 માર્ચ 1930 જ્યારે ગાંધીજીએ દાંડીયાત્રા શરૂ કરીને અંગ્રેજોની સત્તા હલાવી દીધી

મહાત્માગાંધીએ દેશના સામાન્ય નાગરિકોને એક મંચ પર લાવીને અંગ્રીજી સત્તાની સામે પડકાર ઉભો કરી દીધો હતો. તેઓ દરેક કામને ખુબ શાંતિ અને સાદગીથી કરવાનું પસંદ કરતા હતા.એટલે સુધી કે આઝાદીની લડાઇ પણ તેમણે વિના કોઇ તલવાર અને બંદૂકથી લડી હતી. જાણો  12 માર્ચથી શરૂ થયેલી આ યાત્રાને અંગ્રીજી સત્તા સામે શું સંદેશ આપ્યો.

Salt Satyagraha, Dandi Satyagraha Impact influence of Gandhiji

દાંડીયાત્રાને મીઠાનો સત્યાગ્રહ કે દાંડી સત્યાગ્રહના રૂપમાં પણ ઇતિહાસમાં સ્થાન મળ્યુ છે.વર્ષ 1930માં અંગ્રેજ સરકારે જયારે મીઠા પર વેરો લગાવી દીધો તો મહાત્માગાંધીએ આ કાયદાના વિરૂદ્ધમાં આંદોલન છેડ્યું. આ ઐતહાસિક સત્યાગ્રહમાં મહાત્મા  ગાંધી સહિત 78 લોકો દ્વારા અમદાવાદ સાબરમતિ આશ્રમથી દરિયા કિનારે આવેલા દાંડી સુધી 390 કિલોમીટરની પદયાત્રા કરવામાં આવી.12 માર્ચે શરૂ થયેલી આ યાત્રા 6 એપ્રિલ 1930ના દિવસે હાથમાં મીઠું લઇને મીઠાનો કાયદો ભંગ કરવાનું આહ્વાન કરાયુ હતું.

Mohandas Karmchand Gandhi Become Mahatma Gandhi after Champaran Movement

ભારતમાં અંગ્રેજોના શાસનકાળ સમયે મીઠાનું ઉત્પાદન અને તેના વેપાર પર મોટા પ્રમાણમાં વેરો લગાવી દેવામાં આવ્યો હતો. મીઠું જીવન માટે જરૂરી હોવાથી ભારતવાસીઓને આ કાયદામાંથી મુકત કરાવવા અને પોતાનો અધિકારી અપાવવાના હેતુંથી સવિનય અવજ્ઞાનો કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો.

The consensus curse

કાયદો ભંગ કર્યા પછી સત્યાગ્રહીઓએ અંગ્રેજોની લાકડીઓ ખાધી હતી પણ પાછા હટ્યા ન હતા. 1930માં ગાંધીજીએ આ આંદોલન ચાલું કર્યુ હતું. આ આંદોલનમાં લોકોએ ગાંધીજીની સાથે પદયાત્રા કરી અને જે મીઠા પર વેરો લગાવવામાં આવ્યો હતો તેનો વિરોધ કર્યો. આ આંદોલનમાં કેટલાય નેતાઓની ધરપકડ કરવામાં આવી. જેમાં સી.રાજગોપાલચારી, પંડિત નહેરૂ જેવા આંદોલનકારીઓ સામેલ હતા.

Salt March - Wikipedia

આ આંદોલન એક વર્ષ સુધી ચાલ્યું અને 1931ના દિવસે ગાંધી-ઇરવિનની વચ્ચે થયેલી સમજૂતિથી પુરૂ થયું. અને આ જ આંદોલનથી સવિનય અવજ્ઞા આંદોલનની શરૂઆત થઇ. આ આંદોલને સંપુર્ણ દેશમાં અંગ્રેજોના વિરૂદ્ધમાં વ્યાપક જનસંઘર્ષને જમ્ન આપ્યો. ગાંધીજીની સાથે સરોજીની નાયડુએ પણ મીઠાના સત્યાગ્રહનું તેનૃત્વ કર્યું.

Salt March - Mahatma Gandhi

24  દિવસમાં 340 કિલોમીટર ચાલતા સ્વાતંત્રય સેનાની દાંડી પહોચ્યા અને સવારે સાડા છ કલાકે મીઠાનો કાયદો તોડ્યો. તેમાં 8000 ભારતીયોને મીઠાના સત્યાગ્રહ દરમિયાન જેલમાં નાખી દેવામાં આવ્યા. સત્યાગ્રહ આગળ પણ ચાલ્યો અને એક વર્ષ બાદ મહાત્માગાંધીના છુટકારા સાથે પુરો થયો.

Gandhi's Salt March of 1930

ગાંધીજીએ આજના દિવસે મીઠું હાથમાં લઇને કહયુ હતુ કે તેની સાથે એંગ્રેજોની સત્તાને પણ હલાવી રહ્યો છું. આ આંદોલનમાર્ટિન લૂથરકિંગ જૂનિયર અને જેમ્સ બેવલ જેવા દિગ્ગજોની પ્રેરણાથી થયુ હતું.