તમારા માટે/ ‘કદ નાનું પણ જુસ્સો આસમાન જેવો’ ભાવનગરનો યુવાન પડકારો સામે બાથ ભીડી બન્યો ડોક્ટર

ભાવનગરનો યુવાન જીવનના અનેક પડકારોનો સામનો કરી અંતે ડોક્ટર બનીને ઝંપ્યો. આ યુવાને સાબિત કર્યું છે કે જો તમે નિશ્ચય કરો તો મંઝિલ જરૂર મળે છે.

Trending
YouTube Thumbnail 2024 03 07T160027.995 ‘કદ નાનું પણ જુસ્સો આસમાન જેવો’ ભાવનગરનો યુવાન પડકારો સામે બાથ ભીડી બન્યો ડોક્ટર

ભાવનગરનો યુવાન જીવનના અનેક પડકારોનો સામનો કરી અંતે ડોક્ટર બનીને ઝંપ્યો. આ યુવાને સાબિત કર્યું છે કે જો તમે નિશ્ચય કરો તો મંઝિલ જરૂર મળે છે. આ યુવાનનું નામ છે ડો.ગણેશ બરૈયા. જેઓને ઠીંગણા કદના કારણે એક સમયે MBBS માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. પરંતુ નિરાશ થયા વગર તેમણે ડોક્ટર બનવાના સપનાને પૂર્ણ કરવા ભગીરથ પ્રયાસ શરૂ કર્યા.

ઓછી હાઈટ બની દુશ્મન

ડૉ. ગણેશ બરૈયા કહે છે, “મેડિકલ કાઉન્સિલ ઑફ ઈન્ડિયાની કમિટીએ મને એમ કહીને નકારી કાઢ્યો હતો કે મારી ઊંચાઈ 3 ફૂટ છે અને હું ઈમરજન્સી કેસને હેન્ડલ કરી શકીશ નહીં… ભાવનગર કલેક્ટરના નિર્દેશથી હું ગુજરાત હાઈકોર્ટમાં ગયો. ..2 મહિના પછી, અમે કેસ હારી ગયા…તે પછી અમે સુપ્રીમ કોર્ટમાં ગયા અને 2018માં સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો કે હું 2019માં MBBSમાં એડમિશન લઈ શકીશ…” 3 ફૂટ ઊંચા ગણેશ બરૈયાએ મતભેદને નકારી કાઢ્યો અને પોતાની મંઝિલ પામવાના ભગીરથ પ્રયાસ સફળ ચરિતાર્થ કરતાં આખરે ભાવનગરની સરકારી હોસ્પિટલમાં ડોક્ટર બન્યા.

પ્રિન્સિપાલની લીધી મદદ

ડો.ગણેશ બરૈયા પોતાના સંઘર્ષની વાત કરતા કહે છે કે જ્યારે MBBS માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યો ત્યારે તેમની શાળાના પ્રિન્સિપાલની મદદ લીધી. પ્રિન્સિપાલના સહયોગથી અને જિલ્લા કલેકટરના સૂચનથી રાજ્યના શિક્ષણમંત્રી સાથે આ સંદર્ભે મુલાકાત કરી. ત્યારબાદ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા.

ના મળ્યું MBBSમાં એડમિશન

ગુજરાત હાઈકોર્ટમાં MBBSમાં એડમિશનને લઈને કરાયેલ અરજીમાં નિરાશા સાંપડી અને કેસ હારી ગયો. છતાં આશા ના ગુમાવતા તેઓ સુપ્રિમ કોર્ટમાં ગયા અને 2018માં આખરે તેમને જીત મળી. સુપ્રીમના આદેશ બાદ મેડિકલ શાખામાં પ્રવેશ લીધો અને હવે અભ્યાસપૂર્ણ કર્યા બાદ તેઓ ભાવનગરની સર-ટી હોસ્પિટલમાં ઇન્ટર્ન તરીકે સેવા આપવાની શરૂઆત કરી. મહત્વનું છે કે ડો.બારૈયાએ ધોરણ 12ની પાસ કરી હતી અને નીટની પરીક્ષા પણ આપી હતી. નીટમાં સારા ગુણ મેળવતા તેમણે એમબીબીએસમાં એડમિશન માટેનું ફોર્મ ભર્યું હતું.  જો કે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા તેમને રિજેક્ટ કરાયા હતા. અને રિજેક્ટ કરવા પાછળનું કારણ ઓછી હાઈટ એટલે કે કદ નાનું હોવાનું જણાવ્યું હતું. કાઉન્સિલનું કહેવું છે કે ગણેશ ઓછી હાઈટ હોવાથી ઇમરજન્સી કેસ હેન્ડલ નહી કરી શકે. કાઉન્સિલના આવા પ્રત્યુતર બાદ તેમણે પ્રિન્સિપાલની સલાહ લીધી અને કોર્ટના શરણે ગયા.

સુપ્રીમમાં મળી જીત

ગણેશ બારૈયા કહે છે કે આ લડાઈમાં ફક્ત હું એકલો નહોતો. મારી જેમ અન્ય બે દિવ્યાંગ પણ મેડિકલમાં પ્રવેશ મેળવવા માંગતા હતા. તેઓ પણ આ લડાઈમાં અમારી સાથે જોડાયા અને અમે સાથે હાઈકોર્ટમાં મેડિકલમાં પ્રવેશ માટે અરજી કરી હતી. જો કે અમે કેસ હારી ગયા હતા. પરંતુ ફક્ત આટલાથી હાર ના માનતા અમે સુપ્રીમમાં આ નિર્ણયને પડકાર્યો અને અંતે 2018માં મને જીત મળી અને મેડિકલમાં પ્રવેશ મેળવ્યો. જો કે  ચુકાદા વખતે 2018ની મેડિકલ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ હોવાથી ગણેશે 2019માં ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાં એડમિશન લીધું હતું. મેડિકલ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ આજે ભાવનગરની સરકારી હોસ્પિટલમાં ઈન્ટર્ન તરીકે કારર્કીદીની નવી શરૂઆત કરી. શરૂઆતમાં ઓછી હાઈટના કારણે દર્દીઓ કંઈક અજગતું અનુભવતા હતા પરંતુ ધીમે-ધીમે તેઓ આખરે ડોક્ટર તરીકે મારો સ્વીકાર કરવા લાગ્યા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો :himachal pardesh/હિમાચલમાં કોંગ્રેસ પર મંડરાતા સંકટના વાદળો,પ્રદેશની રિર્પોટ અધ્યક્ષ ખડગેને સોંપાઇ

આ પણ વાંચો : ED Raids Latest News/સપા ધારાસભ્ય ઈરફાન સોલંકી અને તેમના સંબંધીઓના ઘરે EDના દરોડા, જેલમાં બંધ ઇરાફન સોલંકીની મુશ્કેલીમાં થયો વધારો

આ પણ વાંચો : gold imports/અમદાવાદમાં સોનાની આયાતમાં 86 ટકા વધારો