AMC/ 44 કરોડના ખર્ચે બનેલ હાટકેશ્વર બ્રિજને લઈને AMCનો મોટો નિર્ણય, બ્રિજ તોડી નવો બનાવવા બહાર પાડ્યું ટેન્ડર

અમદાવાદ : હાટકેશ્વર બ્રિજને લઈને AMCએ મોટો નિર્ણય કર્યો છે. વિવાદિત હાટકેશ્વર બ્રિજને સંપૂર્ણ તોડી પડાશે. AMCએ હાટકેશ્વર બ્રિજને તોડી નવો બનાવવા ટેન્ડર બહાર પાડ્યું છે.

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 03 07T152241.950 44 કરોડના ખર્ચે બનેલ હાટકેશ્વર બ્રિજને લઈને AMCનો મોટો નિર્ણય, બ્રિજ તોડી નવો બનાવવા બહાર પાડ્યું ટેન્ડર

અમદાવાદ : હાટકેશ્વર બ્રિજને લઈને AMCએ મોટો નિર્ણય કર્યો છે. વિવાદિત હાટકેશ્વર બ્રિજને સંપૂર્ણ તોડી પડાશે. AMCએ હાટકેશ્વર બ્રિજને તોડી નવો બનાવવા ટેન્ડર બહાર પાડ્યું છે. વિવાદિત હાટકેશ્વર બ્રિજ નવો બનાવવા ટેન્ડર બહાર પાડ્યું છે તેમાં 51.70 કરોડના અંદાજિત ખર્ચ મૂક્યો છે. હાટકેશ્વર બ્રિજ 44 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો. બ્રિજ બનાવનાર કંપની દ્વારા દાવો કરાયો હતો કે તે 50 વર્ષ કરતાં પણ વધુ ચાલશે. પરંતુ ચાર જ વર્ષમાં બ્રિજ તોડવાનો વારો આવ્યો. સરકારે માન્ય એજન્સી CIMEC દ્વારા કરાયેલી તપાસમાં પણ બ્રિજની ગુણવત્તા અને તેને બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલા મટિરિયલ સામે સવાલ ઉભા લોકોના જીવને જોખમ હોવાનું કમિટિએ જણાવતા બ્રિજ બંધ કરવામાં આવ્યો હતો.

હાટકેશ્વર બ્રિજ ખુલ્લો મુકાયાના બહુ ટૂંકાગાળામાં ગાબડાં અને ખરાબ સ્થિતિમાં જોવા મળ્યો. છેલ્લા ઘણા સમયથી હાટકેશ્વર બ્રિજ તેની બિસ્માર હાલતને લઈને વિવાદમાં રહ્યો. અગાઉ હાટકેશ્વર બ્રિજને લઈને વિવાદ હતો કે બ્રિજનો જે ભાગ જર્જરીત થયો છે માત્ર તેનું રિપેરિંગ કરવામાં આવશે, બ્રિજ આખો તોડવામાં આવશે નહી. બ્રિજ બનાવવા અગાઉ રિપેરિંગ માટે 2 વખત ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. પરંતુ કોઈ કોન્ટ્રાક્ટરે રસ ના દાખવતા આખરે AMCએ બ્રિજ તોડી નવો બનાવવાનો નિર્ણય લીધો.

Hatkeswar Bridge, dangerous for motorists in Ahmedabad, will be demolished | અમદાવાદમાં વાહનચાલકો માટે જોખમી હાટકેશ્વર બ્રિજ કરી દેવાશે જમીનદોસ્ત

નોંધનીય છે કે વર્ષ 2020માં સપ્ટેમ્બર મહિનામાં અમદાવાદ મહાનગરપાલિકાની સામાન્ય સભામાં કમિશનર એમ. થેન્નારસને હાટકેશ્વર બ્રિજને લઈને સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું હતું કે બ્રિજ તોડી નાંખવામાં આવશે અને બ્રિજ તોડીને નવો બનાવવા માટે ટેન્ટર પ્રકિયા હાથ ધરવામાં આવશે. મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા બ્રિજ તોડવાની જાહેરાત કરાયા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા તોડીને નવો બનાવવા મામલે ટેન્ડરમાં બ્રીજના સ્થાનને તોડીને નવો બનાવશે તેવી રજૂઆત કરતા હાટકેશ્વર બ્રિજને લઈને અસમંજસનો માહોલ જોવા મળ્યો હતો. જેના બાદ હાટકેશ્વર બ્રિજ તોડવા તેમજ રીપેરીંગ કરવાની મૂંઝવણને લઈને વિપક્ષ દ્વારા શહેરના મેયર પ્રતિભા જૈનને આવેદનપત્ર આપ્યું હતું.

બ્લેક લિસ્ટ થયેલ અજય ઇન્ફ્રા કંપનીને હાટકેશ્વર બ્રિજનું કામ સોંપવામાં આવ્યું હતું. બ્રિજ કૌભાંડને લઈને કંપની પર અનેક સવાલો ઉઠ્યા હતા. કેમ કે અજય ઇન્ફ્રા કંપનીએ હાટકેશ્વર બ્રિજ ઉપરાંત શહેરના અન્ય એક બ્રિજની કામગીરી પણ સોંપવામાં આવી હતી. અજય ઇન્ફ્રા કંપનીએ આ સિવાય ગોતા રેલવે ઓવરબ્રિજ, હાટકેશ્વર બ્રિજ, ઝુંડાલ જંકશન બ્રિજ અને વટવા રેલવે ઓવરબ્રિજનું નિર્માણ પણ કર્યું છે. પરંતુ હાટકેશ્વર બ્રિજ ખુલ્લો મુકાયાના ટૂંક સમયમાં જર્જરીત સ્થિતિમાં મૂકાતા બ્રિજની ગુણવત્તા નબળી હોવાનું સામે આવ્યું હતું. ખખડધજ બ્રિજ વાહનોની અવર-જવર માટે યોગ્ય ના હોવાનું કમિટીએ જણાવતા બ્રિજ બંધ કરવામાં આવ્યો હતો. બ્રિજ બંધ થતા આસપાસના સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

મહત્વનું છે કે હાટકેશ્વર બ્રિજ બનવામાં ઘણો સમય લાગ્યો. ત્યારબાદ થોડા સમયમાં જ બિસ્માર અને જર્જરીત સ્થિતિને પગલે વિવાદિત બ્રિજ બંધ કરાયો. ત્યારબાદ બ્રિજ રિપેરીંગ કરવા અને તોડી પાડવા જેવા જુદા-જુદા વલણો જોવા મળ્યા. અંતે બ્રિજ તોડી નવો બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો. અને હાલમાં નવો બ્રિજ બનાવવા એએમસીએ ટેન્ડર બહાર પાડ્યું. આ તમામ પ્રક્રિયામાં સ્થાનિક રહીશો વધુ પીસાય છે. તેઓ નથી બ્રિજનો ઉપયોગ કરી શકતા અને હવે બ્રિજ ફરી નિર્માણ થશે ત્યારે એટલો વધુ સમય તેમણે સુવિધા માટે રાહ જોવાની રહેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો :himachal pardesh/હિમાચલમાં કોંગ્રેસ પર મંડરાતા સંકટના વાદળો,પ્રદેશની રિર્પોટ અધ્યક્ષ ખડગેને સોંપાઇ

આ પણ વાંચો : ED Raids Latest News/સપા ધારાસભ્ય ઈરફાન સોલંકી અને તેમના સંબંધીઓના ઘરે EDના દરોડા, જેલમાં બંધ ઇરાફન સોલંકીની મુશ્કેલીમાં થયો વધારો

આ પણ વાંચો : gold imports/અમદાવાદમાં સોનાની આયાતમાં 86 ટકા વધારો