Not Set/ પશ્વિમ બંગાળમાં પીએમ મોદી ગરજ્યા – કહ્યું દીદી વિકાસના માર્ગ પર સ્પીડબ્રેકર છે

સિલીગુડી, લોકસભા ચૂંટણી 2019 નજીક આવતા રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે.ત્યારે દરેક પાર્ટીઓના પ્રચાર-પ્રસાર પણ વધી ગયા છે. વડાપ્રધાન મોદીએ અરુણાચલ પ્રદેશમાં ચૂંટણી સભા કર્યા પછી પશ્ચિમ બંગાળના સિલિગુડીમાં પણ ચૂંટણી સભા સંબોધી હતી.અને ત્યા  કિસાન યોજના અને ચિટફંડ કૌભાંડને લઈ મમતા બેનર્જી  પર આકરા પ્રહાર કર્યા હતા. દીદી વિકાસના માર્ગ પર સ્પીડબ્રેકર છે– મોદીઃ […]

Top Stories India
Narendra Modi Speech west bengal પશ્વિમ બંગાળમાં પીએમ મોદી ગરજ્યા – કહ્યું દીદી વિકાસના માર્ગ પર સ્પીડબ્રેકર છે

સિલીગુડી,

લોકસભા ચૂંટણી 2019 નજીક આવતા રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે.ત્યારે દરેક પાર્ટીઓના પ્રચાર-પ્રસાર પણ વધી ગયા છે. વડાપ્રધાન મોદીએ અરુણાચલ પ્રદેશમાં ચૂંટણી સભા કર્યા પછી પશ્ચિમ બંગાળના સિલિગુડીમાં પણ ચૂંટણી સભા સંબોધી હતી.અને ત્યા  કિસાન યોજના અને ચિટફંડ કૌભાંડને લઈ મમતા બેનર્જી  પર આકરા પ્રહાર કર્યા હતા.

દીદી વિકાસના માર્ગ પર સ્પીડબ્રેકર છે– મોદીઃ

પશ્ચિમ બંગાળની સિલિગુડીમાં પણ ચૂંટણી સભા સંબોધતા વડાપ્રધાન મોદીએ મમતા બેનરજી સામે પણ આકરા પ્રહાર કર્યા છે. મોદીએ કહ્યું કે, દીદી બંગાળમાં વિકાસની બ્રેકર છે. પીએમ કિસાન યોજના પર તેમણે બ્રેક લગાવી દીધી છે. દીદીએ પશ્ચિમ બંગાળના 70 લાખથી વધારે ખેડૂત પરિવારો પર વિકાસની બ્રેક લગાવી દીધી છે. પશ્ચિમ બંગાળમાં ચિટફંડ કૌભાંડ થયું હતું. ગરીબ ભાઈઓ અને બહેનોના પૈસા લઈને દીદીના મંત્રી, દીદીના ધારાસભ્યો દીદીની સાથે ભાગી ગયા. તેમણે ગરીબોને લૂંટી લીધા છે.

 આતંકીઓના મરવાથી દીદીને દર્દ થયું-પીએમ

સિલિગુડીની રેલીમાં પીએમ મોદીએ કહ્યું કે, ખૂબ અડચણો પછી પણ તમારો આ ચોકીદાર પશ્ચિમ બંગાળ માટે સતત વિકાસના કાર્યો કરી રહ્યો છે. તમારો આ ચા વાળો અહીં ચાના બગીચામાં કામ કરતાં લોકો માટે સંપૂર્ણ રીતે સમર્પિત છે. પીએમ મોદીએ કહ્યું, બાલાકોટમાં બદલો લઈને આપણા જવાન પરત આવ્યા તો રડવું બીજા કોઈકે જોઈએ અને રડી બીજુ કોઈક રહ્યું છે. પીડા ઈસ્લામાબાદ અને રાવલપિંડીમાં થવી જોઈએ પરંતુ અહીં તો દુઃખ કોલકાતામાં દીદીને થાય છે.

અરુણાચલ પ્રદેશમાં મોદીનું સંબોધન:

પશ્ચિમ બંગાળમાં રેલી પહેલાં વડાપ્રધાને અરુણાચલ પ્રદેશના પાસીઘાટમાં ચૂંટણી સભા સંબોધી હતી. અહીં તેમણે કહ્યું હતું કે, હું પડકારોને પણ પડકારો આપનારો માણસ છું. આ ચૂંટણી ભ્રષ્ટાચાર અને વિકાસ વચ્ચેની ચૂંટણી છે. તમારો આ ચોકીદાર તમારી સાથે ઉભો છે. તેમણે કહ્યું કે, અમે એક વાયદો કરીને તેને દશકાઓ સુધી ટાળ્યા કરીએ તેવા નથી.

વધુ વાંચો: https://api.mantavyanews.in/loksabha-election-2019-pm-modi-take-a-jibe-on-manifesto-of-congress/