Not Set/ પોરબંદરની સભામાં CM વિજય રૂપાણી પર હાર્દિકના શાબ્દિક પ્રહારો, કહ્યું રૂપાણી મેડ ઇન બર્મા

અમદાવાદ, હાર્દિક પટેલે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને મેડ ઇન બર્મા કહ્યું છે. કેટલાક દિવસો અગાઉ ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણીએ હાર્દિકને દેશદ્રોહી કહ્યો હતો જેના જવાબમાં હાર્દિકે આ પ્રતિક્રિયા આપી હતી. પોરબંદરમાં કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાના નામાંકન પહેલા યોજાયેલી એક સભાને સંબોધતા હાર્દિકે કહ્યું હતું કે ચૂંટણી માટે સેના તૈયાર છે અને હથિયારોથી સજ્જ છે. યુવાવર્ગે ક્રોંગેસનું […]

Top Stories Politics
pjimage 2 પોરબંદરની સભામાં CM વિજય રૂપાણી પર હાર્દિકના શાબ્દિક પ્રહારો, કહ્યું રૂપાણી મેડ ઇન બર્મા

અમદાવાદ,

હાર્દિક પટેલે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને મેડ ઇન બર્મા કહ્યું છે. કેટલાક દિવસો અગાઉ ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણીએ હાર્દિકને દેશદ્રોહી કહ્યો હતો જેના જવાબમાં હાર્દિકે આ પ્રતિક્રિયા આપી હતી. પોરબંદરમાં કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાના નામાંકન પહેલા યોજાયેલી એક સભાને સંબોધતા હાર્દિકે કહ્યું હતું કે ચૂંટણી માટે સેના તૈયાર છે અને હથિયારોથી સજ્જ છે. યુવાવર્ગે ક્રોંગેસનું ઘોષણા પત્ર વાંચવું જોઇએ. કોંગ્રેસ યુવાનો, ગરીબો અને ખેડૂતોને આપેલા દરેક વચનોને પૂરા કરશે.

પોરબંદરમાં કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાના નામાંકન પહેલા યોજાયેલી એક જાહેર સભામાં લોકોને સંબોધિત કરતા હાર્દિક પટેલે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. આ સભામાં કોંગ્રેસ ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ અર્જુન મોઢવાડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

રૂપાણી હાલમાં જ યોજાયેલી ચૂંટણી પ્રચાર માટેની એક સભામાં આગામી ચૂંટણી ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજાશે તેવું કહ્યું હતું. તેના આ નિવેદન પર હાર્દિક પટેલે તેના પર શાબ્દિક પ્રહારો કરતા કહ્યું હતું કે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભ ભાઇ પટેલ, નેતાજી સુભાષ ચંદ્ર બોઝ, લાલા લજપતરાય, જવાહરલાલ નહેરુ જેવા નેતા જે પક્ષના અધ્યક્ષ રહ્યા હોય તેને પાકિસ્તાનની પાર્ટી ગણાવીને રૂપાણીએ મહાન નેતાઓનું અપમાન કર્યું છે. હાર્દિકે કહ્યું કે આગામી ચૂંટણી માટે સેના અને હથિયાર સજ્જ છે. તે ચૂંટણી લડે કે નહીં તે એટલું મહત્વનું નથી પરંતુ બંધારણની રક્ષા કરવા માટે આ ચૂંટણીનું પરિણામ ખૂબ જ મહત્વનું છે.