Not Set/ અખિલેશ યાદવને ઘરમાં નજરકેદ કરવામાં આવ્યા,નિવાસસ્થાને ભારે પોલીસ બંદોબસ્ત

અખિલેશ યાદવે ઘટના બાદ જાહેરાત કરી હતી કે તેઓ સોમવારે લખીમપુર ખેરી જશે. અખિલેશ યાદવે તમામ વરિષ્ઠ નેતાઓને સવારે પાર્ટી કાર્યાલયમાં બોલાવ્યા હતા

Top Stories
akhilesh અખિલેશ યાદવને ઘરમાં નજરકેદ કરવામાં આવ્યા,નિવાસસ્થાને ભારે પોલીસ બંદોબસ્ત

ઉત્તર પ્રદેશ પોલીસે સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવને લખનઉમાં નજરકેદમાં રાખ્યા છે. અખિલેશ યાદવના ઘરે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

નોંધનીય છે  કે અખિલેશ યાદવે રવિવારે ઘટના બાદ જાહેરાત કરી હતી કે તેઓ સોમવારે લખીમપુર ખેરી જશે. અખિલેશ યાદવે તમામ વરિષ્ઠ નેતાઓને સવારે પાર્ટી કાર્યાલયમાં બોલાવ્યા હતા. પરંતુ તે પહેલા જ પોલીસે અખિલેશ યાદવની ઘરમાંથી ધરપકડ કરી હતી.

લખીમપુરમાં બનેલી ઘટનાના વિરોધમાં આજે ઘણા નેતાઓ ખેરી પહોંચશે. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલએ લખીમપુરની મુલાકાત લેવાનું નક્કી કર્યું છે. તેમણે ટ્વિટર પર જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશના ખેડૂતો સાથે જે બર્બરતાપૂર્ણ વર્તન કરવામાં આવે છે તે અક્ષમ્ય છે. હું ખેડૂત છું હું ખેડૂતની પીડા સમજું છું. હું આ મુશ્કેલ સંજોગોમાં તેમની સાથે ઉભા રહેવા માટે લખીમપુર જઈશ. રાષ્ટ્રીય લોકદળના વડા જયંત ચૌધરી પણ સોમવારે લખીમપુર  પહોંચી રહ્યા છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું કે ખેડૂતનું લોહી વહાવવામાં આવ્યું છે. હું સોમવારે સ્થળ પર પહોંચીશ.

આજે  રાષ્ટ્રવ્યાપી પ્રદર્શન
ભારતીય કિસાન યુનિયન (BKU) એ રવિવારે મુઝફ્ફરનગરના સિસૌલી ગામમાં તાત્કાલિક પંચાયત બોલાવીને લખીમપુર  ખાતે થયેલી હિંસા પર ચર્ચા કરી અને સોમવારે દેશભરના દરેક જિલ્લામાં વિરોધ પ્રદર્શન કરવાનું નક્કી કર્યું.

BKU ના મીડિયા પ્રભારી ધર્મેન્દ્ર મલિકે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય અધ્યક્ષ નરેશ ટીકૈતની અધ્યક્ષતામાં સિસૌલી ગામમાં યોજાયેલી પંચાયતમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. મલિકે કહ્યું કે, નિર્ણય લેવામાં આવ્યો છે કે ખેડૂતોના જૂથો દરેક જિલ્લામાં જિલ્લા વહીવટીતંત્રની કચેરીઓની બહાર વિરોધ પ્રદર્શન કરશે