Russia-Ukraine war/ બ્રિટનના જાસૂસોએ ‘ગે ડેટિંગ એપ’દ્વારા રશિયાના સૈનિકોની હિલચાલ પર નજર રાખી,હુમલાનો કર્યો પર્દાફાશ

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 11મો દિવસ છે. આ દરમિયાન બંને દેશોએ એકબીજા સામે ઝૂકવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે

Top Stories World
12 5 બ્રિટનના જાસૂસોએ 'ગે ડેટિંગ એપ'દ્વારા રશિયાના સૈનિકોની હિલચાલ પર નજર રાખી,હુમલાનો કર્યો પર્દાફાશ

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 11મો દિવસ છે. આ દરમિયાન બંને દેશોએ એકબીજા સામે ઝૂકવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. આ સમયે બોમ્બ મિસાઇલોના સતત હુમલાએ યુક્રેનના ઘણા મોટા શહેરોને તબાહ કરી દીધા છે.આ દરમિયાન બ્રિટને રશિયન સૈનિકોને ટ્રેક કરવા માટે નવી પદ્ધતિ અપનાવી છે. હકીકતમાં, બ્રિટિશ ઇન્ટેલિજન્સ સર્વિસે યુક્રેનમાં રશિયન હુમલા પર કેટલીક સોશિયલ સાઇટ્સ અને ગે ડેટિંગ એપ ગ્રિન્ડરની મદદથી નજર રાખી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, બ્રિટિશ ઇન્ટેલિજન્સ સર્વિસ આ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સની મદદથી રશિયન સૈનિકોની દરેક કાર્યવાહીને ટ્રેક કરવામાં સક્ષમ છે. વાસ્તવમાં, યુદ્ધની શરૂઆત પહેલા, જ્યારે રશિયન સૈનિકો યુક્રેનની સરહદ પર ચોકી કરી રહ્યા હતા, ત્યારે જ બ્રિટિશ જાસૂસોને ખબર પડી કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન મોટા હુમલાની તૈયારી કરી રહ્યા છે.

યુક્રેનનો દાવો છે કે બ્રિટિશ જાસૂસોએ VKontakte જેવી સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર સૈનિકો દ્વારા મોકલવામાં આવતા સંદેશાઓને ટેપ કરીને પુતિનની યોજના શોધી કાઢી હતી. ઉલ્લેખનીય છે કે VKontakte એ રશિયાની સોશિયલ નેટવર્કિંગ સાઇટ છે. ફેસબુકની જેમ તે લોકોને એકબીજા સાથે જોડવાનું કામ કરે છે. એક સૂત્રએ જણાવ્યું હતું કે ગુપ્તચર સંદેશાઓ ફક્ત ગે ડેટિંગ એપ્લિકેશન ગ્રિંડર જેવી ડેટિંગ સાઇટ્સ પર જ શેર કરવામાં આવ્યા હતા.

રશિયાના રાષ્ટ્રપતિ પુતિને વર્ષ 2013માં સમલૈંગિક ‘પ્રચાર’ પર પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ રશિયન સૈન્ય હજુ પણ આ એપનો છૂપી રીતે ઉપયોગ કરે છે. સૂત્રોએ જણાવ્યું કે આ સાઈટ જાસૂસો માટે કોઈ ખજાનાથી ઓછી નથી. યુક્રેનના કયા ભાગમાં રશિયન સેના હુમલો કરી રહી છે તે શોધવા માટે ડેટિંગ એપ સૌથી વધુ ઉપયોગી સાબિત થઈ છે.  બ્રિટિશ જાસૂસ યુક્રેનને આવી માહિતી સોંપે છે જેથી તે પોતાને લડવા માટે તૈયાર કરી શકે.