Cricket/ પાકિસ્તાન ફાઇનલમાં પહોંચતા જ ભારતની જીત નક્કી!  15 વર્ષ જૂના ઈતિહાસનું થશે પુનરાવર્તન

ગ્રુપ સ્ટેજમાં સરેરાશ પ્રદર્શન બાદ નસીબના સહારે સેમીફાઈનલમાં પહોંચેલી પાકિસ્તાની ટીમનું વલણ આજે સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું. તેના બોલરોએ શિસ્તબદ્ધ પ્રદર્શન કર્યું હતું અને ફિલ્ડિંગ પણ ખૂબ જ ઝડપી હતી…

Top Stories Sports
PAK vs NZ Updates

PAK vs NZ Updates: T20 વર્લ્ડ કપ 2022ની પ્રથમ સેમિફાઇનલ મેચ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં પાકિસ્તાને એકતરફી જીત નોંધાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. પાકિસ્તાન ફાઈનલમાં પહોંચતાની સાથે જ ટીમ ઈન્ડિયાની ચેમ્પિયન બનવાની આશા પણ વધી ગઈ છે. વર્ષ 2007માં પણ ટી-20 વર્લ્ડની ફાઈનલ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી, ત્યારે ટીમ ઈન્ડિયાનો વિજય થયો હતો, જોકે ટીમ ઈન્ડિયાને હાલમાં ફાઈનલમાં પહોંચવા માટે ઈંગ્લેન્ડને હરાવવું પડશે. આ સેમીફાઈનલ મેચમાં ન્યુઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. શાહીન શાહ આફ્રિદીના નેતૃત્વમાં પાકિસ્તાને પોતાના બોલરોના શ્રેષ્ઠ પ્રદર્શનના આધારે ન્યૂઝીલેન્ડને ચાર વિકેટે 152 રન પર રોકી દીધું હતું. ન્યુઝીલેન્ડ માટે ડેરીલ મિશેલે 35 બોલમાં અણનમ 53 અને કેપ્ટન કેન વિલિયમસને 42 બોલમાં 46 રન ફટકારીને સ્કોર 150થી આગળ લઈ ગયો હતો.

ગ્રુપ સ્ટેજમાં સરેરાશ પ્રદર્શન બાદ નસીબના સહારે સેમીફાઈનલમાં પહોંચેલી પાકિસ્તાની ટીમનું વલણ આજે સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું. તેના બોલરોએ શિસ્તબદ્ધ પ્રદર્શન કર્યું હતું અને ફિલ્ડિંગ પણ ખૂબ જ ઝડપી હતી. પાકિસ્તાનના ઓપનર બાબર આઝમ-મોહમ્મદ રિઝવાને ટીમ માટે 153 રનના ટાર્ગેટને આસાન બનાવી દીધો હતો. બંને બેટ્સમેનોએ અડધી સદી ફટકારી હતી અને 100થી વધુ રનની ભાગીદારી પણ કરી હતી. બાબર આઝમે 42 બોલમાં 53 રન બનાવ્યા હતા. ટી20 વર્લ્ડ કપ 2022માં આ તેની પ્રથમ અડધી સદી હતી. તો મોહમ્મદ રિઝવાને 43 બોલમાં 57 રનની ઇનિંગ રમી હતી.

જણાવી દઈએ કે T20 વર્લ્ડ કપ 2022ની બીજી સેમિફાઇનલ મેચ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે. ભારત 10 નવેમ્બરે એડિલેડ ઓવલમાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે. આ મેચ જીતનારી ટીમ 13 નવેમ્બરે પાકિસ્તાન સામે ફાઈનલ મેચ રમશે. તમને જણાવી દઈએ કે ભારત, પાકિસ્તાન અને ઈંગ્લેન્ડની ટીમોએ અત્યાર સુધી 1-1 વખત T20 વર્લ્ડ કપ 2022નો ખિતાબ જીત્યો છે.

આ પણ વાંચો: bse sensex/યુએસ મિડટર્મ ચૂંટણીની સાવચેતીઃ બીએસઇ ઇન્ડેક્સ 151 પોઇન્ટ ઘટ્યો