South Africe-Fire/ જોહાનિસબર્ગમાં બહુમાળી ઈમારતમાં ભીષણ આગ, ઓછામાં ઓછા 63ના મોત, 40થી વધુ ઘાયલ

દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં એક બહુમાળી ઈમારતમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 63 લોકોના મોત થયા છે, જ્યારે 40થી વધુ લોકો ઘાયલ થયા છે.

Top Stories World
South Africa Fire જોહાનિસબર્ગમાં બહુમાળી ઈમારતમાં ભીષણ આગ, ઓછામાં ઓછા 63ના મોત, 40થી વધુ ઘાયલ

જોહાનિસબર્ગઃ દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં એક બહુમાળી  South Africa-Fire ઈમારતમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 63 લોકોના મોત થયા છે, જ્યારે 40થી વધુ લોકો ઘાયલ થયા છે. શહેરના મધ્યમાં સ્થિત બિઝનેસ ડિસ્ટ્રિક્ટમાં ગુરુવારે સવારે આગ લાગી હોવાના અહેવાલ છે. ફાયર ફાઈટરોએ અત્યાર સુધીમાં 63 મૃતદેહોને ઘટનાસ્થળેથી બહાર કાઢ્યા છે.

જોહાનિસબર્ગ ઇમરજન્સી મેનેજમેન્ટ સર્વિસના પ્રવક્તા South Africa-Fire રોબર્ટ મુલાઉડઝીએ જણાવ્યું હતું કે ફાયર બ્રિગેડ બચાવ કામગીરીમાં સામેલ છે. આ ઘટનામાં ઓછામાં ઓછા એક બાળકે પણ જીવ ગુમાવ્યો છે. આ દરમિયાન ઘાયલોને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે જ્યાં આગ લાગી હતી તે બિલ્ડિંગનો ઉપયોગ બેઘર લોકો માટે બિનસત્તાવાર આવાસ તરીકે કરવામાં આવી રહ્યો હતો અને તેના માટે કોઈ સત્તાવાર ભાડા કરાર નથી. બિલ્ડીંગમાં આટલા બધા લોકો એકસાથે હોવાને કારણે રાહત અને બચાવ કામગીરીમાં પણ મુશ્કેલી પડી રહી છે.

આ સ્પષ્ટપણે દર્શાવે છે કે આ બિલ્ડિંગમાં ફાયરબ્રિગેડના કોઈપણ South Africa-Fire પ્રકારના ધારાધોરણોનું પાલન કરવામાં આવ્યું ન હતું. ફાયરબ્રિગેડવાળાઓને પણ આશ્ચર્ય થઈ રહ્યું છે કે આટલી મોટી બહુમાળી બિલ્ડિંગ ફાયરબ્રિગેડના સાધનો વગરની કેવી રીતે હોઈ શકે. આ દર્શાવે છે કે ગરીબોના જીવની કોઈ કિંમત નથી. જાનહાનિનો ઊંચો આંકડો આનું સૌથી મોટું પ્રમાણ છે. જો ફાયરબ્રિગેડને લગતી જોગવાઈઓનું પાલન કરવામાં આવ્યું હોત તો જાનહાનિનો આંકડો આટલો ઊંચો ન હોત. સત્તાવાળાઓએ ઘટનાની ગંભીરતાથી નોંધ લીધી છે અને રાહતકાર્યની સાથે સમગ્ર પ્રકરણ અંગે તપાસના પણ આદેશ આપી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ દર્દનાક અકસ્માત/સમી-શંખેશ્વર હાઇવે પર અકસ્માત, રક્ષાબંધન પર ત્રણ યુવકોને કાળ ભરખી ગયો

આ પણ વાંચોઃ નિર્ણય/ગુજરાત સરકારે ખેડૂતોના પાયાના પ્રશ્નો પાણી અને વીજળી માટે કરી આ મોટી જાહેરાત

આ પણ વાંચોઃ  પીએમ મોદી ડિગ્રી કેસ/ગુજરાત હાઈકોર્ટે કેજરીવાલની અરજી પર સેશન્સ કોર્ટને 10 દિવસમાં નિર્ણય લેવાનો આપ્યો આદેશ

આ પણ વાંચોઃ  આ તે કેવો વૈજ્ઞાનિક?/ટ્યુશનમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારવા સુરતનો મિતુલ બની ગયો ઈસરોનો વૈજ્ઞાનિક, સુરત ક્રાઈમ બ્રાંચે કરી ધરપકડ

આ પણ વાંચોઃ Chandrayaan 3/ચંદ્રયાન 3ના બે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ અમદાવાદના આ વિદ્યાર્થીના ફાળે