@અનિતા પરમાર
Ahmedabad: ચંદ્રયાન-3 ના દક્ષિણ ભાગમાં સફળ લેન્ડિંગની ઘટનાએ સમગ્ર વિશ્વમાં ભારતનું નામ ઉજાગર કર્યું છે ત્યારે તેનો અમુક પાટ અમદાવાદ ખાતે આવેલ ઈસરોમાં તૈયાર કરવામાં આવ્યા હતા બે મહત્વપૂર્ણ પાટ અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીની બાજુમાં આવેલ પી.આર.એલ લેબમાં તૈયાર કરવામાં આવ્યા હતા તે પાટના પ્રોજેક્ટ મેનેજર તરીકેનું યોગદાન અમદાવાદના યુવક અર્પિત પટેલની સોંપાયું હતું. ત્યારે મંતવ્ય ન્યુઝની ટિમ દ્વારા તે વૈજ્ઞાનિકની શાળાના શિક્ષકોની મુલાકાત કરી તેના વિશે માહીતિ મેળવી હતી.
અર્પિત પટેલ જ્યારે દિવાન બલ્લુ ભાઈ સ્કૂલમાં અભ્યાસ કરતા ત્યારે તેઓ ભણવામાં સામાન્ય હતા પરંતુ વિજ્ઞાન વિષયની અંદર તેમને ખૂબ જ રુચિ હતી અને વિજ્ઞાનને લગતા દરેક પ્રોજેક્ટની અંદર તેઓ ખાસ ભાગ લેતા હતા અને વિજ્ઞાનને લગતા નવા નવા પ્રશ્નો પૂછવાની તેમનામાં જીજ્ઞાશા હતી ધોરણ 12 સાયન્સ સુધી તેમણે આ સ્કૂલમાં અભ્યાસ કર્યો ત્યારબાદ એલડી એન્જિનિયરિંગ કોલેજની અંદર એડમિશન લીધું. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીની બાજુમાં આવેલ પી.આર.એલમાં તેમને કામ શરૂ કર્યું
અર્પિત પટેલ PRLમાં વૈજ્ઞાનિક/એન્જિનિયર તરીકે કામ કરે છે. ચંદ્રયાન-3માં અમે પીઆરએલમાંથી 2 ઇન્સ્ટ્રુમેન્ટ વિકસાવ્યા છે જેમાં તે પ્રોજેક્ટ મેનેજર અને પ્રોસેસિંગ ઇલેક્ટ્રોનિક્સ ડેવલપર છે તેમના દ્વારા બનાવેલ સાધનો APXS અને શુદ્ધ છે. APXS રોવર પર છે ચંદ્રની માટીના તત્વની રચનાને માપશે અને લેન્ડર પર પવિત્ર છે અને તે માટીની થિમોફિઝિકલ પ્રોપર્ટી શોધી કાઢશે.
ચંદ્રયાન 3 માં 2 વસ્તુ PRL દ્વારા આલ્ફા પેટીકલ એક્સેસ પ્રેકોટમિટર અને ચાસ્ટે. જે બે વસ્તુ PRL દ્વારા તૈયાર કરવામાં આવી છે. તેના પ્રોજેકટ મેનેજર તરીકે ભાગ ભજવ્યો છે.જેમાં APXS ચંદ્ર પરની માટી કયા તત્વોથી બની છે. તે કેટલા માત્રામાં છે તેની શોધ કરી આપશે. જ્યારે બીજો ચાસ્ટે લેન્ડર પર લગવવામાં આવ્યો છે. જે થર્મોમીટર કહી શકાય તેવું છે. જે ચંદ્રની અંદર 10 મીટર જેટલું જશે જે ચંદ્રની અંદર ગરમી બદલાય છે. તેની તપાસ કરશે.
દક્ષિણ ભાગ પસંદ કરવાનું કારણ એ હતું કે ચંદ્રયાન 1 ડેટા મુજબ પરિણામ આવ્યું હતું કે જ્યાં સૂર્યનો તડકો આવ્યો ના હોવાના કારણે પાણી હોવાના ચાન્સ ઓછા જોવા મળી રહ્યા છે. જ્યારે ચંદ્રના દક્ષિણ ભાગમાં વધારે પાણી તેમજ ભવિષ્યમાં તેમાં સારા તત્વો મળી શકે તેમ છે. જેના કારણે દક્ષિણ ભાગ ઉતરવાનું પસંદ કરવામાં આવ્યું હતું. ચંદ્રયાન 2માં નિષ્ફળના 1 મહિના બાદ તરત જ ચંદ્ર્યાન 3 બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી અને અંદાજીત 4 વર્ષ ચંદ્રયાન 3 બનાવી દેવામાં આવ્યું હતું.
આ પણ વાંચો:ગુજરાતના આરોપીઓ ચમકાવે છે જેલમાં હીરા, જાણો કેટલું કમાય છે દર મહીને
આ પણ વાંચો:યોગી સરકારની તર્જ પર ગુજરાત સરકારનો પરિપત્ર, સરકારી અધિકારીઓએ ફરજિયાત કરવી પડશે વાત
આ પણ વાંચો:સુરત પોલીસે અસામાજિક તત્વો સામે ઉગામ્યુ પાસાનું હથિયાર, 5 વર્ષમાં 3052 ઈસમો સામે કર્યા પાસા