Bhavnagar News : ભાવનગરમાં કાયદો અનેવ્યવસ્થાની પરિસ્થિતી કથળી હોય તેવું જણાઈ રહ્યું છે. જેમાં ગણતરીના કલાકોમાં જીવલેણ હુમલાની બે ઘટના બનતા ચકચાર સાથે ડરનો માહોલ પેદા થયો છે. ભાવનગરના મોતીબાગ અને રૂપાણી સર્કલ વિસ્તારમાં હુમલાની આ ઘટનાઓ બની હતી. આ બન્ને બનાવોમાં આધેડ પર હુમલો કરવામાં આવ્યો હોવાનું તપાસમાં જણાયું હતું.
જેમાં ઉછીના આપેલ રૂપિયા પાછા માંગતા પિતા-પુત્રએ હુમલો કર્યો હતો. તપાસમાં મોતીબાગ વિસ્તારમાં સંજય ગોહિલ નામના આધેડ પર પિતા-પુત્રએ છરી વડે હુમલો કર્યો હોવાનું બહાર આવ્યું છે. અન્ય બનાવમાં રૂપાણી સર્કલ પાસેથી મહેન્દ્રસિંહ નામના આધેડ બાઈક લઈને જઈ રહ્યા હતા. ત્યારે બાઈક કેમ આગળ લીધી..? કહીને ત્રણ શખ્સોએ તેમની પર છરી વડે હુમલો કર્યો હતો.
આમ અસામાજીક તત્વો દ્વારા આધેડ પર હુમલો કરાતા લોકોમાં રોષ ફેલાયો છે. ભાવનગરમાં મારામારી અને જીવલેણ હુમલાની ઘટનામાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. લુખ્ખાઓના ત્રાસથી આખરે આમજનતાને મુક્તિ ક્યારે મળશે…? તેવો પ્રશ્ન લોકોમાં ચર્ચાઈ રહ્યો છે.
આ પણ વાંચો:જ્ઞાનપ્રકાશ સ્વામી દ્વારા કરવામાં આવેલ ટિપ્પણીનો મામલે રાજકોટમાં ફરિયાદ માટે અરજી
આ પણ વાંચો:રાજકોટમાં પોપ્યુલર સ્કૂલમાં વિદ્યાર્થીઓને ચોરી કરાવવાનો આક્ષેપ!
આ પણ વાંચો:રાજકોટમાં ભાજપના મહિલા કાઉન્સિલરને ગોળી વાગતાં હાલ સારવાર હેઠળ
