ચોમાસું હવે તેના અંતિમ તબક્કામાં છે, તેમ છતાં તે દેશનાં ઘણા રાજ્યોમાં તીવ્રરૂપથી સક્રિય થઈ ગયુ છે, જેના કારણે દેશનાં ઘણા રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે, ભારતીય હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર, આજે મુંબઈ, તામિલનાડુ, તેલંગાણા, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ પડી શકે છે, જ્યારે તે જ સમયે આસામ, મેઘાલય, મહારાષ્ટ્ર અને ગોવાનાં અલગ-અલગ સ્થળોએ પણ વરસાદ પડી શકે છે. સાથે ગુજરાતમાં ‘હિકા’ વાવાઝોડા અંગે હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે.

આપને જણાવી દઇએ કે, ગુજરાતમાં ‘હિકા’ વાવાઝોડા અંગે ચેતવણી આપતી વખતે હવામાન વિભાગે કહ્યું છે કે, તોફાનને કારણે ગુજરાતનાં દરિયાકાંઠે ભારે પવન ફૂંકાશે. ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપી છે. તેમ છતાં હવામાન વિભાગે કહ્યું હતું કે, હિકા ગુજરાત તરફ આવવાની સંભાવનાઓ નથી, તેમ છતાં તે રાજ્યમાં ભારે પવન અને વરસાદ લાવશે.

મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદની સંભાવના છે ત્યારે કર્ણાટક, યુપી અને ઉત્તરાખંડનાં ઘણા વિસ્તારોમાં પણ આજે વરસાદ પડી શકે છે. નોંધપાત્ર વાત એ છે કે, કર્ણાટકમાં મંગળવારે રાત્રે ઘણા સ્થળોએ ભારે વરસાદ થયો છે, જેમાં બેંગલુરુ અને મૈસૂરનો સમાવેશ થાય છે, જ્યાં ભારે વરસાદને કારણે લોકોને અવર-જવર કરવામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
