ભારત અને દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમો વચ્ચે ટી-20 શ્રેણીની પહેલી મેચ સુરતમાં રમાઈ હતી. પાંચ મેચની શ્રેણીની આ પ્રથમ મેચ ભારતે 11 રને જીતી લીધી છે અને આ મેચમાં ભારતીય મહિલા ક્રિકેટર શેફાલી વર્માએ સૌથી યુવા ટી-20 ક્રિકેટર બનીને રેકોર્ડ બનાવ્યો હતો. શેફાલી સુરતનાં લાલાબાઈ સ્ટેડિયમમાં પગ મૂકતાંની સાથે જ તે ભારત માટે ટી-20 આંતરરાષ્ટ્રીય મેચોમાં સૌથી યુવા ખેલાડી બની હતી.
શેફાલી માત્ર 15 વર્ષની છે. જો કે, મેચ શેફાલી માટે યાદગાર ન હતી અને તે શૂન્ય પર આઉટ થઈ ગઈ હતી પરંતુ તેની પાવર હિટિંગની ક્ષમતાને ધ્યાનમાં રાખીને, તે ભારતીય મહિલા ક્રિકેટની આગામી સુપરસ્ટાર માનવામાં આવે છે. કેટલાક ખેલાડીઓની મહેનત તેમના સપનાને જલ્દી જ પૂર્ણ કરે છે. સપનુ પણ એવુ કે જે દેશની કરોડોની આંખોમાં વસે છે. ભારત વતી ક્રિકેટ રમવાનું સપનું. મંગળવારે જ્યારે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમ પ્રથમ ટી-20 મેચ માટે મેદાન પર ઉતરી ત્યારે શેફાલી વર્માનું સ્વપ્ન સાકાર થયું. તેણે 15 વર્ષની ઉંમરે ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાનું શરૂ કર્યું છે, જેની સાથે તે ભારત તરફથી રમવા માટેની બીજી સૌથી નાની ક્રિકેટર બની છે.
What a moment this is for the hard-hitting batter Shafali Verma, who makes her India debut today. She is only 15! 😊💪🏾#INDWvsSAW pic.twitter.com/nD0C6ApQld
— BCCI Women (@BCCIWomen) September 24, 2019
સુરતમાં રમાઈ રહેલી આ મેચની શરૂઆતમાં જ્યારે શેફાલી વર્માને તેની કેપ સોંપવામાં આવી ત્યારે માહોલ દેખવા લાયક રહ્યુ હતુ. તમામ ખેલાડીઓએ તાળીઓનાં ગડગડાટથી તેનું સ્વાગત કર્યું હતું અને આ યુવા ખેલાડીને ગળે લગાવીને અભિનંદન આપ્યા હતા.
શેફાલી ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કરનારી સૌથી નાની ટી-20 ખેલાડી બની છે, જ્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તે ભારત તરફથી રમનાર બીજી સૌથી નાની ક્રિકેટર બની છે. શેફાલીએ 15 વર્ષ 239 દિવસની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો, જ્યારે આ રેકોર્ડ ભારતનાં ગાર્ગી બેનર્જીનાં નામે નોંધાયેલો છે જેમણે 1978 માં ઈંગ્લેન્ડ સામે 14 વર્ષ 165 વર્ષની વયે ભારત માટે પ્રવેશ કર્યો હતો.
સચિન તેડુંલકરને જોઇ ક્રિકેટમાં આવવાનું મન બનાવ્યુ
સુપ્રસિદ્ધ પૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરે જ્યારે છેલ્લી ક્રિકેટ મેચ (રણજી ટ્રોફી) હરિયાણાનાં લાહલીમાં રમી ત્યારે 10 વર્ષીય શેફાલી પ્રેક્ષકોમાં બેઠી હતી. સચિનને જોયા બાદ તે જ દિવસે શેફાલીએ નક્કી કર્યું હતું કે, તે એક દિવસ ભારત માટે રમશે. પાંચ વર્ષ પછી, જ્યારે હવે તેની પસંદગી ભારતીય ટીમમાં કરવામાં આવી છે, ત્યારે તેણે એક ઇન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું, ‘સચિન સરને ગ્રાઉન્ડની અંદર જોવા માટે ઉભા રહેલા લોકોની સંખ્યા જેટલી અંદર હતી તેટલી જ બહાર હતી. ત્યારે મને થયું કે ભારતમાં ક્રિકેટર બનવું કેટલું મોટી વાત છે, ખાસ કરીને જ્યારે તમે સચિન સર જેવા પૂજનીય છો. હું તે દિવસ ક્યારેય ભૂલી શકતી નથી. મારી ક્રિકેટ પ્રવાસ ત્યાંથી જ શરૂ થઈ હતી
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
