IPL ફ્રેન્ચાઇઝી મુંબઇ ઇન્ડિયન્સે આગામી સિઝન માટે હાર્દિક પંડ્યાને ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. રોહિત શર્મા છેલ્લા 10 વર્ષથી ટીમની કમાન સંભાળી રહ્યો છે. પરંતુ આ વખતે, ફ્રેન્ચાઇઝીએ હાર્દિક પંડ્યાને ટીમમાં ફરીથી ઉમેરીને આગામી સિઝન પહેલા એક મોટો સોદો કર્યો છે અને શુક્રવારે IPL મીની હરાજી પહેલા તેની કેપ્ટન તરીકે નિમણૂકની જાહેરાત કરી છે. IPLની હરાજી 19 ડિસેમ્બરે થવાની છે.
મુંબઈ ઈન્ડિયન્સ તરફથી જારી કરાયેલા નિવેદન અનુસાર નેતૃત્વમાં પરિવર્તન તેમની ભવિષ્યની યોજનાઓનો એક ભાગ છે. ફ્રેન્ચાઇઝીએ રોહિતના ઉત્તમ યોગદાન માટે આભાર માન્યો હતો. હાર્દિકની નિમણૂક પર મુંબઈ ઈન્ડિયન્સના ગ્લોબલ પર્ફોર્મન્સ હેડ માહેલા જયવર્દનેએ કહ્યું, “આ વારસો બનાવવા અને ભવિષ્ય માટે તૈયાર રહેવાના મુંબઈ ઈન્ડિયન્સના વિઝનનો એક ભાગ છે.હરભજન સિંઘ અને રિકી પોન્ટિંગ થી લઈને રોહિત સુધી, અમે હંમેશા અસાધારણ નેતૃત્વ હતું. તે બધાએ હંમેશા ભવિષ્ય માટે ટીમને મજબૂત બનાવવાની સાથે સાથે તાત્કાલિક સફળતામાં યોગદાન આપવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
જયવર્દનેએ કહ્યું, “આ ટીમની આ વિચારસરણીને આગળ લઈ જાય છે. હાર્દિક પંડ્યા IPL 2024 સીઝન માટે મુંબઈ ઈન્ડિયન્સની બાગડોર સંભાળશે.” મુંબઈ ઈન્ડિયન્સે IPL 2024ની હરાજી પહેલા ગુજરાત ટાઇટન્સ પાસેથી 15 કરોડ રૂપિયામાં હાર્દિક પંડ્યાનો સંપૂર્ણ રોકડ વેપાર કર્યો છે. જેના કારણે અટકળોએ જોર પકડ્યું હતું કે કદાચ આગામી સિઝન માટે હાર્દિક પંડ્યાને ટીમનો કેપ્ટન બનાવવામાં આવે અને આજે ફ્રેન્ચાઇઝીએ હાર્દિકને કેપ્ટન બનાવીને તે સાચું સાબિત કર્યું છે.
આ પણ વાંચો:Yemen/“લાલ સમુદ્ર” માં “કાળો ધુમાડો” ઉઠ્યો, યમને આ દેશના વહાણ પર ભીષણ હુમલો કર્યો
આ પણ વાંચો:SOCIAL MEDIA/દાનપેટીમાં કોઈએ મૂક્યા આટલા લાખના જૂતા,કિંમત જાણી લોકો ચોંકી ગયા.
