વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરના ગેટ પર ત્યારે હંગામો મચી ગયો જ્યારે એક મહિલાએ મંદિરના ગેટ નંબર ચારની સામે અચાનક નમાઝ પઢવાનું શરૂ કરી દીધું. લાંબા સમય સુધી મહિલા નમાઝ અદા કરતી રહી. બગડતું વાતાવરણ જોઈને પોલીસ કર્મચારીઓએ લાંબી રાહ જોયા બાદ મહિલાને બળજબરીથી ઉપાડી. આ સાથે પોલીસે મહિલાને કસ્ટડીમાં પણ લીધી છે.
કાશી વિશ્વનાથ મંદિરના ગેટ નંબર ચારની બહાર નમાઝ અદા કરતી મુસ્લિમ મહિલાનું નામ ઐસા જણાવવામાં આવી રહ્યું છે. તે વારાણસીના જેતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારની રહેવાસી છે. વિશ્વનાથ મંદિરની બહાર નમાઝ અદા કરવા બદલ તેને થાણા ચોક પોલીસે કસ્ટડીમાં લીધી છે. પોલીસ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે ઉપરોક્ત મહિલા માનસિક રીતે અસ્વસ્થ છે.

નોંધનીય છે કે આજે જ્ઞાનવાપી મસ્જિદમાં શુક્રવારની નમાઝ અદા થવાની છે. મોટી સંખ્યામાં નમાઝીઓ પહોંચ્યા છે. જ્ઞાનવાપી મસ્જિદમાં ભારે ભીડને કારણે નમાઝ અદા થઈ રહી છે. એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા કાશીના લોકોએ કહ્યું કે, તેઓએ આજ સુધી આટલી ભીડ જોઈ નથી, આજે આટલી ભીડ મંદિર અને મસ્જિદના સર્વેને કારણે હોઈ શકે છે.
વાસ્તવમાં, જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં સ્થિત કાશી વિશ્વનાથ મંદિર અને શૃંગાર ગૌરી સહિત અન્ય દેવતાઓની સુરક્ષા અને પૂજાની માંગ કરતી અરજીની સુનાવણી દરમિયાન, કોર્ટે આજે મંદિર અને મસ્જિદના સર્વેક્ષણનો આદેશ આપ્યો છે. બપોરે 3 વાગ્યા પછી કોર્ટ કમિશનરના નેતૃત્વમાં મંદિર અને મસ્જિદનો સર્વે કરવામાં આવશે અને વીડિયોગ્રાફી કરવામાં આવશે.
આ પણ વાંચો:ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા ગ્રીષ્માની પ્રાર્થના સભામાં, પરિવારજનોને પાઠવી સાંત્વના
આ પણ વાંચો: વરરાજાને લગ્નના હરખમાંને હરખમાં ડાન્સ કરતાં મળ્યું મોત, ઘોડે સવાર થવાને બદલે થયો અર્થીમાં સવાર
