પીએમ મોદીને સ્વચ્છ ભારત અભિયાન માટે બિલ અને મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન તરફથી એવોર્ડ મળ્યો છે. પીએમ મોદીને બિલ ગેટ્સે ગ્લોબલ ગોલકીપર્સ એવોર્ડ એનાયત કર્યો હતો. આ એવોર્ડ મળતાં પીએમ મોદીએ કહ્યું કે, આ સમ્માન મારું નથી, પણ કરોડો ભારતીઓનું છે કે જેમણે સ્વચ્છ ભારતનાં સંકલ્પને ન માત્ર સાબિત કર્યો, પરંતુ તેને રોજિંદા જીવનમાં પણ આકાર આપ્યો છે.
મહાત્મા ગાંધીની 150 મી જન્મજયંતી પર વ્યક્તિગત રીતે મને આ એવોર્ડ આપવામાં આવે તે પણ મારા માટે ખૂબ મહત્વનું છે. આ એક પુરાવો છે કે જો 130 કરોડ લોકોની માનવ શક્તિ કોઈ પણ એક સંકલ્પને પૂર્ણ કરવામાં જોડાય, તો કોઈપણ પડકાર પર જીત મેળવી શકે છે. એવોર્ડ પ્રાપ્ત કર્યા બાદ, પીએમ મોદીએ કહ્યું, “આ સમ્માન હું એવા ભારતીઓને સમર્પિત કરું છું જેમણે સ્વચ્છ ભારત મિશનને એક જન આંદોલનમાં પરિવર્તિત કર્યું, જેમણે સ્વચ્છતાને તેમના રોજિંદા જીવનમાં પ્રથમ અગ્રતા બનાવવાનું શરૂ કર્યું.” તેમણે કહ્યું કે તાજેતરમાં કોઇ દેશમાં આવી ઝુંબેશ સાંભળવા અને જોવામાં આવી નથી. આ અભિયાન અમારી સરકાર દ્વારા ભલે શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ તેની કમાન લોકોએ પોતાના હાથોમાં લીધી હતી. હું માનું છું કે સ્વચ્છ ભારત મિશનની સફળતા કોઈપણ આંકડાથી ઉપર છે. જો આ મિશન દ્વારા કોઈને સૌથી વધુ લાભ આપવામાં આવ્યો હોય તો તે દેશની ગરીબ, દેશની મહિલાઓ છે.
New York: Prime Minister Narendra Modi receives 'Global Goalkeeper Award' for the 'Swachh Bharat Abhiyan', from the Bill and Melinda Gates Foundation. Award presented by Bill Gates. pic.twitter.com/Ty1vn92ADg
— ANI (@ANI) September 25, 2019
પીએમ મોદીએ કહ્યું કે શૌચાલયોનાં અભાવને કારણે ઘણી છોકરીઓએ તેમની સ્કૂલનું શિક્ષણ અડધેથી છોડી દીધું હતું. અમારી દીકરીઓ ભણવા માંગે છે, પરંતુ શૌચાલયોનાં અભાવને લીધે તેઓએ શાળા છોડી અને ઘરે બેસવાની ફરજ પડી. આ પરિસ્થિતિમાંથી દેશની ગરીબ મહિલાઓ અને પુત્રીઓને દૂર કરવાની જવાબદારી મારી સરકારની હતી અને અમે તેને પૂર્ણ શક્તિથી નિભાવ્યું, તેને પ્રામાણિકપણે પૂર્ણ કર્યું. પ્રધાનમંત્રીએ કહ્યું કે, મારા માટે ખૂબ જ સંતોષની વાત છે કે સ્વચ્છ ભારત મિશન લાખો લોકોનાં જીવન બચાવવા માટેનું માધ્યમ બની ગયું છે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનો રિપોર્ટ પોતે જ કહે છે કે સ્વચ્છ ભારતને કારણે 3 લાખ લોકોનાં જીવ બચાવવાની સંભાવના બની છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
