Surat News/ સુરત ઝવેરી બજારમાં ₹600 કરોડનો બિન હિસાબી વેપાર, ₹18 કરોડની GST ચોરી, DGGIનો મોટો દરોડો

સુરતના ઝવેરી બજારમાં ₹600 કરોડના બિનહિસાબી વેપારથી ₹18 કરોડની GST ચોરી (GST Evasion). DGGIની કાર્યવાહી બાદ ધરપકડ.

Top Stories Gujarat Surat Breaking News
GST Evasion

Surat News:સુરતના ઝવેરી બજારમાં GST ચોરીનો મોટો કૌભાંડ સામે આવ્યો છે, જેમાં અંદાજે ₹575-600 કરોડના બિનહિસાબી વેપાર દ્વારા ₹17-18 કરોડની GST ચોરી (GST Evasion) થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ ઘટના સુરતના ઝવેરી વેપારીઓમાં ભારે ફફડાટ મચાવી રહી છે અને તેને શહેરના ઝવેરી બજારમાં અત્યાર સુધીની સૌથી મોટી ટેક્સ ચોરીના કિસ્સાઓમાં ગણવામાં આવી રહી છે.ડાયરેક્ટરેટ જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સ (DGGI)ની સુરત ઝોનલ યુનિટે બાતમીના આધારે ચોકસી બજારમાં આવેલી એક નાનકડી ઓફિસ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

GST ચોરી (GST Evasion) કૌભાંડ

આ દરોડા દરમિયાન યતીનકુમાર સુમતીલાલ શાહ (ઉર્ફે યતીન શાહ),પ્રોપ્રાઇટર ઓફ સુમિત સિલ્વર (Sumit Silver / Sumatilal Silver), સામે આવ્યા હતા.તપાસમાં ખુલાસો થયો કે છેલ્લા ત્રણ વર્ષમાં આ વેપારીએ ₹600 કરોડથી વધુના ચાંદીના બુલિયન અને ફિનિશ્ડ આર્ટિકલ્સ (દાગીના)નો બિલ વગરનો, રોકડ આધારિત વેપાર કર્યો હતો. આમાંથી મોટા ભાગના વ્યવહારો લાલ ડાયરીઓમાં જ ‘કાચા’ રૂપમાં નોંધાયા હતા, જેમાં કોઈ અધિકૃત એકાઉન્ટિંગ સિસ્ટમ કે GST રજિસ્ટ્રેશનનો ઉપયોગ થયો નહોતો.પ્રાથમિક તપાસ અનુસાર, ચાંદી પર લાગુ 3% GSTને ધ્યાનમાં રાખતાં આશરે ₹17-18 કરોડની GST ચોરી (GST Evasion) થઈ છે. આ કૌભાંડને કારણે DGGIએ યતીન શાહની CGST એક્ટની કલમ 69 હેઠળ ધરપકડ કરી અને તેમને કોર્ટમાં રજૂ કર્યા બાદ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.

તપાસ દરમિયાન મળેલા દસ્તાવેજો અને ડિજિટલ ડેટામાંથી સંકેત મળ્યા છે કે આ બિનહિસાબી વેપારમાં સુરતના ચાર નામાંકિત જ્વેલર્સની સંડોવણી હોઈ શકે છે. આ વેપારીઓએ મોટા પાયે ચાંદી અને સોનાના દાગીના બિલ વગર વેચાણ કર્યા હોવાની શંકા છે. DGGIના અધિકારીઓએ જણાવ્યું કે આ કાર્યવાહીમાં મોટા જ્વેલર્સ સાથેના કનેક્શનની પણ ઊંડી તપાસ કરવામાં આવી રહી છે.

GST વિભાગની (GST Evasion) કાર્યવાહી બાદ હવે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ પણ આ મામલે સક્રિય થઈ ગયું છે. આઈટી વિભાગ છેલ્લા ત્રણ વર્ષના ટેક્સ રિટર્નની ચકાસણી કરશે અને આરોપી જ્વેલર્સને નોટિસ પાઠવશે.વધુમાં, જે ગ્રાહકોએ બિલ વગર સોનું-ચાંદી ખરીદ્યું હોય, તેઓ પણ આઈટીના રડારમાં આવી ગયા છે. આવા વ્યવહારોમાં અનડિસ્ક્લોઝ્ડ ઇન્કમની શંકા હોવાથી તપાસ વધુ વિસ્તારશે.આ ઘટનાએ સુરતના ઝવેરી બજારમાં ભારે ખળભળાટ મચાવ્યો છે.


આ પણ વાંચો:સુરતમાં ગેરકાયદે ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઈન ગેમિંગનો પર્દાફાશ, 10 આરોપીઓની ધરપકડ

આ પણ વાંચો:સુરતમાં શિવા ઝાલાના ઘરે લાઈવ રેડ પાડીને પોલીસે હાઈ-ટેક ડ્રગ્સ ટ્રાફિકિંગ રેકેટનો પર્દાફાશ કર્યો

આ પણ વાંચો:અમદાવાદ કસ્ટમ્સમાં IGST કૌભાંડ, ઈન્સ્પેક્ટર રૂપરામ યાદવની ધરપકડ, કરોડોનો બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટનો આરોપ