કોંગ્રેસની પ્રેસ કોન્ફરંન્સ દરમિયાન બુધવારે એક વ્યક્તિએ ખલેલ પાડતા નારેબાજી સાથે હોબાળો કર્યો હતો. પાર્ટીનાં કાર્યાલયમાં જ્યારે કોંગ્રેસનાં પ્રવક્તા પવન ખેડા પત્રકારોને સંબોધિ રહ્યા હતા ત્યારે એક વ્યક્તિ અચાનક નારેબાજી સાથે ભારતનો ઝંડો લઇને સામે આવી ગયો હતો.
#WATCH Delhi: A man interrupts the media briefing by Congress Spokesperson Pawan Khera, shouts "Yogi Adityanath ko Ajay Singh Bisht kehna Bharatiya sanskriti ka apmaan hai, Vande Mataram, Bharat mata ki jai" pic.twitter.com/pRDNd7WKsc
— ANI (@ANI) May 15, 2019
કોંગ્રેસની પ્રેસ કોન્ફરંન્સમાં ખલેલ પહોચાડનાર વ્યક્તિએ નારાબાજી સાથે કહ્યુ કે, ‘ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને કોંગ્રેસ પ્રવક્તા દ્વારા અજય સિંહ બિષ્ટ કહેવા પર તેણે નારેબાજી શરૂ કરી હતી. તેનું કહેવુ છે કે યોગી આદિત્યનાથને અજય સિંહ બિષ્ટ કહેવુ ભારતીય સંસ્કૃતિનું અપમાન છે.’ આ બોલ્યા બાદ તે વ્યક્તિ ‘વંદે માતરમ’ અને ‘ભારત માતા કી જય’ નાં નારા લગાવવા લાગ્યો હતો. હોબાળો કરનાર આ વ્યક્તિએ પોતાનું નામ નચિકેતા બતાવ્યુ છે. મળતી માહિતી અનુસાર તે મહારાષ્ટ્રનાં અહમદનગર જિલ્લાનો નિવાસી છે.
