Not Set/ શાહીન બાગમાં યુવક દ્વારા ફાયરિંગ, કહ્યુ – દેશમાં માત્ર હિન્દુઓનું જ ચાલશે

નાગરિકતા સુધારો અધિનિયમ અને એનઆરસીને લઈને શાહીન બાગમાં છેલ્લા ઘણા દિવસોથી પ્રદર્શન ચાલી રહ્યા છે. શાંતિપૂર્ણ ચાલી રહેલા પ્રદર્શનમાં ત્યારે અફરા-તફરી જોવા મળી કે જ્યારે એક શખ્સ અહી પિસ્તોલ સાથે દૌડી આવ્યો ને ફાયરિંગ કર્યુ. આ ઘટના શાહીનબાગના જસોલા ડ્રેઇન પાસે બની હતી. બાતમી મળતાં સ્થળ પર હાજર પોલીસે ફાયરિંગ કરનાર વ્યક્તિની ધરપકડ કરી છે. […]

Top Stories India
Kapil Gurjar શાહીન બાગમાં યુવક દ્વારા ફાયરિંગ, કહ્યુ - દેશમાં માત્ર હિન્દુઓનું જ ચાલશે

નાગરિકતા સુધારો અધિનિયમ અને એનઆરસીને લઈને શાહીન બાગમાં છેલ્લા ઘણા દિવસોથી પ્રદર્શન ચાલી રહ્યા છે. શાંતિપૂર્ણ ચાલી રહેલા પ્રદર્શનમાં ત્યારે અફરા-તફરી જોવા મળી કે જ્યારે એક શખ્સ અહી પિસ્તોલ સાથે દૌડી આવ્યો ને ફાયરિંગ કર્યુ. આ ઘટના શાહીનબાગના જસોલા ડ્રેઇન પાસે બની હતી. બાતમી મળતાં સ્થળ પર હાજર પોલીસે ફાયરિંગ કરનાર વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસ તેને પોલીસ સ્ટેશન લઈ ગઈ છે અને તેની પૂછપરછ કરી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આરોપીનું નામ કપિલ ગુર્જર છે. તે નોયડાની બાજુમાં આવેલા દલ્લુપુરાનો રહેવાસી છે. પોલીસ શાહીન બાગ પોલીસ સ્ટેશન લઈ કપિલ ગુર્જરની પૂછપરછ કરી રહી છે. દિલ્હી પોલીસનાં ડીસીપી ચિન્મય બિસ્વાલે કહ્યું કે, આ વ્યક્તિ હવામાં ફાયરિંગ કરી રહ્યો હતો, જેની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી. પ્રત્યક્ષદર્શીઓ અનુસાર કપિલે 3 ગોળી ચલાવી હતી. જ્યારે પોલીસ તેની ધરપકડ કરીને લઇ જઇ રહી હતી, ત્યારે કપિલે કહ્યું કે, આ દેશમાં કોઈની પણ નહી ચાલે, ફક્ત હિન્દુઓની જ ચાલશે. જ્યાંથી ગોળી ચલાવવામાં આવી છે તે સ્થળ મુખ્ય ધરણાસ્થળથી લગભગ 150 મીટર દૂર છે. જણાવી દઇએ કે, અહીં ધરણાસ્થળ સંકુલનાં બેરિકેડ લાગેલા છે. અને સુરક્ષા કર્મીઓ પણ અહીં બેસે છે. ગોળી પરિસરની બહાર ચાલી છે. આપને જણાવી દઇએ કે, અગાઉ 30 માર્ચે જામિયા યુનિવર્સિટીથી રાજઘાટ સુધી એક વિરોધ પ્રદર્શન માટે માર્ચ કાઠવામાં આવ્યુ હતુ. આ દરમિયાન એક યુવકે ખુલેઆમ ફાયરિંગ કરી હતી જેમાં એક યુવાન ઘાયલ થયો હતો.

આ ફાયરિંગ કરનારની પોલીસે ધરપકડ કરી હતી. ફાયરિંગ કરનાર શખ્સ સગીર હોવાનુ સામે આવી રહ્યુ છે. આ વ્યક્તિએ ઘટનાને અંજામ આપતા પહેલા ફેસબુક લાઈવ કર્યું હતું. આરોપી વ્યક્તિએ તેની એક ફેસબુક પોસ્ટમાં લખ્યું, “શાહીન ભાગ ખેલ ખતમ.” આપને જણાવી દઇએ કે, નાગરિકતા સુધારો કાયદાને લઈને શાહીન બાગ વિસ્તારમાં એક મહિનાથી ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. અગાઉ પણ એક વ્યક્તિએ શાહીન બાગમાં પિસ્તોલ લહેરાવી હતી ત્યારબાદ ભારે હંગામો થયો હતો. પિસ્તોલ લહેરાવનાર લુકમાને જણાવ્યું હતું કે, તે છેલ્લા 30 વર્ષથી શાહીન બાગમાં રહે છે. તે ત્યાં પ્રદર્શનકારીઓને રસ્તો ખોલવા માટે કહેવા ગયો હતો. તેણે કહ્યું કે હું હંમેશા મારી બંદૂક મારી પાસે રાખું છું, કોઈએ તેને જોઇને બહાર કાઠી દીધી, મને ખબર નથી કે તે કોણ છે. આ પછી એક અફવા ફેલાઈ હતી કે આ યુવક હાથમાં પિસ્તોલ લઇને પ્રદર્શનકારીઓને ધમકાવવા આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.