Not Set/ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ પર થયો ડ્રોનથી હુમલો, માદુરોએ કહ્યું, આ અટેક પાછળ છે અમેરિકા-કોલંબિયાનો હાથ

કારાક્સ, વેનેઝુએલાની રાજધાની કારાક્સમાં આયોજિત એક કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો પોતાનું ભાષણ આપી રહ્યા ત્યારે તેઓ પર ડ્રોનથી હુમલો થયા હોવાની ઘટના સામે આવી છે. આ હુમલામાં તેઓનો આબાદ બચાવ થયો છે, પરંતુ અન્ય ૭ જવાનો ઘાયલ થયા હોવાની માહિતી મળી છે. Momento exacto de la rápida reacción de la guardia presidencial para proteger a […]

Top Stories World Trending
8e0re578 drone attack વેનેઝુએલાના રાષ્ટ્રપતિ પર થયો ડ્રોનથી હુમલો, માદુરોએ કહ્યું, આ અટેક પાછળ છે અમેરિકા-કોલંબિયાનો હાથ

કારાક્સ,

વેનેઝુએલાની રાજધાની કારાક્સમાં આયોજિત એક કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો પોતાનું ભાષણ આપી રહ્યા ત્યારે તેઓ પર ડ્રોનથી હુમલો થયા હોવાની ઘટના સામે આવી છે. આ હુમલામાં તેઓનો આબાદ બચાવ થયો છે, પરંતુ અન્ય ૭ જવાનો ઘાયલ થયા હોવાની માહિતી મળી છે.

મીડિયા રિપોર્ટ મુજબ, રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો નેશનલ ગાર્ડસના ૮૧ વર્ષ પૂર્ણ થયા બાદ આ પ્રસંગે આયોજિત કરાયેલા કાર્યક્રમમાં પોતાનું સંબોધન આપી રહ્યા હતા, ત્યારે વિસ્ફોટકથી ભરેલા ડ્રોનથી હુમલો કરાયો હતો. આ હુમલા બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ઘટનાસ્થળે પણ આગ લાગી હતી.

રાષ્ટ્રપતિ માદુરો પર થયેલા હુમલાની પૃષ્ટિ કરતા વેનેઝુએલાના સુચના મંત્રી જ્યોર્જ રોડ્રિગ્જે જણાવ્યું, “આ રાષ્ટ્રપતિ માદુરો પર હુમલો કરાયો હતો. જયારે માદુરો પોતાનું ભાષણ આપી રહ્યા હતા ત્યારે હુમલો કરાયો હતો. પરંતુ રાષ્ટ્રપતિને કોઈ નુકશાન થયું નથી, જયારે ૭ જવાનો ઘાયલ થયા છે”.

નિકોલસ માદુરોએ આ ઘટના બાદ સરકારી ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું, “આ હુમલો મારી હત્યા કરવા માટે કરવામાં આવ્યો હતો, આજે તેઓએ મારી હત્યા કરવાની કોશિશ કરી હતી”

હુમલા પાછળ છે કોલંબિયા અને અમેરિકાનો હાથ

તેઓએ વધુમાં જણાવતા કહ્યું, “આ હુમલામાં કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી છે અને તાપસ કરાઈ રહી છે. માદુરોએ આ હુમલા માટે પાડોશી દેશ કોલંબિયા અને અમેરિકાના કેટલાક અજ્ઞાત શખ્સોને જવાબદાર ઠેરવ્યા છે. આ ઉપરાંત દેશના કેટલાક અધિકારીઓએ આ હુમલા માટે વેનેઝુએલાના વિપક્ષી નેતાઓને પણ જવાબદાર ઠેરવ્યા છે.

આ ઘટના બાદ એક વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં માદુરો સ્પીચ આપતા જોવા મળી રહ્યા છે અને જયારે એકદમ જ હુમલો થાય છે ત્યારે રાષ્ટ્રપતિ સહિત તમામ ઉપસ્થિત અધિકારીઓ અચાનક જ આકાશ તરફ જુવે છે. આ દરમિયાન ધમાકાનો અવાજ આવે છે અને પછી કેમેરો રાષ્ટ્રપતિ પરથી હટી જાય છે.

જો કે ટેલિવિઝન પર કોઈ ડ્રોન નજર આવ્યો નથી, પરંતુ  આ ધમાકા બાદ સિક્યુરીટી ગાર્ડસ રાષ્ટ્રપતિ માદુરોની સામે બેલેસ્ટિક ઢાલ લઈને પહોચી ગયા હતા અને તેઓને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.