Not Set/ નવસારીમાં ફરી એક વાર કરોડોની ચલણી નોટો ઝડપાઇ

નવસારી, નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી એ સમયે તેમને બાતમી મળી હતી કે કેટલાક ઈસમો ભારતીય બનાવટની બંધ થઈ ગયેલી જૂની ચલણી નોટો લઈને નવસારી જિલ્લામાં આવી રહ્યા છે. જે બાતમીના આધારે નવસારી એલસીબી પોલીસની ટીમે વોચ ગોઠવતા ઊંડાચ ગામ નજીક નેશનલ હાઈવે નંબર ૪૮ ઉપર એક એસન્ટ કારમાં આવેલા ચાર ઈસમો પાસે […]

Top Stories Gujarat Others Videos
mantavya 223 નવસારીમાં ફરી એક વાર કરોડોની ચલણી નોટો ઝડપાઇ

નવસારી,

નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી એ સમયે તેમને બાતમી મળી હતી કે કેટલાક ઈસમો ભારતીય બનાવટની બંધ થઈ ગયેલી જૂની ચલણી નોટો લઈને નવસારી જિલ્લામાં આવી રહ્યા છે.

જે બાતમીના આધારે નવસારી એલસીબી પોલીસની ટીમે વોચ ગોઠવતા ઊંડાચ ગામ નજીક નેશનલ હાઈવે નંબર ૪૮ ઉપર એક એસન્ટ કારમાં આવેલા ચાર ઈસમો પાસે તપાસ કરતા તેમની પાસેથી ૩.૫૦ કરોડની જૂની ચલણી નોટો મળી આવી હતી.

જેથી આ ચારે ઈસમોને નવસારી એલસીબી પોલીસની ટીમે ઝડપી પાડી તેમની પ્રાથમિક પૂછપરછ કરતા આ તેઓ આ જૂની ચલણી નોટો મુંબઈથી અલગ અલગ જગ્યાએ થી લાવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

જોકે તેઓ આ ચલણી નોટો કોને આપવાના હતા. જોકે તેઓ આ ચલણી નોટો કોને આપવાના હતા એ દિશમાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે. ત્યારે આ જૂની ચલણી નોટો રદ્દ થયા બાદ અનેક વાર નવસારી જિલ્લા માંથી ઝડપાઈ ચુકી છે. ત્યારે પોલીસ આ અંગે પણ તપાસ કરે તે જરૂરી બન્યું છે.