Not Set/ ઉરીમાં સેનાના કેમ્પ નજીક ફાયરીંગ,3-4 થી આતંકીઓ છુપાયા હોવાની આશંકા

જમ્મુ, જમ્મુના સુંજવાં આર્મી કેમ્પ ખાતે થયેલા આતંકી હુમલામાં બે જવાન શહીદ થયા છે. આ ઉપરાંત ત્રણ જવાન અને એક દિકરી સહિત ચાર જણા ઘાયલ થયા છે. હુમલા બાદ જમ્મુમાં રેડ એલર્ટ તો દિલ્હી સુધી એલર્ટ આપવામાં આવ્યું છે. વહેલી સવારે પાંચ વાગ્યાના અસરામાં ત્રણથી ચાર આતંકવાદીઓ જાળી કાપીને કેમ્પમાં દાખલ થયા હતાં. જે બાદ […]

Top Stories India Videos
mantavya 222 ઉરીમાં સેનાના કેમ્પ નજીક ફાયરીંગ,3-4 થી આતંકીઓ છુપાયા હોવાની આશંકા

જમ્મુ,

જમ્મુના સુંજવાં આર્મી કેમ્પ ખાતે થયેલા આતંકી હુમલામાં બે જવાન શહીદ થયા છે. આ ઉપરાંત ત્રણ જવાન અને એક દિકરી સહિત ચાર જણા ઘાયલ થયા છે.

હુમલા બાદ જમ્મુમાં રેડ એલર્ટ તો દિલ્હી સુધી એલર્ટ આપવામાં આવ્યું છે. વહેલી સવારે પાંચ વાગ્યાના અસરામાં ત્રણથી ચાર આતંકવાદીઓ જાળી કાપીને કેમ્પમાં દાખલ થયા હતાં.

જે બાદ આતંકવાદીઓએ બંકરમાં ગોળીબાર કર્યો હતો. હુમલા બાદ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ અને પૈરા કમાન્ડોના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. ઓપરેશન પર નજર રાખવા માટે ડ્રોન અને હેલિકોપ્ટનો સહાયો લેવાયો છે.

અહી ક્વિક રિસ્પોસ્ટની ચાર ટીમ તૈનાત કરાઈ છે.  હુમલા બાદ 500 મીટરના અંતરમાં આવેલી તમામ શાળાઓને બંધ રાખવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર 2018-19ના રોજ ઉરીના આર્મી કેમ્પમાં પાકિસ્તાનથી આવેલા જૈશ-એ-મોહમ્મદના આતંકીઓએ હુમલો કર્યો હતો. વહેલી સવારે જ્યારે જવાન પોતાના કેમ્પમાં સૂતા હતા ત્યારે આતંકીઓએ હુમલો કર્યો હતો.

આ હુમલામાં ભારતીય સેનાના 19 જવાન શહીદ થયા હતા. જો કે તમામ આતંકીઓને ત્યારે ઠાર કરી દેવાયા હતા. પરંતુ તેમાં પાકિસ્તાની કનેકશનની પોલ ખૂલી ગઇ હતી.

ભારતે આ હુમલાનો જવાબ સર્જીકલ સ્ટ્રાઇક કરીને આપ્યો હતો. ઉરી હુમલાના દસ દિવસ બાદ 29 સપ્ટેમ્બરના રોજ ભારતીય જવાનોએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ઘૂસી ત્યાં હાજર આતંકી કેમ્પોને તબાહ કરી દીધા હતા. આ સર્જીકલ સ્ટ્રાઇકમાં ભારતીય જવાનોએ અંદાજે 50 આતંકીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા.