Not Set/ અમદાવાદ/ 19 વર્ષના યુવકે કરી આત્મહત્યા, કારણ જાણશો તો મગજ બહેર મારી જશે

અમદાવાદમાં 19 વર્ષના એક યુવકે માની ના શકાય એવા કારણસર આત્મહત્યા કરી છે.આત્મહત્યા સમયે યુવકે લખેલી સ્યુસાઇડ નોટમાં લખ્યુ છે કે પોતે પાતળો હોવાને કારણે કારણે આત્મહત્યા કરી હતી.તેણે સ્યુસાઈડ નોટમાં પોતાના દૂબળા પાતળા શરીરથી કંટાળીને આત્મહત્યા કરી રહ્યો છે તેવું કારણ જણાવ્યું હતું. મૂળ મહીસાગરના લુણાવાડાના રહેવાસી રમેશભાઈ વણકરનો પુત્ર ગૌરાંગ અમદાવાદના થલતેજ વિસ્તારમાં […]

Ahmedabad Gujarat
mahiap 6 અમદાવાદ/ 19 વર્ષના યુવકે કરી આત્મહત્યા, કારણ જાણશો તો મગજ બહેર મારી જશે

અમદાવાદમાં 19 વર્ષના એક યુવકે માની ના શકાય એવા કારણસર આત્મહત્યા કરી છે.આત્મહત્યા સમયે યુવકે લખેલી સ્યુસાઇડ નોટમાં લખ્યુ છે કે પોતે પાતળો હોવાને કારણે કારણે આત્મહત્યા કરી હતી.તેણે સ્યુસાઈડ નોટમાં પોતાના દૂબળા પાતળા શરીરથી કંટાળીને આત્મહત્યા કરી રહ્યો છે તેવું કારણ જણાવ્યું હતું.

મૂળ મહીસાગરના લુણાવાડાના રહેવાસી રમેશભાઈ વણકરનો પુત્ર ગૌરાંગ અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલી મેનકા સોસાયટીમાં તેના પિતરાઈ ભાઈ સાથે પીજી તરીકે રહેતો હતો. તે અમદાવાદમાં રહીને એમબીબીએસની માટે NEET પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યો હતો. તેમજ અમદાવાદમાં રહીને કોચિંગ ક્લાસીસમાં જતો હતો.

મંગળવારે બપોરે ગૌરાંગે તેના રૂમમાં પંખા સાથે લટકીને અચાનક આત્મહત્યા કરી લીધી હતી. ત્યારે પીજીના વિદ્યાર્થીઓ આ દ્રશ્ય જોઈને ચોંકી ગયા હતા. આ મામલે સોલા પોલીસ પણ તરત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

પોલીસ તપાસમાં ગૌરાંગની સ્યૂસાઈડ નોટ મળી આવી હતી. જેમાં તેણે ઉલ્લેખ કર્યો હતો કે, હું મારાથી અને બોડીથી કંટાળી ગયો છું. એટલે આમ કરું છું. પપ્પા-મમ્મી હું સારો છોકરો ન બની શક્યો. પપ્પા બીજા સબ્જેક્ટની જેમ ડિપ્રેશનમાંથી બહાર નીકળવાનું પણ શીખવાડવામાં આવ્યું હોત તો… લવ યુ મમ્મી-પપ્પા….’

એવું પણ સામે આવ્યું છે કે ગૌરાંગ શરીર વધારવા માટે અને ફીટ રહેવા માટે ડોક્ટરની દવા અને પ્રોટીન પાવડર લેતો હતો પણ દૂબળા શરીરમાં કોઈ ફરક પડતો ન હતો, તેથી તે સતત ડિપ્રેશનમાં રહેતો હતો.

જે દિવસે ગૌરાંગે સ્યૂસાઈડ કર્યું, તે જ દિવસે તેના પિતા રમેશભાઈ તેને મળવા માટે અમદાવાદ આવ્યા હતા. બંને પિતા-પુત્રએ સાથએ બેસીને વાતચીત કરી હતી. તેમ છતાં ગૌરાંગે પિતાને પોતાના ડિપ્રેશનની કોઈ જ વાત કરી નહોતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.