Ahmedabad/ AMTSમાં ફરજ બજાવતા કંડક્ટરની પૂર્વ પ્રેમિકા અને મિત્રએ એસિડ ફેંક્યો

અમદાવાદ મહાનગરપાલિકા ટ્રાન્સપોર્ટ સર્વિસ (એએમટીએસ)માં ફરજ બજાવતા 51 વર્ષીય કંડક્ટર રાકેશ બ્રહ્મભટ્ટે કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે તેઓ કંટ્રોલ કેબિન નંબર -7 પર કંટ્રોલર તરીકે ફરજ પર હાજર હતા, દરમિયાન પાંચ વર્ષ પહેલા મહેજબીન છુંવારા નામની મહિલા સાથે દોસ્તી થતાં મિત્રતા પ્રેમમાં બદલાઈ હતી.

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 01 28T152644.021 AMTSમાં ફરજ બજાવતા કંડક્ટરની પૂર્વ પ્રેમિકા અને મિત્રએ એસિડ ફેંક્યો

Ahmedabad News:  શહેર મનપા ટ્રાન્સપોર્ટ સર્વિસમાં (AMTS) કંડક્ટર તરીકે ફરજ બજાવતી વ્યક્તિ પર અચાનક મહિલા મિત્રએ એસિડ (Acid Attack) ફેંક્યો હતો. એસિડ ફેંકતા કન્ડક્ટરને (Conductor) આંખ, પીઠ અને ગુપ્તભાગે દાઝી જતા હોસ્પિટલ (Hospital)માં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ બનાવની ફરિયાદ કાલુપુર પોલીસ સ્ટેશન (Kalupur Police Station)માં કરાઈ છે.

અમદાવાદ (Ahmedabad) મહાનગરપાલિકા ટ્રાન્સપોર્ટ સર્વિસ (એએમટીએસ)માં ફરજ બજાવતા 51 વર્ષીય કંડક્ટર રાકેશ બ્રહ્મભટ્ટે કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે તેઓ કંટ્રોલ કેબિન નંબર -7 પર કંટ્રોલર તરીકે ફરજ પર હાજર હતા, દરમિયાન પાંચ વર્ષ પહેલા મહેજબીન છુંવારા નામની મહિલા સાથે દોસ્તી (Friendship) થતાં મિત્રતા પ્રેમ (Love)માં બદલાઈ હતી.

બાદમાં આ ઘટનાની જાણ તેમની પત્નીને થતાં તેમને આ મિત્ર સાથે સંબંધ તોડી નાંખ્યો હતો. અને વાતચીત સદંતર બંધ કરી દીધી હતી. પરંતુ 27 જાન્યુઆરીના રોજ તેઓ ફરજ પર હતા ત્યારે તેમની મહિલા મિત્રએ અચાનક આવી મારી સાથે સંબંધ કેમ નથી રાખતો તેમ કહી એસિડ ફેંક્યો હતો. જેથી રાકેશભાઈની જમણી આંખ, પીઠનો ભાગ અને ગુપ્તભાગ દાઝી ગયા હતા.

પછી તેમને ગંભીર હાલતમાં જી.સી.એસ. હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. પોલીસ સ્ટેશનમાં મહેજબીન છુંવારા અને મિત શર્મા સામે ફરિયાદ દાખલ કરાઈ છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મોરબીમાં પફમાંથી એક ઇંચ જેટલો લોખંડનો સ્ક્રુ નીકળ્યો

આ પણ વાંચો:સુરતમાં યુવાનને ટામેટું માંગવું પડ્યું મોંઘુ, બદલામાં મળ્યું મોત

આ પણ વાંચો:વડોદરા હરણી હોનારતમાં સૌથી મોટો ખુલાસો,શાળાએ પ્રવાસની મંજૂરી જ નહોતી લીધી