ગાંધીનગર/ રાજ્યપાલને આવેદન પત્ર પાઠવવા કોંગી કાર્યકરોની રાજભવન પહોચે તે પહેલા અટકાયત

કોંગ્રેસનાં નેતાઓ અને સભ્યોએ રાજભવન તરફ આગેકૂચ કરી છે જોકે કોંગી કાર્યકરો રાજભવન પહોચે તે પહેલા જ તેની અટકાયત કરવામાં આવી છે.

Top Stories Gujarat Others
રાજભવન

નેશનલ હેરાલ્ડ પેપર સાથે જોડાયેલા કથિત મની લોન્ડ્રિંગ કેસમાં છેલ્લા ચાર છાર દિવસથી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. ત્યારે દેશભરમાં વિવિધ સ્થળો ઉપર કોંગ્રેસ પાર્ટીના નેતાઓ અને સભ્યો દ્વારા દેખાવો કરવામાં આવી રહ્યા છે. આજે ગુજરાતમાંથી પણ આ બાબતે વિરોધ કરવામાં આવ્યો છે અને રાજ્યપાલને રાહુલ ગાંધી તેમજ સોનિયા ગાંધીને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા હોય તે માટે આવેદનપત્ર પાઠવવા માટે રાજ્યના કોંગ્રેસનાં નેતાઓ અને સભ્યોએ  રાજભવન તરફ આગેકૂચ કરી છે જોકે કોંગી કાર્યકરો રાજભવન પહોચે તે પહેલા જ તેની અટકાયત કરવામાં આવી છે.

જગદીશ ઠાકોર પ્રદેશ પ્રમુખ, શુખરામ રાઠવા વિપક્ષ નેતા, સી.જે ચાવડા, શૈલેશ પરમાર, હિંમતસિંહ પટેલ, સિદ્ધાર્થ પટેલ, અર્જુન મોઢવાડીયા, તુષાર ચૌધરી સહિતના નેતા રાજ ભવન પહોચ્યા છે અને રાજ્યપાલને  આવેદન પત્ર આપશે. જ્યારે બીજા કાર્યકરોને સર્કિટ હાઉસ ખાતે રોકવામાં આવ્યા હતા.

આ બાબતે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, “છેલ્લા 4 દિવસથી અમારા રાહુલજીની ઈડી  દ્વારા પૂછપરછ કરી રહી છે. 4 દિવસ માં શું પૂછપરછ થઈ તે બધા જાણે છે. એક રૂપિયાની લેવડદેવડ નથી થઈ તો પણ ઈડી જુના કેસોમાં સમન્સ આપીને સોનિયાજી અને રાહુલજીને બોલાવી રહ્યું છે. જ્યારે બીજી તરફ આવક ના સાધનો ઓછા છે. જાવક વધારે છે ગૃહિણીઓ મોંઘવારીમાં પિસાઈ રહી છે. સરહદો સલામત નથી અને વડાપ્રધાન બોલે છે કોઈ ઘુસ્યું નથી. ભાજપે દેશમાં સર્વે કર્યો છે. ગુજરાતમાં 70 જેટલી સીટો ભાજપ જીતી શકતું નથી. 2022માં ભાજપ ગુજરાતમાં ના જીતે. ગુજરાત જીતવાનું તેમના માટે અઘરું બની રહેતા રાહુલજી ને ઈડી દ્વારા હેરાન કરી ધ્યાન બીજે દોરવામાં આવી રહ્યું છે. આથી આ અંગે રાજ્યપાલને એક આવેદનપત્ર પાઠવવામાં આવે છે. જ્યારે આવતીકાલે આવતીકાલે જિલ્લા કક્ષાએ અવેદન આપીશું. પછી તાલુકા કક્ષાએ અવેદન આપીશું.

ઉલ્લેખનીય છે કે મળતી માહિતી અનુસાર તપાસ એજન્સીએ રાહુલ ગાંધીની પૂછપરછનો ઓડિયો અને વીડિયો રેકોર્ડિંગ કર્યું છે. નિવેદન બાદ ટાઈપ કરવામાં આવે છે.   રાહુલ ગાંધી અને તપાસ અધિકારી દ્વારા તેના પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. છેલ્લા 3 દિવસમાં રાહુલ ગાંધીની 30 કલાકથી વધુ પૂછપરછ કરવામાં આવી છે. તેમની માતા અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી જેઓ કોવિડ માટે પોઝિટિવ આવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ છે. તેમની તબિયત સુધર્યા બાદ તેમની પણ પૂછપરછ કરવામાં આવશે.

ED ઓફિસની બહાર કોંગ્રેસ દિલ્હી પોલીસ સાથે અથડામણના માર્ગા પર છે. પક્ષના ટોચના નેતાઓ અને કાર્યકરોએ સત્તાધારી ભાજપની ‘બદલાની રાજનીતિ’ સામે તેમનો વિરોધ ચાલુ રાખ્યો છે. ગઈકાલે સચિન પાયલટ સહિતના વરિષ્ઠ નેતાઓને પોલીસે ઘેરી લીધા હતા અને તેમની અટકાયત કરી હતી. કેસી વેણુગોપાલ, ભૂપેશ બઘેલ અને રણદીપ સુરજેવાલા સહિતના ટોચના કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે, પોલીસ પાર્ટીના હેડક્વાર્ટરમાં પણ ઘૂસી હતી જ્યાંથી તેઓએ કાર્યકરો અને નેતાઓની અટકાયત કરી હતી.

સચિન પાયલટને પાર્ટીના હેડક્વાર્ટર પાસેથી ધરપકડ કરવામાં આવી હતી. અહેવાલ આનુસાર, ‘તેઓએ અમને બસમાં ધકેલી દીધા હતા અને મને ખબર નથી કે તેઓ અમારી સાથે આગળ શું કરવાની યોજના બનાવી રહ્યા છે. આ પ્રકારની અટકાયત અગાઉ ક્યારેય થઈ નથી. એક સભ્ય સમાજમાં આવો વ્યવહાર કરવામાં આવતો નથી.’ જોકે દિલ્હી પોલીસે કોંગ્રેસના દાવાને નકારી કાઢ્યા છે.

આ પણ વાંચો :  પીએસઆઇની ભરતીમાં જનરલ કેટેગરીને અન્યાયઃ પાટીદાર સમાજ