ગુજરાત/ અમદાવાદની આ બેઠકમાં ભાજપના ચાલુ ઘારાસભ્ય સામે કાર્યકરોએ નિરિક્ષકને પત્ર લખતા ખળભળાટ

પત્રમાં ધારાસભ્યના કામ કાજ અને વર્તનથી નારાજગી દર્શાવતા લખ્યું છે કે, જગદીશ પટેલ પાસે અધિકારીઓ પાસેથી કામ લેવાનું જ્ઞાન નથી.

Ahmedabad Gujarat
ધારાસભ્ય

ગુજરાત વિઘાનસભાની ચૂંટણી ગમે ત્યારે જાહેરાત થઇ શકે છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની પંસદગી માટે નિરિક્ષકોની ટીમ મોકલી છે અને નિરિક્ષકો સેન્સ લઇ વિઘાનસભા ચૂંટણી લડવા માંગતા ઉમેદવારોની યાદી હાઇકમાન્ડને મોકલશે જો કે શિસ્ત બંઘ પાર્ટીમાં કાર્યકરોએ જ નિરિક્ષકોને પત્ર લખતા ખળભળાટ મચ્યો છે.

વાત છે અમરાઇવાડી વિઘાનસભાની કે આ બેઠક પરથી ભાજપ ગમે તે ને ઉભો રાખે તો પણ જીતી જાય એવી આ બેઠક પરથી ચૂંટણી લડવા ઉમેદવારોનો રાફડો ફાટયો છે. આ બેઠક પરથી જગદીશ પટેલ ઘારાસભ્ય છે જો કે તેમની સામેજ ભાજપના સિનિયર કાર્યકરો અને હોદેદારોએ તેમને ટીકિટ ન આપવા અને ઉત્તર ગુજરાતના પાટીદાર સમાજના ઉમેદવારને ટીકિટ આપવા પત્ર લખ્યો છે.

પત્રમાં ધારાસભ્યના કામ કાજ અને વર્તનથી નારાજગી દર્શાવતા લખ્યું છે કે, જગદીશ પટેલ પાસે અધિકારીઓ પાસેથી કામ લેવાનું જ્ઞાન નથી.તેમજ અમરાઇવાડીના મતદારો પણ ઘારાસભ્યના કામથી ખુશ નથી, અને પત્રમાં જ્ઞાતિ સમિકરણ પણ દર્શાવવામાં આવ્યું છે . પત્રમાં ચિમકી પણ આપી કે જો જગદીશ પટેલને ટીકિટ આપવામાં આવશે તો ભાજપ અમરાઇવાડી બેઠક પરથી હારશે અને આ વખતે ઉત્તર ગુજરાત પાટીદાર સમાજના ઉમેદવારને ટીકિટ આપવા ઉલ્લેખ કરાયો છે.

નિરિક્ષકને લખેલા પત્રમાં હાલના વોર્ડ પ્રમુખ,શહેર કારોબારી સભ્ય,પુર્વ મન્યુ.કાઉન્સીલર,પુર્વ વોર્ડ મહામંત્રી સહિતના અન્ય હોદેદારોએ નામ અને નંબર લખી સહી પણ કરી છે આ પત્ર સોશિયલ મીડિયામાં ફરતા પાર્ટીમાં જ ચર્ચાના દોર શરૂ થયો છે. શિસ્તબંઘ પાર્ટીમાં ધારાસભ્ય સામે જ રોષ છે તેથી જોવાનું એ છે કે ભાજપ હાઇકમાન્ડ આ પત્રને ગંભીરતાથી લે છે કે કેમ?

આ પણ વાંચો:એલોન મસ્કના માલિક બનતાની સાથે જ નવું ફીચર થયુ રિલીઝ

આ પણ વાંચો: શું છે યુનિફોર્મ સિવિલ કોડ, ગુજરાત ચૂંટણી પહેલા જેના પર માસ્ટરસ્ટ્રોક દાવ લગાવી શકે છે BJP

આ પણ વાંચો:31 ઓક્ટોબરે PM થરાદથી ₹ 8000 કરોડથી વધુ મૂલ્યના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને જાહેરાત કરશે