Not Set/ અમદાવાદ/ ફેમિલી કોર્ટમાં વકીલોની સ્થિતિ બની કફોડી

  અમદાવાદમાં આવેલી ફેમેલી કોર્ટનાં વકીલોની હાલત કફોડી બની ગઈ છે. વકીલો ફૂટપાથ પર આવી ગયા છે. કારણ કે કોર્ટ બંધ છે. ઇન્કમટેક્ષ નજીક ફેમેલી કોર્ટ આવેલી છે જે કોરોનાનાં કારણે બંધ રાખવામાં આવી છે. જેથી વકીલોને કેમ્પસમાં પ્રવેશ મળી રહ્યો નથી. તેમની કાયમી બેઠક વ્યવસ્થા કેમ્પસમાં છે અને કોર્ટનાં ઇ ફાઈલિંગ દ્વારા કાર્યવાહી ચાલે […]

Ahmedabad Gujarat
ecbfd866ab9c94c8b59ab99eac7b6092 અમદાવાદ/ ફેમિલી કોર્ટમાં વકીલોની સ્થિતિ બની કફોડી
ecbfd866ab9c94c8b59ab99eac7b6092 અમદાવાદ/ ફેમિલી કોર્ટમાં વકીલોની સ્થિતિ બની કફોડી

 

અમદાવાદમાં આવેલી ફેમેલી કોર્ટનાં વકીલોની હાલત કફોડી બની ગઈ છે. વકીલો ફૂટપાથ પર આવી ગયા છે. કારણ કે કોર્ટ બંધ છે. ઇન્કમટેક્ષ નજીક ફેમેલી કોર્ટ આવેલી છે જે કોરોનાનાં કારણે બંધ રાખવામાં આવી છે. જેથી વકીલોને કેમ્પસમાં પ્રવેશ મળી રહ્યો નથી.

54d8550ca2fcdd917753a80bfbdd0ac2 અમદાવાદ/ ફેમિલી કોર્ટમાં વકીલોની સ્થિતિ બની કફોડી

તેમની કાયમી બેઠક વ્યવસ્થા કેમ્પસમાં છે અને કોર્ટનાં ઇ ફાઈલિંગ દ્વારા કાર્યવાહી ચાલે છે જેથી વકીલોને ફૂટ પાથ પર બેસીને કામ કરવાની ફરજ પડી છે. આમ તો ફૂટ પાથ પર નાસ્તાની લારીઓ હોય છે પણ કોરોનાનાં કારણે અનેક સેકટરની હાલત કફોડી બની ગઈ છે, ત્યારે વકીલોને ફૂટપાથ પર બેસીને કામ કરવું પડે છે.

93f813d84fc083ac42e11615017edbe5 અમદાવાદ/ ફેમિલી કોર્ટમાં વકીલોની સ્થિતિ બની કફોડી

હાલમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે કોઈ પણ સમયે વરસાદ પડે એવી સ્થિતી હોય છે, જેથી વકીલોને વરસાદમાં મહત્વનાં ડોક્યુમેન્ટ પણ ખરાબ થવાનો ભય રહે છે. આ કેરણે વકીલોએ પ્લાસ્ટિકની પણ વ્યવસ્થા કરી છે. હાલમાં વકીલ કહી રહ્યા છે કે ભલે ઇ ફાઈલિંગથી કામગીરી ચાલે પણ કોર્ટનો દરવાજો ખોલવામાં આવે તો ચોમાસામાં વકીલોને રાહત મળી રહે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.