રાજકોટ,
રાજકોટમાં વધુ એક હનીટ્રેપના કિસ્સો સામે આવ્યો છે. જેમાં પુર્વ સરપંચને ફસાવી રૂપિયા 1 લાખ પડાવ્યા હોવાનું સામે આવ્યું હતું. આ અંગે ભોગ બનનાર પૂર્વ સરપંચ દ્વારા પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી હતી.
જેને પગલે પોલીસે ગણતરીની કલાકોમાં હનીટ્રેપ કરનાર માતા-પુત્રી સહિત ત્રણને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે મળતી વિગતો મુજબ જાળિયા ગામના પૂર્વ સરપંચ હંસરાજભાઇ પટેલને ક્રિષ્ના અને ચાર્મી ડોડીયા નામની માતા-પુત્રીએ પૂજા ભટ્ટી નામની એક યુવતિ સાથે મળીને મોહજાળમાં ફસાવ્યા હતા.
તેમજ મીઠી-મીઠી વાતો કરીને હંસરાજભાઈ પાસેથી એકાદ લાખ રૂપિયા પણ પડાવી લીધા હતા. આ અંગે ભોગ બનનારે પોલીસ ફરિયાદ કરી હતી. ફરિયાદના આધારે પોલિસે ચક્રોગતિમાન કર્યા હતા.
હનીટ્રેપમાં ફસાયો ઉદ્યોગપતિ, યુવતીએ વિડીયો વાઇરલ કરવાની ધમકી આપી માંગ્યા કરોડો રૂપિયા
માતા ક્રિષ્નાબા અને પુત્રી ચાર્મીબા ડોડીયા સહિત પુજા ભટ્ટીને રોકડ રૂ. 19500 બે મોબાઈલ અને એક એક્સેસ બાઈક સહિત કુલ રૂ. 69500 ના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. તેમજ આ ટોળકીએ અન્ય કોઈને પણ ફસાવ્યા છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.