અમદાવાદમાં અત્યંત શરમજનક ઘટના સામે આવી છે.ઘટના શરમજનક એટલા માટે છે કે છેડતી કરતા રોમિયોને સ્કુલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓએ જાહેરમાં જ કાયદો હાથમાં લઇને રોમિયોને મેથીપાક ચખાડયો છે.આપણા કહેવાતા સભ્ય સમાજમાં અને એ પણ એવા સમયે કે રાજયની ડબલ એન્જીન સરકાર યુવતીઓની સૂરક્ષાના ઢોલ વગાડી રહી છે.તેવા સમયે સ્કુલની આ બાળકીઓ એવી તો કેટલી હદે પરેશાન થઇ ગઇ હશે કે તેમને પોતે જ કાયદો હાથમાં લેવાની ફરજ પડી છે.સુરતના ગ્રીષ્મા હત્યા કેસ બાદ સ્કુલથી માંડી ટયુશન કલાસ સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવાના બણગાં ફુંકવામાં આવી રહ્યા છે.ત્યારે આ ઘટના માત્ર પોલીસ માટે જ નહી પરંતુ પોતાને ડબલ એન્જીનની સરકાર કહેવાડતી ભાજપ માટે પણ અત્યંત શરમજનક જ નહી પરંતુ ગાલ પર સળસળતા તમાચા સમાન છે.
અમદાવાદના ભુલાભાઇ પાર્ક ચાર રસ્તા પાસે વિદ્યાર્થીની છેડતી કરવામાં આવી હતી.વહેલી સવારે સ્કૂલ જતી છોકરીની છેડતી અસામાજિક તત્વ દ્વારા કરવામાં આવી હતી.છેડછાડનો પ્રતિકાર કરતા વિદ્યાર્થીની એ બુમાબુમ કરી હતી.જ્યા રસ્તા પર પસાર થતા લોકોએ આ આરોપીનીને પકડ્યો હતો વિદ્યાર્થીનીએ લોકોને આપવીતી જણાવતા લોકોએ આરોપીને પકડીને માર માર્યો હતો.વિદ્યાર્થિનીએ પણ પટ્ટા વડે આવારા રોમિયોને માર માર્યો હતો. આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. સ્થાનિકોએ આરોપીને માર મારીને કાગડાપીઠ પોલીસ સ્ટેશન હવાલે કર્યો હતો.પોલીસે આરોપીની અટકાયત કરવાની કાર્યવહી શરુ કરી હતી.આરોપીનું નામ વિજય સરકરે અને ભુલાભાઇ પાર્ક પાસે જ રહેતો હોવાનું પ્રાથમિક માહિતી મળી છે.
વીડિયોમાં સાંભળી શકાય છે એમ છેડતીનો ભોગ બનનાર વિદ્યાર્થીનીએ લોકોને આપવીતી જણાવતા લોકોએ આરોપીને પકડીને માર માર્યો હતો. સ્થાનિક મહિલાઓ અને પુરૂષોએ ભેગા મળીને યુવકને માર મારીને કાગડાપીઠ પોલસને સોંપી દીધો હતો. પોલીસે યુવકની અટકાયત કરવાની કાર્યવહી શરુ કરી હતી. યુવકનું નામ વિજય સરકરે અને ભુલાભાઈ પાર્ક પાસે જ રહેતો હોવાનું પ્રાથમિક માહિતી મળી છે. યુવક અવારનવાર રોડ પર આવતા જતા યુવતી કે મહિલાની છેડતી કરતો હોવાનો પણ સ્થાનિકોનો આક્ષેપ છે.
આ પણ વાંચો:અમદાવાદનો વેપારી ભરૂચમાં લૂંટાયો,200 તોલા સોનાની સનસનાટીભરી લૂંટ
આ પણ વાંચો:GIDCમાંથી મળી આવ્યું યુરિયા ખાતર,કંપનીની બે ડિરેકટરો સામે ફરિયાદ
આ પણ વાંચો:ઐતિહાસિક ત્રણ વાનરની પેન્ટિંગમાં જોવા મળ્યા “ચાર વાનર”, જાણો શું કહેવા માંગે છે ચોથો
આ પણ વાંચો:ઓલપાડની અલગ અલગ ખેડૂત મંડળીઓમાં ડાંગરની 9.73 લાખ ગુણીની આવક, પાક 100 કરોડને પાર થાય તેવો આશાવાદ
