કહેના ક્યા ચાહતે હો!/ ઐતિહાસિક ત્રણ વાનરની પેન્ટિંગમાં જોવા મળ્યા “ચાર વાનર”, જાણો શું કહેવા માંગે છે ચોથો

એએમસી દ્વારા અમદાવાદમાં અંડરપાસમાં ત્રણ વાનરની તસ્વીરને લઈને વિવાદ સર્જાયો છે. શું છે સમગ્ર વિવાદ જાણીએ..

Ahmedabad Gujarat Trending
Untitled 135 4 ઐતિહાસિક ત્રણ વાનરની પેન્ટિંગમાં જોવા મળ્યા "ચાર વાનર", જાણો શું કહેવા માંગે છે ચોથો

આજ સુધી તમે દરેક જગ્યાએ ગાંધીબાપુના ત્રણ વાનર જોયા જ હશે જેમાં  પહેલો વાનર એવું કેહવા માંગે છે કે ખોટું જોવું નહીં,બીજો કહેવા માંગે છે ખોટું  સાંભળવું નહીં અને ત્રીજો વાનર કહેવા માંગે છે ક ખોટું બોલવું નહીં, પરંતુ આજે અમદવાદ મ્યુનિસિપલના દ્વારા બનાવામાં આવેલી પેન્ટિંગમાં ત્રણ નહીં ચાર વાનર જોવા મળી રહ્યા છે. પહેલા ત્રણ વાનર તો શું કહેવા માંગે છે તે સમજાય છે પરંતુ ચોથો વાનર શું કહેવા માંગે છે તે સમજવું થોડું મુશ્કેલ છે અને આ પેન્ટિંગ જોઇને લોકોના મનમાં સવાલ થઇ રહ્યો છે કે, કવિ કહેના ક્યા ચાહતે હૈ….

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ ઐતિહાસિક પેન્ટિંગ કરીને હાસ્યાસ્પદ પરિસ્થિતિ ઉભી કરી છે. રાષ્ટ્રપિતા ગાંધીજી એ ત્રણ વાનરો લોકોના સારા સંદેશા માટે બનાવ્યા હતા. આપણે જાણીએ છીએ કે, એક સત્યનો સંદેશ આપતા પ્રતીકાત્મક ગાંધીજીના ત્રણ વાનરો છે.  કોર્પોરેશન એ ગાંધીજીના સંદેશાથી આગળ વધુ એક વાનર મુક્યો હતો, અને ત્યારબાદ આ વાનર ને જોઈને લોકો કન્ફ્યુઝ થઇ રહ્યા છે.

આ વાનરના હાથમાં મોબાઈલ આપવામાં આવ્યો છે. મોબાઈલનો ઓછો ઉપયોગ કરવાનો કે મોબાઈલનો વધુ ઉપયોગ કરવાનો તે અંગે મૂંઝવણ લોકોમાં વધી છે. સ્વચ્છતા સર્વેક્ષણ માટે આ વાનર મુકવામાં તો આવ્યો પરંતુ હવે મકરબા અંડરપાસ પાસે પસાર થતા લોકો આ વાનર ને જોઈને હસી રહ્યા છે.

આ સાથે જ પહેલા રહેલા ત્રણ વાનરો તો કોઈ ને કોઈ સંદેશો આપી જ રહ્યા છે, પણ આ ચોથો વાનર જેની તસ્વીર બનવવામાં આવી છે તે શું સંદેશો આપવા માંગે છે, તે પણ એક સવાલ છે?

આ પણ વાંચો:સુરતમાં 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, આદિવાસી સમાજના આગેવાની ફાંસીની માગ

આ પણ વાંચો:ખૂંટિયાએ વૃદ્ધને લીધા અડફેટે, CCTVમાં જુઓ દિલ ધડક દ્રશ્યો

આ પણ વાંચો:સુરતમાં ટ્યુશન ક્લાસથી ઘરે જતી 8 વર્ષની વિદ્યાર્થીની સાથે રિક્ષા ચાલાકે કર્યા અડપલાં, પોલીસે કરી ધરપકડ

આ પણ વાંચો:બિપોરજોયના વરસાદે ચીભડામાં 8 હેકટર થી વધુ માં ઉગાડેલો કપાસનો પાક પાણીમાં ગરકાવ, ખેડુતોના કપાસનો પાક