Not Set/ દૂધસાગર ડેરીનાં ડિરેક્ટર માનસિંગભાઇ ચૌધરીનું મ્યુકોરમાઇકોસિસના કારણે નિધન

મહેસાણા દૂધસાગર ડેરીનાં ડિરેક્ટર માનસિંગભાઇ ચૌધરીનું મ્યુકોરમાઇકોસિસે નામની જીવલેણ બીમારીએ ભોગ લીધો છે.

Gujarat Others
A 245 દૂધસાગર ડેરીનાં ડિરેક્ટર માનસિંગભાઇ ચૌધરીનું મ્યુકોરમાઇકોસિસના કારણે નિધન

ગુજરાતમાં કોરોના પછી મ્યુકરમાઇકોસિસ નામની જીવલેણ બીમારીએ કહેર મચાવ્યો છે. તેમજ કેટલાય લોકોના સારવાર દરમિયાન મોત પણ થયા છે. ત્યારે આ જીવલેણ બીમારીથી ઉત્તર ગુજરાતના એક આગેવાનનું પણ નિધન થયું છે.મહેસાણા દૂધસાગર ડેરીનાં ડિરેક્ટર માનસિંગભાઇ ચૌધરીનું મ્યુકોરમાઇકોસિસે નામની જીવલેણ બીમારીએ ભોગ લીધો છે. તેઓની અમદાવાદની ખાનગી હૉસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસની સારવાર ચાલી રહી હતી.

મળતી માહિતી પ્રમાણે ખેરાલુ તાલુકાના માનસિંગભાઈ ચૌધરીએ 21 દિવસ સુધી કોરોના સામે લડ્યા બાદ તેમણે કોરોનાને હરાવ્યો હતો. પરંતુ કોરોના બાદ માનસિંગભાઇને મ્યુકરમાઇકોસિસ નામની જીવલેણ બીમારી થઇ હતી. મ્યુકરમાઇકોસિસ થતા તેઓ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. છેલ્લા 10 કરતા વધુ દિવસોથી મ્યુકરમાઇકોસિસની સારવાર લઈ રહ્યા હતા. અમદાવાદની હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસિસની સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા છે.

આ પણ વાંચો :હવામાં 10 મીટર સુધી ફેલાઈ શકે છે કોરોના, સરકારની નવી ગાઈડલાઈન્સ જાહેર

મ્યુકોરમાઇકોસિસના લક્ષણો

કોરોના થયો હોય ત્યારે અથવા કોરોનાથી સાજા થઇ ગયા બાદ સ્વાસ્થય સુધાર તબક્કામાં હોય,  40થી વધુ ઉમરના દર્દીઓ, ખાસ કરીને ડાયાબિટીસ સંતુલનમાં ન રહે તેવા દર્દીઓ, રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવા પ્રકારના દર્દીઓને નાકમાં સાયનસ ઇન્ફેકશન થતું જોવા મળે છે.  વારંવાર શરદી થવી, નાક બંધ થઇ ગયુ તેવું અનુભવ થવો, શ્વાસ લેવામાં તકલીફ પડવી,નાકમાંથી ખરાબ પ્રકારની સુંગધ આવવી, નાક અને સાયનસ વાળા વિસ્તારમાં સોજો આવવો જેવા લક્ષણો મ્યુકોરમાઇકોસીસ ના હોઇ શકે છે.

આ પણ વાંચો :વડોદરા રેલ્વે યાર્ડમાં ઉભેલી મેમુ ટ્રેનના ત્રણ ડબ્બામાં લાગી આગ, કોઇ જાનહાનિ નહીં

રાજ્યમાં ધીરે ધીરે કોરોના વાયરસની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 5,246  નવા કેસ નોંધાયા છે અને 71  દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9,340 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 9,001 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

રાજ્યમાં અત્યાર સુધી 6,69,490 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 92617 પર પહોંચ્યો છે. જેમાંથી 742 દર્દી વેન્ટિલેટર પર અને 91875 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 86.78  ટકા છે.

આ પણ વાંચો :અમદાવાદ કોર્પોરેશનની વિલંબમાં પડેલી કમિટી રચવા કવાયત, લોબિંગમાં લાગ્યા કોર્પોરેટરો

majboor str 14 દૂધસાગર ડેરીનાં ડિરેક્ટર માનસિંગભાઇ ચૌધરીનું મ્યુકોરમાઇકોસિસના કારણે નિધન