અરવલ્લી: હિટ એન્ડ રનમાં યુવકનું મોત
મોડાસાના મેઘરજ રોડ પર બની ઘટના
અજાણ્યા વાહન ચાલક યુવકને મારી ટક્કર
વહેલી સવારે અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર
પોલીસ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી
અરવલ્લી જીલ્લાના મોડાસાથી હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક યુવનનું મોત નીપજ્યું છે. અજાણ્યા વાહન ચાલકે યુવકને ટક્કર મારતા યુવકનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ શરુ કરી હતી.
આપને જણાવી દઈએ કે અરવલ્લી જીલ્લાના મોડાસાના મેઘરજ રોડ પર આજે વહેલી સવારે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ અજાણ્યા વાહન ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે આવીને યુવક મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ મોકલી આપ્યો છે. અને આગળની તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન