ગુજરાત/ રાજ્યમાં વધુ એક ગેરરીતી પરીક્ષાનો પર્દાફાશ, સુરત ક્રાઈમ બ્રાન્ચે બેની કરી ધરપકડ

ગુજરાતની વીજ કંપની દ્વારા 2156 જેટલા વિદ્યુત સહાયકોની પરીક્ષા યોજવામાં આવી હતી. આ પરીક્ષા રાજ્યના અલગ અલગ સેન્ટરોમાં આવેલી કોમ્પ્યુટર લેબમાં યોજાઇ હતી. ત્યારે આ પરીક્ષામાં પણ ગેરરીતિ થઈ હોવાનું સામે આવ્યું હતું. આ બાબતે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

Top Stories Gujarat Surat
Untitled 100 રાજ્યમાં વધુ એક ગેરરીતી પરીક્ષાનો પર્દાફાશ, સુરત ક્રાઈમ બ્રાન્ચે બેની કરી ધરપકડ

@અમિત રૂપાપરા 

ગુજરાત રાજ્યની સરકારી વીજ કંપનીઓમાં વિદ્યુત સહાયકની ભરતી દરમિયાન લેવામાં આવેલી ઓનલાઇન પરીક્ષામાં ગેરરીતિ આંચરી ઉમેદવારોને પરીક્ષા પાસ કરાવી તેમજ પાસ થનાર ઉમેદવારોને વીજ કંપનીમાં નોકરી અપાવતી ગેંગના બે સાગરીતોની ધરપકડ કરી કૌભાંડનો પર્દાફાશ સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવ્યો છે.

9 ડિસેમ્બર 2020થી 6 જાન્યુઆરી 2021 દરમિયાન ગુજરાતની વીજ કંપની દ્વારા 2156 જેટલા વિદ્યુત સહાયકોની પરીક્ષા યોજવામાં આવી હતી. આ પરીક્ષા રાજ્યના અલગ અલગ સેન્ટરોમાં આવેલી કોમ્પ્યુટર લેબમાં યોજાઇ હતી. ત્યારે આ પરીક્ષામાં પણ ગેરરીતિ થઈ હોવાનું સામે આવ્યું હતું. આ બાબતે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. વીજ કંપનીમાં પરીક્ષા દરમિયાન ઉમેદવારોને પાસ કરાવી ખોટી રીતે ઉમેદવારોને નોકરી પર ચઢાવી કૌભાંડી કરતા બે આરોપીની ધરપકડ સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી છે.

આ સમગ્ર મામલે તપાસ દરમિયાન સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઇન્દ્રવદન પરમાર અને મોહમ્મદ ઉવેશ કાપડવાલા નામના બે ઈસમોની ધરપકડ કરી છે. આ બંને ઈસમો વડોદરાના રહેવાસી છે આ ઉપરાંત અનિકેત ભટ્ટ, ભાસ્કર ચૌધરી, નિશિકાંત સિંહા, ચીરાયુ વિદ્યુત અને ઇમરાન નામના આરોપીને પોલીસ દ્વારા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ તમામ આરોપીઓએ સાથે મળીને ગુજરાત રાજ્યની વીજ કંપની જેવી કે DGVCL, MGVCL, PGVCL,GSCVLની વિદ્યુત સહાયકની ભરતી દરમિયાન અલગ-અલગ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોને ગેરરીતિ કરાવીને પાસ કરાવ્યા હતા.

સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીઓની પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે આઠ પરીક્ષા કેન્દ્રો પર ગેરરીતી થઈ હતી તેમાં સુરતના વરાછા રોડ ખાતે આવેલ સારથી એકેડમી, અમરોલી ખાતે આવેલ સુટેક્ષ બેન્ક કોલેજની કોમ્પ્યુટર લેબ, વડોદરાના અટલાદરા ખાતે આવેલ સ્ટેક વાઇસ ટેકનોલોજી, વડોદરાના અટલાદરામાં આવેલ સેવન ક્લાઉડ, અમદાવાદના નરોડા ખાતે આવેલ શ્રેય ઇન્ફોટેક, રાજકોટ ખાતે આવેલ સક્સેસ ઇનફોટેક, વડોદરાના કોટમબી ગામ ખાતે આવેલું વડોદરા ઇન્સ્ટિટયૂટ ઓફ એન્જિનિયરિંગ કોલેજની કોમ્પ્યુટર લેબ અને વડોદરાના સાવલીની કે જે આઈ.ટી એન્જિનિયરિંગ કોલેજમાં પરીક્ષામાં ગેરરીતી થઈ હોવાનું સામે આવ્યું છે.

પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપીઓ નોકરી મેળવવા ઇચ્છતા ઉમેદવારોના અગાઉથી નંબરો મેળવી લઈ તેમનો સંપર્ક કરતા હતા. ઉમેદવારો પાસેથી આર્થિક લાભ પેટે મોટી રકમ મેળવી ઉમેદવારના પ્રવેશપત્ર અને ફોટોગ્રાફ પરીક્ષા કેન્દ્રવાળાને મોકલી આપતા હતા. ત્યારબાદ ઉમેદવારો ગેરરીતી આચરી નોકરી મેળવવા માટે આ કાવતરામાં સામેલ થઈ જતા હતા. તેમ જ પરીક્ષા કેન્દ્રના માલિક અથવા તો કોમ્પ્યુટર લેબના ઇન્ચાર્જ સાથે મળીને પરીક્ષા કેન્દ્રમાં સ્ક્રીન સપ્લિમેન્ટથી એક જ CPUથી બે મોનિટર ઓપરેટ થાય તે પણ ગોઠવણ કરતા હતા. ત્યારબાદ વાયરલેસ માઉસ વડે ઉમેદવારના બદલે પરીક્ષા કેન્દ્રમાંથી અન્ય કોઈ વ્યક્તિને પરીક્ષા અપાવી ઉમેદવારને પાસ કરાવતા હતા.

આરોપીઓ સાથે મેળાપણી કરીને કેટલા ઉમેદવારો હાલ નોકરી કરે છે તે બાબતે પણ તપાસ સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી છે. આ ગેંગ દ્વારા રાજ્યમાં ભૂતકાળમાં લેવામાં આવેલી પરીક્ષાઓમાં પણ આ પ્રકારે કૌભાંડ કર્યું હોવાનું સામે આવ્યું છે. સીબીઆઇ દ્વારા જે બીટ પીલાની કેસ શોધી કાઢવામાં આવ્યો હતો તેમાં પણ આરોપીની સંડોવણી હતી. આ ઉપરાંત જુનિયર ક્લાર્કની પરીક્ષા પેપર લીક કૌભાંડ, લોકરક્ષક દળ ભરતી વગેરે જેવી પરીક્ષામાં આરોપીઓ દ્વારા ગેરરીતિ આચરવામાં આવી હતી.

આ પણ વાંચો:શું તમને પીઝા બહુ ભાવે છે,તો પહેલા આ વાંચી લેજો…ડોમિનોઝ અને લા પીનોઝના સેમ્પલ ફેલ

આ પણ વાંચો:બાળકના મોતનું કારણ બન્યું ચીકુનું બી, જાણો કેવી રીતે

આ પણ વાંચો:એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ છરી વડે પરિણીતા પર કર્યો હુમલો, લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાઇ

આ પણ વાંચો:સુરતના વેપારીનો ધીરેન્દ્ર શાસ્ત્રીને ખુલ્લો પડકાર,પેકેટમા કેટલા ડાયમંડ છે તે બાબા કહીદે..તો માનું

આ પણ વાંચો:રાજ્યના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નવા જ સ્તરે લઈ જવા 94 માર્ગોના વિકાસ માટે 2213 કરોડ મંજૂર કરતા સીએમ ભુપેન્દ્ર પટેલ