અમિત શાહ-દ્વારકા/ દ્વારકા સમુદ્ર માર્ગે દેશનું પ્રવેશદ્વારઃ અમિત શાહે દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝૂકાવ્યું

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પોતાના વતન ગુજરાતના બે દિવસના પ્રવાસે આવ્યા છે. બે દિવસના પ્રવાસ દરમિયાન અમિત શાહ ગુજરાતમાં અનેક પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે તો અનેકનો શિલાન્સાય પણ કરશે.

Top Stories India
Amit shah Dwarka દ્વારકા સમુદ્ર માર્ગે દેશનું પ્રવેશદ્વારઃ અમિત શાહે દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝૂકાવ્યું

દ્વારકા: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પોતાના Amit Shah-Dwarka વતન ગુજરાતના બે દિવસના પ્રવાસે આવ્યા છે. બે દિવસના પ્રવાસ દરમિયાન અમિત શાહ ગુજરાતમાં અનેક પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે તો અનેકનો શિલાન્સાય પણ કરશે. સૌપ્રથમ તો તેઓ દેવભૂમિ દ્વારકા, અમદાવાદ અને ગાંધીનગરમાં યોજાનારા વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. તેમણે દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝૂકાવ્યું હતું. તેના પછી હવે તેઓ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા ખાતેના નેશનલ એકેડેમી ઓફ કોસ્ટલ પોલીસિંગ કચેરીનું ખાતમુહૂર્ત પણ કરવાના છે.

ગુજરાતમાં આગમન થયા બાદ આજે સવારે ગૃહમંત્રી Amit Shah-Dwarka અમિત શાહે દ્વારકાધીશના મંદિરમાં શીશ ઝૂકાવીને આશીર્વાદ લીધા હતા. તેમણે મંદિરમાં પૂજા વિધિ કરી હતી. મંદિરમાં પૂજારીએ તેમને સાલ ઓઢાડીને શુભેચ્છાઓ પણ આપી હતી. અમિત શાહ શનિવારે બપોર બાદ અમદાવાદ આવશે. અહીંયા વિવિધ જાહેર વિકાસના પ્રોજેક્ટોનું લોકાર્પણ કરશે. જેમો પોતાના મત વિસ્તાર ગાંધીનગરમાં બોરીજ ગામની પ્રાથમિક શાળામાં બાળકોને રમકડાંનું વિતરણ કરશે. સાંજે 6 વાગેની આસપાસ ગાંધીનગર મહાનગરપાલિસાએ સિવિલ હોસ્પટિલમાં ઓડિરોયમમાં તૈયાર કરેલા વિવિધ પ્રોજેક્ટનું ખાતમુર્હૂત અને લોકાર્પણનો કાર્યક્રમ યોજાશે.

અમિત શાહ ગુજરાત પ્રવાસના બીજા દિવસે Amit Shah-Dwarka રાજ્ય માર્ગ પરિવહન નિગમની 320 બસો શરૂ કરશે અને ગાંધીનગરમાં એમલ્ફેડ ડેરીની આધુનિક જૈવિક પરીક્ષણ પ્રયોગશાળાનું ઉદ્ઘાટન કરશે. તેમની મુલાકાતના બીજા દિવસે શાહ અમદાવાદમાં મોદી સમુદાયના રાષ્ટ્રીય સંમેલનનું ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત અમદાવાદમાં તૈયાર થયેલા 2500 શહેરી આવાસોના ડ્રોમાં પણ તેઓ હાજર રહેશે.

આ પણ વાંચોઃ Video/ સીએમ ઓફિસની બહાર બદલાઈ ‘નેમ પ્લેટ’, વીડિયો આવ્યો સામે:તમે પણ જુઓ

આ પણ વાંચોઃ ગુજરાત/ સુરત મહાનગરપાલિકાનો વધુ એક પ્રજાલક્ષી નિર્ણય, શરૂ કર્યું અનોખું અભિયાન

આ પણ વાંચોઃ Karnataka Swearing-In Ceremony/ બીજી વખત કર્ણાટકના સીએમ બન્યા સિદ્ધારમૈયા, અનેક સીએમ બન્યા સાક્ષી