ગુજરાત/ સુરત મહાનગરપાલિકાનો વધુ એક પ્રજાલક્ષી નિર્ણય, શરૂ કર્યું અનોખું અભિયાન

સુરત મહાનગરપાલિકા દ્વારા એક અનોખું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત સુરત શહેરના લોકો પાસે જે બિનઉપયોગી ચીજ વસ્તુ છે એટલે કે, કપડાં, પુસ્તકો, બુટ, ચપ્પલ, પ્લાસ્ટિકની વસ્તુ તેમજ ઈલેક્ટ્રીક વસ્તુ આ બિન ઉપયોગી વસ્તુને સુરત મહાનગરપાલિકા એકઠી કરશે

Top Stories Gujarat Surat
Untitled 100 1 સુરત મહાનગરપાલિકાનો વધુ એક પ્રજાલક્ષી નિર્ણય, શરૂ કર્યું અનોખું અભિયાન

@અમિત રૂપાપરા 

સુરત મહાનગરપાલિકા દ્વારા લોકોની સુખ સુવિધા વધારવા માટે અનેક પ્રયાસો કરવામાં આવે છે. ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા એક અનોખું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત સુરત શહેરના લોકો પાસે જે બિનઉપયોગી ચીજ વસ્તુ છે એટલે કે, કપડાં, પુસ્તકો, બુટ, ચપ્પલ, પ્લાસ્ટિકની વસ્તુ તેમજ ઈલેક્ટ્રીક વસ્તુ આ બિન ઉપયોગી વસ્તુને સુરત મહાનગરપાલિકા એકઠી કરશે અને તેમાંથી જે વસ્તુ જરૂરિયાત મંદ લોકોને ઉપયોગમાં આવી શકે તેવા લોકોને આ વસ્તુ પૂરી પાડવામાં આવશે. એટલે કે સુરત મહાનગરપાલિકા દ્વારા 5R સેન્ટર નામનું એક કેમ્પેઇન ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં સુરત શહેરના અલગ અલગ 30 જેટલા વિસ્તારમાં પાલિકા દ્વારા પાંચ પાંચ બેરર મૂકવામાં આવ્યા છે. આ પાંચે પ્લાસ્ટિકના બેરરમાં અલગ અલગ વસ્તુ લોકો મૂકી શકશે.

મેરી લાઈફ મેરા સ્વચ્છ શહેર અભિયાન અંતર્ગત આ કામગીરી કરવામાં આવી રહી છે. સુરત મહાનગર પાલિકા દ્વારા આ અભિયાન ચલાવવામાં આવ્યું છે તે અભિયાનમાં જે લોકોને કપડાની જરૂરિયાત હોય તે લોકોને કપડાં મળશે. આ ઉપરાંત જે લોકોને પુસ્તકોની જરૂર હોય તેમને પુસ્તકો પૂરા પડી રહેશે. તો જેમને બુટ ચપ્પલ કે પછી પ્લાસ્ટિકની કે પછી ઈલેક્ટ્રિક વસ્તુની કોઈપણ જરૂરિયાત હશે તો તે વસ્તુ પણ પૂરી પાડી શકાશે.

Untitled 100 2 સુરત મહાનગરપાલિકાનો વધુ એક પ્રજાલક્ષી નિર્ણય, શરૂ કર્યું અનોખું અભિયાન

સુરત મહાનગરપાલિકા દ્વારા 5R સેન્ટર નામનું જે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તે 15 દિવસ સુધી ચાલશે. મહત્વની વાત છે કે, હાલ વેકેશનનો માહોલ ચાલી રહ્યો છે તેવામાં મોટાભાગના બાળકોના વાલીઓ બાળકોના પુસ્તકો કપડા કે, પછી અન્ય વસ્તુઓ કચરામાં ફેંકી દેતા હોય છે અને પુસ્તકો મોટાભાગે પસ્તીમાં આપી જતા હોય છે. આ જ પુસ્તકના કારણે કોઈ ગરીબ પરિવારનું બાળક ભણી શકે, ગરીબ પરિવારના બાળકે કે, વ્યક્તિને કપડાં મળી શકે કે, પછી અન્ય વસ્તુ પણ મળી રહે તે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા આ અનોખુ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

સુરત શહેરમાં 30 જગ્યા ઉપર આ અભિયાન ચલાવવામાં આવશે. આ 30 જગ્યા પર પાંચ પ્લાસ્ટિકના બેરર મૂકવામાં આવશે. જેમાં એક બેરરમાં લોકો પોતાના બીન ઉપયોગી કપડા મૂકી શકશે, બીજા બેરરમાં લોકો બિન ઉપયોગી પુસ્તકો મૂકી શકશે, ત્રીજા બેરરમાં બુટ મોજા કે ચપ્પલ જો બીન ઉપયોગી હોય તો તે મૂકી શકશે, ચોથા બેરિયરમાં ઘર વપરાશ ઉપયોગી કે અન્ય પ્લાસ્ટિકની ચીજ વસ્તુ મૂકી શકાશે અને પાંચમા બેરરમાં વ્યક્તિ પાસે ઇલેક્ટ્રોનિક ઉપકરણો કે જે તેના માટે બિન ઉપયોગી છે તે આ બેરરમાં મૂકી શકશે. એટલે કે પાંચ અલગ અલગ બેરરમાં પાંચ પ્રકારના અલગ અલગ સામાન એકઠા કરવામાં આવશે. ત્યારબાદ જરૂરિયાત મંદ લોકોને આસામાન આપવામાં આવશે લોકો દ્વારા પણ સુરત મહાનગરપાલિકાના અભિયાન અને કેમ્પેઇનના ખૂબ વખાણ કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો:શું તમને પીઝા બહુ ભાવે છે,તો પહેલા આ વાંચી લેજો…ડોમિનોઝ અને લા પીનોઝના સેમ્પલ ફેલ

આ પણ વાંચો:બાળકના મોતનું કારણ બન્યું ચીકુનું બી, જાણો કેવી રીતે

આ પણ વાંચો:એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ છરી વડે પરિણીતા પર કર્યો હુમલો, લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાઇ

આ પણ વાંચો:સુરતના વેપારીનો ધીરેન્દ્ર શાસ્ત્રીને ખુલ્લો પડકાર,પેકેટમા કેટલા ડાયમંડ છે તે બાબા કહીદે..તો માનું

આ પણ વાંચો:રાજ્યના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નવા જ સ્તરે લઈ જવા 94 માર્ગોના વિકાસ માટે 2213 કરોડ મંજૂર કરતા સીએમ ભુપેન્દ્ર પટેલ