Ahemadabad/ કોરોના વોરિર્યસનાં પરિવારને ભરખી ગયો કોરોના, એક જ પરિવારના 3 સભ્યોનાં મોતથી માતમ

અમદાવાદમાં કોરોનાના વધતાં સંક્રમણે ચિંતા વધારી છે. હવે પરિવારમાં એક પોઝીટીવ કેસ હોય તો અન્ય સભ્યોએ ચેતવા જેવું છે. શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતાં કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતાં

Ahmedabad Top Stories Gujarat
corona virus 1589791407 કોરોના વોરિર્યસનાં પરિવારને ભરખી ગયો કોરોના, એક જ પરિવારના 3 સભ્યોનાં મોતથી માતમ

અમદાવાદમાં કોરોનાના વધતાં સંક્રમણે ચિંતા વધારી છે. હવે પરિવારમાં એક પોઝીટીવ કેસ હોય તો અન્ય સભ્યોએ ચેતવા જેવું છે. શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતાં કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતાં ધવલ રાવલે કોરોના કારણે પોતાના માતા-પિતાનું છત્ર અને સાથે સગા ભાઇ પણ ગુમાવ્યા છે. સાથે આર્થિક રીતે પણ પરિવારની કમર તૂટી છે.

કાળમુખો ભરખી ગયો

  • કોરોના વોરિર્યસના પરિવારને ભરખી ગયો કોરોના
  • એક જ પરિવારના 3 સભ્યોને ભરખી ગયો કોરોના
  • માત્ર 5 જ દિવસમાં 3 સભ્યો ગુમાવતાં પરિવાર શોકાતુર
  • 17 લાખ ચુકવવા છતા ના બચાવી શક્યો પરિવારને

વાત છે, અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલા વૃદાવન ડુપ્લેક્ષમાં રહેતા એક પરિવારની કે જેના 3 સભ્યોને કાળમુખો કોરોના ભરખી ગયો છે. કોરોનાના સકંજામાં પહેલાં માતા નયનાબેન પછી પિતા અનિલભાઇ અને હજી ઓછું હોય એમ એક જ પરિવારના ત્રીજા સભ્ય તરીકે દિકરા ચિરાગભાઇ કોરોનાના સકંજામાં સપડાયા. પરિવારના મોભી અને સગાભાઇ કોરોનામાં સપડાતાં જાણે બીજાની સેવા કરી કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવવામાં વ્યસ્ત રહેલાં અનિલભાઇના બીજા દિકરા ધવલ અને દિકરી ચૈતાલી ભટ્ટ સહિત તમામ પરિવારજનોના શિરે જાણે આફત આવી.

પ્રારંભે હિંમત રાખી પરિવારના અન્ય સભ્યો અનિલભાઇના લઘુ બંધુ અને જમાઇ સહિત પરિવારજનોએ ત્રણેય કોરોના સભ્યોની સેવા-સારવાર કરી અને સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી.પરંતુ તબીબોએ સારવાર કરતાં કરતાં ખાનગી હોસ્પિટલના મસમોટા બિલ આપી પરિવાર પાસેથી 17 લાખ વસૂલ કર્યાં. 17 લાખ જેવી મોટી રકમ તાકીદે પરિવારના સભ્યો પાસે નહીં હોવા છતાં સગા-સ્વજનો પાસેથી લાવી કોરોના પીડિત ત્રણ સભ્યો માટે પરિવાર બધું જ કરી છૂટ્યાં. પરંતુ અંતે ઇશ્વરે તેમની પાસે બોલાવી લીધા.અને માત્ર પાંચ જ દિવસમાં માતા નયનાબેન ,પિતા અનિલભાઇ અને ભાઇ ચિરાગે અંતિમ શ્વાસ લેતાં પરિવારના બંધુ ભાવિક રાવલે પોતાની વ્યથા મંતવ્યન્યૂઝ સમક્ષ વ્યક્ત કરી હતી.

કોરોના કારણે નિધન થયેલાં ત્રણ સભ્યોના પગલે હવે રાવલ પરિવારની જવાબદારી દિકરા ધવલભાઇના શિરે આવી પડી છે. સ્વર્ગસ્થ ચિરાગના પત્ની કિર્તી રાવલ અને તેમના સગીર દિકરા સૌમ્યનો સૌમ્ય ચહેરો પોતાનું સર્વસ્વ ખોવાઇ ગયું છે..એવો પ્રતિભાવ કિર્તી રાવલે આપ્યો.

માતા-પિતા અને ભાઇનું છત્ર ગુમાવનારા ચૈતાલી ભટ્ટ ભલે હાલ પારકી થાપણ હોય…પરંતુ પરિવારના ત્રણ સ્વજનો એક સાથે ગુમાવતાં ચૈતાલી ભટ્ટ મંતવ્યન્યૂઝ સાથે વાત દરમિયાન રડમશ થયા અને કોઇને આવી આપત્તિ આવે નહીં એવી લાગણી વ્યક્ત કરી

કોરોના વોરિયર્સ અને પરિવારની જવાબદારી હવે જેના શિરે આવી છે, તે ધવલ રાવલે પરિવારની વ્યથા ઉપરાંત સમાજને પણ મેસેઝ આપ્યો છે.

@અરૂણ શાહ, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBookTwitterInstagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya Newsની નવી  મોબાઇલ એપ્લિકેશન….