Ahmedabad/ સગાઈ કરી શરીર સંબંધ બાંધી સગાઈ તોડી નાખનાર મંગેતર સામે દુષ્કર્મની ફરિયાદ

સગાઈ તોડવાની ધમકી આપી 3 વાર આચર્યુ દુષ્કર્મ

Ahmedabad Gujarat
a 468 સગાઈ કરી શરીર સંબંધ બાંધી સગાઈ તોડી નાખનાર મંગેતર સામે દુષ્કર્મની ફરિયાદ

@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ 

અમદાવાદના વસ્ત્રાલમાં એક યુવતિએ પોતાના પૂર્વ મંગેતર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. 20 વર્ષીય સંજના હાલ કોલેજમાં અભ્યાસ કરે છે અને તેના પિતા સીઆરપીએફ શ્રીનગરમાં નોકરી કરે છે. 13-7-2020 ના રોજ જનતાનગર ઓઢવમાં રહેતા આશીષ નામના યુવક સાથે સામાજિક રીતરિવાજથી સંજનાની સગાઇ થઇ હતી. ત્યારબાદ આશિષ ફોન પર અવારનવાર સંજના સાથે વાત કરતો હતો અને તેના પરિવારના સભ્યોને જાણ કરી તેઓ રિવરફ્રન્ટ તેમજ બગીચાઓમાં ફરવા જતા હતા અને તહેવાર પ્રસંગે પરિવારની સંમતીથી સંજના આશિષના ઘરે પણ જતી હતી.

25મી ઓક્ટોબરના રોજ સંજનાના ભાઈનો જન્મદિવસ હોય જેથી 24મી તારીખે મંગેતર આશીષને ફોન કરી પોતાના ભાઈનો જન્મદિવસ મનાવવાનો હોવાથી એક લઈ આવવાનું કહેતા આશીષ સંજનાને ઘરે લેવા માટે આવ્યો હતો અને તેની સાથે વસ્ત્રાલથી કેક લઈ ઓઢવ ખાતેથી પોતાના ઘર નજીક આવેલી કટલરીની દુકાનથી ડેકોરેશનનો સામાન ખરીદી આપ્યો હતો.જે બાદ સંજનાએ મંગેતરને ઘરે જ છોડી દેવાનું કહેતા મંગેતરે પોતાના કપડાં બદલવાનું કહીને બપોરના સમયે ઓઢવ જનતાનગર ખાતે પોતાના ઘરે લઈ ગયો હતો. જે સમયે યુવકના ઘરમાં કોઇ હાજર ન હોવાથી આશીષે સંજનાને ફોસલાવી ઘરમાં લઈ જઈ તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધો બાંધ્યા હતા.ત્રીજી ડિસેમ્બર 2020 ના રોજ સમાજની હાજરીમાં સંજના અને આષીશની રીંગ સેરેમની પણ કરવામાં આવી હતી.

31 મી ડિસેમ્બરે આશીષે સંજનાની માતાને ફોન કરીને યુવતીને પોતાની સાથે કોલેજ મોકલવાનું કહીને સંજનાને કોલેજના બદલે પોતાના ઓઢવ ખાતે ઘરે લઇ જઇ ફરી તેની સાથે શારીરિક સંબંધો બાંધવા પ્રયાસ કર્યો હતો જો કે સંજનાએ ના પાડતા આશીષે જબરદસ્તી કરી હતી. અને આ બાબતે કોઈને કહીશ તો સગાઈ તોડી નાખીશ તેવી ધમકી આપી હતી. જેથી આ બાબતે સંજનાએ કોઈને જાણ કરી ન હતી.

6 ફેબ્રુઆરીએ આશીષે સંજનાને કોલેજના બદલે લો- ગાર્ડન તરફ લઈ જઈ યુવતીને રસ્તામાં તેનો ભુતકાળ ખરાબ હોવાનુ કહીને ઝધડો કરીને લાફો માર્યો હતો.જેથી સંજનાએ આષીશની માતાને ફોન કરી જાણ કરતા તે બન્ને ઓઢવ આષીશના ધરે ગયા હતા.તે સમયે આશીષની માતાએ તેને ઠપકો આપી આવુ ફરી ન કરવાનું કહ્યુ હતુ..જે બાદ આશીષના દાદી હોસ્પિટલમાં દાખલ હોવાથી આશીષે તેની માતાને હોસ્પિટલમાં મુકી આવ્યો હતો અને બપોરનાં સમયે ફરી શારિરીક સંબંધો બાંધવા પ્રયાસ કર્યો હતો.યુવતીએ ના પાડતા આશીષે જબરદસ્તી તેની સાથે સંબંધ બાંધ્યો હતો અને કોઈને કહીશ તો સગાઈ તોડી નાખવાની ધમકી આપી હતીઆષીશ અવારનવાર સંજનાને બહાર ફરવા લઈ જઈ શારીરિક અડપલા કરતો હોય તેને આ પસંદ ન હોવા છતાં પણ આષીશ સગાઈ તોડી નાખવાની ધમકી આપતો હોવાથી બધુ સહન કરતી હતી.

19 મી ફેબ્રુઆરી 2020 ના રોજ રાતના સમયે આશીષે સંજના સાથે મેસેજથી વાતચીત કરી બહાર જવા જણાવ્યુ હતુ જોકે સંજનાએ દાદી સાથે ટીકા પ્રસંગમાં જવાનું હોવાનું બહાનું બતાવી આશીષ સાથે કોલેજ નહીં જઈ શકે તેવું જણાવ્યું હતું.. આગલા દિવસે સંજના કોલેજ ગઈ હતી અને કોલેજ બંધ હોવાથી ઘરે પરત ફરી હતી.. તે દરમિયાન આશીષે તેને ફોન કરીને કહ્યું હતું કે “તું દાદી સાથે ટીકા પ્રસંગમાં જવાની હોવાનું ખોટું કેમ બોલી, મારે તારી સાથે સગાઈ નથી રાખવી. હું તારી સાથેની સગાઈ તોડી નાખું” તેવું કહ્યું હતું..  જે બાબતે સંજનાની માતા અને દાદીએ ઠપકો આપતા સંજના ઘરેથી બહાર જતી રહી હતી.. જેથી તેનો ભાઈ, માતા અને મંગેતર તેને સમજાવીને ઘરે પરત લાવ્યા અને સગાઈ બાબતે સંજનાને સાંજ સુધીમાં નિર્ણય જણાવવાનું કહીને આષીશ જતો રહ્યો હતો.

રાત્રે આષીશની માતાએ ફોન કરીને આશીષ સંજના જોડે સંબંધ રાખવા નથી માંગતો અને સગાઈ તોડી નાખવાનું કહે છે તેવું જણાવ્યું હતું.જે બાદ યુવતી તેમજ તેમના પરિવારજનોએ યુવકને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તે માન્યો ન હતો.આમ યુવતીના મંગેતરે તેની મરજી વિરુદ્ધ ત્રણ વખતે શરીર સંબંધ બાંધી યુવતીને કોઈને પણ જાણ કરીશ તો સગાઈ તોડી નાખીશ તેવી ધમકી આપી હતી અને લગ્ન ન કરી અને સગાઈ તોડી નાખી હોવાથી યુવતીએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપી મંગેતર આષીશની ધરપકડ કરી છે.